ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા અન્ય એસો. ના સહયોગથી નડિયાદ ખાતે સેમિનારનું આયોજન

ધ ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસો તથા ધ ટેક્સ પ્રેકટિશનર એસો. નડિયાદ ના સાયુક્ત ઉપક્રમે થયું આયોજન
તા. 12.07.2025: ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટ, ધ સ્ટેટ ટેક્ષ બાર એસોસિએશન અને ધ ટેક્ષ પ્રેક્ટિશનર એસોસિએશન નડિયાદ ના સંયુક્ત ઉપક્રમે ઈન્ક્મટેક્સ અને જીએસટી કાયદા અન્વયે હોટેલ જલાશ્રય રિસોર્ટ ખાતે બીજો મોફીસીયલ સેમિનાર યોજાયો. આ સેમિનારના મોફીસીયલ કમિટી ચેરમેન કાર્તિકભાઈ શાહ,એજીએફટીસી પ્રમુખ આશુતોષ ઠક્કર, ટીપીએ પ્રમુખ પ્રેમલ શાહ, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ રમેશભાઈ ત્રિવેદી, એજીએફટીસી મંત્રી પાર્થ દોશી, ટીપીએ મંત્રી દિવ્યેશ જોટાણીયા ધ ગુજરાત સ્ટેટ ટેક્સ બાર પ્રમુખ નરેન્દ્ર કરકર, મંત્રી પંકજ શાહ, વક્તાશ્રી હરિત ધારીવાલ, સીએ પથિક શાહ ના વરદહસ્તે સેમિનાર ઉદઘાટિત કરેલ.ઇન્કમટેક્સ વિષય પર વક્તા શ્રી હારિત ધારીવાલ અને જીએસટી વિષય પર સીએ પથિક શાહે ઉમદા અને રસપ્રદ વક્તવ્ય આપ્યા હતા.
આ પ્રસંગે ત્રણેય એસોસિએશન ના પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રીઓ, કારોબારી સભ્યો, જનરલ સભ્યો, અમદાવાદ, વડોદરા, ભાવનગર, આણંદ, નડિયાદ, કપડવંજ ટેક્ષ વ્યવસાયિઓ મોટી સંખ્યામાં જોડાઈને આ સેમિનાર ને સફળ બનાવેલ: અમિત સોની, ટેક્સ ટુડે