ભાવનગર સેલ્સ ટેક્સ બાર એસોસીએશનના હોદ્દેદારોની વરણી: સાહિલભાઈ શાહ બન્યા નવા પ્રમુખ

સિનિયર ટેક્સ કન્સલ્ટન્ટ ભરતભાઇ શેઠ છે આ એસો. ના પ્રેસિડેંટ એમીરેટ્સ: નિલેષભાઈ રાજાઈ બન્યા માનદ્દ મંત્રી
તા. 08.07.2025: ભાવનગર સેલ્સ ટેક્સ બાર એસો. ના વર્ષ 2025-26 ના નવા હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવેલ છે. સંગઠનના પ્રમુખ તરીકે સાહિલભાઈ શાહ, ઉપ પ્રમુખ તરીકે નિખિલભાઈ શાહ, માનદ્દ મંત્રી તરીકે નિલેષભાઈ રાજાઈ, સહ મંત્રી તરીકે માધવ આર. ત્રિવેદી, ખજાનચી તરીકે તુષારભાઈ એન પંડ્યા, સહ ખજાનચી તરીકે જે કે પરમારની નિમણૂંક કરવામાં આવેલ છે. આ ઉપરાંત કારોબારીમાં અનિલભાઈ બી. ટેકવાણી, IPP તરીકે અને કારોબારી સભ્યો તરીકે અજયભાઈ એન. મહેતા, નિલેશભાઈ બી. ટેકવાણી, મિતુલભાઈ ડી. ત્રિવેદી, દુષ્યંતભાઈ પટેલ, કિશોરસિંહ ચુડાસમા., સતીષભાઈ ટેકવાણી તથા દેવલભાઈ ઉપાધ્યાયની નિમણૂંક થયેલ છે. આ ઉપરાંત વિવિધ સમિતિના ચેરમેન તરીકે ઓપન ફોરમ સમિતિમાં રમેશભાઈ એન. ત્રિવેદી, સ્ટડી સર્કલ સમિતિમાં વિનોદભાઈ સરવૈયા તથા કોન્ફરન્સ કમિટીમાં ભરતભાઈ જે. દવે ને નિમણૂંક આપવામાં આવેલ છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે
(સાહિલભાઈ પી. શાહ, પ્રમુખ, નિખિલભાઈ પી. શાહ, ઉપ પ્રમુખ તથા નિલેષભાઈ રાજાઈ, માનદ્દ મંત્રી)