ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન દ્વારા જી.એસ.ટી. સરળ બનાવવા નાણાંમંત્રીને રજૂઆત

જી.એસ.ટી. ને વેપારીઓ માટે સરળ બનાવવો છે જરૂરી: જયેન્દ્ર તન્ના, પ્રમુખ
તા. 05.07.2025: જી.એસ.ટી. કાયદો લાગુ થયાને આઠ વર્ષ જેટલો સમય થાય ગયો છે. આટલા વર્ષોમાં જી.એસ.ટી. માં ઘણા સુધારા કરવામાં આવેલ છે. આ પૈકી ઘણા સુધારાઓ એવા છે જેના કારણે જી.એસ.ટી. કાયદો લાગુ થયો ત્યારથી ઘણો સરળ બન્યો છે. પરંતુ જી.એસ.ટી. હેઠળ ઘણા સુધારા એવા કરવામાં આવ્યા છે કે જેના કારણે વેપાર જગત અને ખાસ કરીને નાના વેપારીઑ અનેક મુશ્કેલી ભોગવી રહ્યા છે. આ પૈકી વેચનારની ચૂકના કારણે ખરીદનાર વેપારીને જે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બાબતે અનેક નોટિસો તથા રકમ ભરાવવામાં આવેલ છે તે બાબતે સૌથી વધુ હેરાનગતિ થઈ રહી છે.
વેપારીને પડી રહેલી વિવિધ મુશ્કેલી જેવી કે જી.એસ.ટી. હેઠળ માફી યોજના, વાહન સેવા જ્યારે SEZ માં આપવામાં આવે તે બાબતે ટેક્સ અંગે ખુલાસો, પેસેંજર વિહીકલની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બાબતે ખુલાસો, જી.એસ.ટી. નોંધણીની મર્યાદા સેવા પ્રદાતાઓ માટે 20 લાખથી વધારી 50 લાખ કરવાં, કમર્શિયલ વાહનો ઉપરના જી.એસ.ટી. દરો બાબતે ખુલાસો કરવા બાબતે, પેટ્રોલ-ડીઝલ ને જી.એસ.ટી. હેઠળ લાવવા, વાહનના થર્ડ પાર્ટી ઇન્સ્યુરન્સનો જી.એસ.ટી. ઘટાડવા જેવા મુદ્દા ઉપર ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન દ્વારા નાણાંમંત્રી તથા જી.એસ.ટી. કાઉન્સીલના ચેરમેનને રજૂઆત કરવામાં આવેલ છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે