ઐતિહાસિક નગર સિદ્ધપુર ખાતે સેમિનાર યોજાયો…- હર્ષદ ઓઝા

સિદ્ધપુર, તારીખ: 01-07-2025
માઁ સરસ્વતી નદીના પટ પર વસેલું ઉત્તર ગુજરાતનું પાટણ જિલ્લાના ઐતિહાસિક નગર સિદ્ધપુર ખાતે કાયદાના અભ્યાસુ એવા સમગ્ર ઉત્તર ગુજરાતના વકીલો જ્ઞાનની અભિલાષા સાથે ભેગા થયા, જાણે એક મેળો ભરાયો… આમેય, સિદ્ધપુર કોતરણીબંધ ઇમારતો, બિંદુ સરોવર “માતૃગયા”, “રુદ્રમહાલય” અને “મેળા” માટે પણ જગ વિખ્યાત પવિત્ર શહેર છે.
ધી નોર્થ ગુજરાત ટેક્સ પ્રેક્ટીશનર્સ એસોસિએશનના ઉપક્રમે “સી.એ ડે” અને “જી.એસ.ટી. ડે” પહેલી જુલાઇના રોજ ખાતે હોટેલ મેરીગોલ્ડ, ખલી ચાર રસ્તા, સિદ્ધપુર ખાતે એક દિવસીય જી.એસ.ટી. સેમિનાર યોજાયો. સેમિનાર તેના નિર્ધારિત સમય સવારે 10:10 વાગે ગણપતિ દાદા ની સ્તુતિ થી શુભ શરૂઆત કરી “દીપ પ્રાગટય” કરી સેમિનાર ખુલ્લો જાહેર કર્યો. શાંતિલાલ ઠક્કરે રશ્મિનભાઈ વાજાનો પરિચય આપ્યો, શાલ ઓઢાડી સન્માનિત કરાયા અને સાથે સાથે યાદગીરી રૂપે ઉત્તર ગુજરાતના પાલનપુર ખાતેનું જાણીતું અત્તર ભેટ આપી રશ્મિનભાઈની સુવાસ પણ ચારે કોર ફેલાય તેવી આશા વ્યક્ત કરી. સમગ્ર કાર્યક્ર્મના (માસ્ટર ઓફ સેરેમની) ચેરમેન શાંતિલાલ ઠક્કર અને કૌશિકભાઈ છવાડાએ ખુબજ સારી મહેનત કરી કાર્યક્ર્મને દીપાવ્યો હતો.
આ સેમિનારમો સિધ્ધ સૉફ્ટવેર ઈન્ડિયા પાઈવેટ લિમિટે એ “ટેલિ” અંગે માર્ગદર્શન આપ્યું, અને “કરવેરા સલાહકાર” ગુજરાતી પખવાડિકના તંત્રી એવા સૌના લાડીલા મનીષભાઈ શાહે “પૂજા લૉ હાઉસ” અને “પૂજા પબ્લિકેશન” દ્રારા ખૂબ સારું વળતર જાહેર કર્યું હતું.
આ સેમિનારમાં વક્તા તરીકે જાણીતા અને જી.એસ.ટી નિષ્ણાત CA રશ્મિનભાઈ વાજા ચાલુ કામકાજના દિવસે પણ ખાસ હાજરી આપી સૌને મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું. આ સેમિનારના પ્રમુખશ્રી દિલિપભાઈ ઠક્કર અને મંત્રીશ્રી તરીકે નરેશભાઈ પરમાર સહિત સમગ્ર ટીમે સુંદર આયોજન કર્યું હતું. એક ટૂંકા અંતરાલ બાદ “ધી નોર્થ ગુજરાત ટેક્સ પ્રેક્ટીશનર્સ એસોસિએશન” ની સાધારણ સભા એજ સ્થળે મળી, હિસાબ કિતાબ, કામ-કાજ નો અહેવાલ વંચાણ અને મજૂરી જેવી વહીવટી કાર્યવાહી નિયમો અનુસાર પૂર્ણ કરી અને સિધ્ધપુરના પ્રદીપભાઇને પ્રમુખ અને નટુભાઇ ને મંત્રી તરીકે પસંદ કરી વિધિવધ રીતે ચાર્જ સોપ્યો. અંતે આભાર વિધિના કરી કાર્યક્ર્મ પૂર્ણ જાહેર કરાવમો આવ્યો. આમ, દૂર દૂર થી પધારેલ સૌ વકીલ મિત્રોએ જ્ઞાન અને સ્વરૂચિ ભોજન થકી તૃપ્ત થયાની લાગણી અનુભવી.
કુછ દિન તો ગુજારીએ.., ઉત્તર ગુજરાત મેં…
– હર્ષદ ઓઝા (ઉત્તર ગુજરાત ઝોન)
www.harshadkumarvoza.wordpress.com