ઇન્કમ ટેક્સ હેઠળ વિવાદ સે વિશ્વાસ સ્કીમની મુદત 1 મહિનો વધારવામાં આવી
આ સ્કીમનો લાભ હવે 31.12.2024 થી વધાર 31.01.2025 સુધી લઈ શકશે:
તા. 31.12.2024: ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ વિવાદ સે વિસવાસ સ્કીમની મુદતમાં સેન્ટરલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સિસ દ્વારા 30 ડિસેમ્બર 2025 ના રોજ સર્ક્યુલર 20/2024 બહાર પાડી 1 મહિનાનો વધારો કરવામાં આવેલ છે. હવે, જે કરદાતાઓ પોતાની ઇન્કમ ટેક્સ હેઠળની અપીલ પડતર હોય તો આ સ્કીમનો લાભ લેવા વધુ સમય મળી રહેશે. આમ, હવે 31 જાન્યુઆરી 2025 સુધી કરવામાં આવેલ ડિકલેરેશન એ સમય મર્યાદામાં ગણાશે અને વધારાનો ટેક્સ ભરવા જવાબદાર બનશે નહીં. 01 ફેબ્રુઆરી 2025 કે ત્યારબાદ કરવામાં આવેલ ડિકલેરેશન અન્વયે ભરવામાં આવેલ ટેક્સ માટે વધારાનો ટેક્સ ભરવાં પાત્ર થશે. કરદાતાઓ માટે આમ વિચારવા વધુ એક મહિનાનો સમય મળી રહશે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે