સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના Dt 05.07.2025

0
Spread the love
Reading Time: 2 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


Goods & Services Tax

  1. અમારા અસીલ સોની છે. તેઓ જે URP (બિન નોંધાયેલ વ્યક્તિ) પાસેથી ખરીદી કરે છે તો શું અમારા અસીલ RCM ભરવા જવાબદાર બને? અમારા અસિલે આ ખરીદી બદલ ક્યાં ક્યાં પુરાવા રાખવા જોઈએ?

                                                                                                સુંદરીયા કોલીપરા, પોન્નુર

જવાબ: ના, સોની URP (બિન નોંધાયેલ વ્યક્તિ) પાસેથી ખરીદી કરે તો RCM ભરવાની જવાબદારી આવે નહીં. આપના અસીલ દ્વારા જે URP ખરીદી થાય તેનું પેમેન્ટ વાઉચર બનાવી વેચનારની સહી કરાવવી જોઈએ. આ ઉપરાંત ખરીદનારના આધાર કાર્ડ અને શક્ય હોય ત્યાં સુધી PAN પણ લેવા જોઈએ તેવો અમારો મત છે.


 2. પ્રથમ વિવાદ અરજી ના મંજૂર થઈ હોય, ટ્રાઈબ્યુનલમાં અપીલ કરવા કેટલા દિવસનો સમય મળે?                                                             જે વી. પટેલ એન્ડ કૂ, જેતપુર

જવાબ: પ્રથમ વિવાદ અરજી ના મંજૂર થઈ હોય તો પ્રથમ અપીલનો આદેશ મળ્યા હોવાના 3 મહિનામાં અપીલ દાખલ કરવાની રહ છે. આ અપીલમાં પણ યોગ્ય કારણ દર્શાવવામાં આવે તો આ અરજી વધુ એક મહિના સુધી એટ્લે કે 4 મહિનામાં કરવાની રહે છે.


  1. જી.એસ.ટી. હેઠળ નાણાકીય 2028 19 ના વર્ષ માટે ડિમાન્ડ આવેલ હતી જેના 10% ડિમાન્ડ ભરી અપીલ કરવામાં આવી હતી. . આ ડિમાન્ડ સામે અપીલ કરેલ હતી. પરંતુ હવે “એમ્નેસ્ટી સ્કીમ” આવતા હવે ઓર્ડર સામે કરવામાં આવેલ અપીલ પાછી ખેચી, SPL 2 ભરવામાં આવેલ છે. અમે ભરેલ પ્રિ ડિપોઝિટનું રિફંડ મળે? આ રિફંડની પ્રોસેસ કેમ કરવી? રાજેશ જે સુથાર, ભુજ-કચ્છ

જવાબ: આપના દ્વારા અપીલ દરમ્યાન જે પ્રિ ડિપોઝિટ ભરવામાં આવેલ છે તેનું રિફંડ “Other” કૉલમમાં મળશે.


  1. અમારા અસીલના કેસમાં DRC 07 માં ઓર્ડર આપવામાં આવેલ હતો. આ ઓર્ડરમાં માત્ર 16(4) નો જ મુદ્દો હતો અને આ કારણે રેકટીફિકેશન દાખલ કરેલ છે. આ બાબતે રિવાઈઝ ઓર્ડર 21.06.2025 ના રોજ પસાર થઈ ગયો છે. હવે કલમ128A ની સ્કીમમાં જવા અમારે પેમેન્ટ અને ફોર્મ ભાવમાં તારીખ કઈ તારીખ જોવાની રહી? મૂળ ઓરિજિનલ ઓર્ડરની કે રિવાઈઝ ઓર્ડરની? જગદીશ વ્યાસ એન્ડ કું, ડીસા

જવાબ: અમારા માટે રેકટિફિકેશનની અરજી પડતર છે એ કારણે અરજી એમ્નેસ્ટી સ્કીમ અંતર્ગત ચુકવણી કરવા અથવા અરજી કરવા માટે વધારાનો સમય મળે નહીં તેવો અમારો મત છે.


ખાસ નોંધ

  1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!