ક્રોસ એમ્પાવરમેન્ટ કરદાતાઓ માટે મદદરૂપ કે ભ્રમ?

0
Spread the love
Reading Time: 10 minutes

જી.એસ.ટી. કાયદાની કલમ 6(2) ક્યારેક કરદાતાઓ માટે બની જાઈ છે મજાક!!

એડવોકેટ અક્ષત વ્યાસ

તા. 19.07.2025:

GST લાગુ પડયા પછી એક ભારત, એક કરની કલ્પના સાચે સાચી બની. આજે GST એક કાયદો નથી પરંતુ અનેક કાયદાઓ અને અનેક નિયમોનો સમૂહ છે જેને એક સિસ્ટમ દ્વારા બાંધી રખાયેલ છે અહી કેન્દ્ર અને રાજ્ય બંને કાયદાકીય રીતે સમાન રીતે બંધાયેલ છે અને સમાન રીતે ભાગીદાર છે. આજે દરેક કરદાતાઓ પર CGST અને SGST બંને લાગુ પડે છે અને કાયદાનું પાલન કરાવવાનું કામ પણ રાજ્ય અને કેન્દ્ર સમાન રીતે કરે છે. અહી રાજ્ય અને કેન્દ્ર એક જ કાયદાનું સમાન રીતે પાલન કરાવતા જોવા મળે છે અને તેથી કો-ઓપરેટિવ ફેડરેલીઝમનું એક ઉતમ ઉદાહરણ સ્થાપિત થાય છે. બીજા શબ્દોમાં જોઈએ તો રાજ્ય અને કેન્દ્ર બંને દરેક કરદાતાઓ પર એક સરખી રીતે દરેક નજર રાખે છે પરંતુ આ બેવડી નજર કરદાતાઓને પરેશાન ન કરે તે હેતુથી GST કાયદામાં કલમ 6 દાખલ કરવામાં આવી હતી. આ કલમ હેઠળ State Tax Authorities અને Central Tax Authorities એકબીજાના પૂરક અને પરસ્પર સહયોગી અધિકારી બની શકે છે અને કાયદાની ભાષામાં જોઈએ તો બંને કોઈ એક કરદાતા માટે proper officers બની શકે છે.

પરંતુ અનેક વખત એવું જોવા મળે છે કે આ વ્યવસ્થાનો ખોટો અર્થ કાઢીને, કોઈ એક કરદાતા માટે એક વિભાગ પછી બીજું વિભાગ ફરીથી કાર્યવાહી કરે છે – જે આ કલમ દાખલ કરવા પાછળ સરકારના ઉદેશનું ઉલ્લંઘન છે.

  • કાયદો શું કહે છે?

Section 6, CGST Act કહે છે:

“(1) Without prejudice to the provisions of this Act, the officers appointed under the State Goods and Services Tax Act or the Union Territory Goods and Services Tax Act are authorised to be the proper officers for the purposes of this Act, subject to such conditions as the Government shall, on the recommendations of the Council, by notification, specify..”

એટલે કે કેન્દ્રીય અને રાજ્ય અધિકારીઓ વચ્ચે કાર્યવિભાજન હોવા છતાં, કાયદેસર રીતે કોઈ એક અધિકારી, બંને કાયદા હેઠળ કાર્યવાહી કરી શકે છે.

“(2) Subject to the conditions specified in the notification issued under sub-section (1),-

(a) where any proper officer issues an order under this Act, he shall also issue an order under the State Goods and Services Tax Act or the Union Territory Goods and Services Tax Act, as authorised by the State Goods and Services Tax Act or the Union Territory Goods and Services Tax Act, as the case may be, under intimation to the jurisdictional officer of State tax or Union territory tax;

(b) where a proper officer under the State Goods and Services Tax Act or the Union Territory Goods and Services Tax Act has initiated any proceedings on a subject matter, no proceedings shall be initiated by the proper officer under this Act on the same subject matter.”

એટલે કે કેન્દ્રીય અને રાજ્ય અધિકારીઓ કેન્દ્ર અને રાજ્ય એમ બંને કાયદાઓ હેઠળ હુકમ કરવા હક્કદાર છે અને જ્યારે કોઈ અધિકારીએ એક વિષય પર કોઈ કાર્યવાહીઓ શરૂ કરેલ હોય ત્યારે તે વિષય પર બીજા અધિકારીઓએ કાર્યવાહીઓ કરી શકશે નહીં.

“(3) Any proceedings for rectification, appeal and revision, wherever applicable, of any order passed by an officer appointed under this Act shall not lie before an officer appointed under the State Goods and Services Tax Act or the Union Territory Goods and Services Tax Act.”

એટલે કે રાજ્યના અધિકારીઓ દ્વારા પસાર કરાયેલ હુકમ વિરુધ્ધ કરદાતા રાજ્યના અધિકારીશ્રી સમક્ષ જઈ શકશે અને કેન્દ્રના અધિકારીશ્રીઓના હુકમ વિરુધ્ધ અધિકારીશ્રીઓ કરદાતા કેન્દ્રના અધિકારીશ્રી સમક્ષ જઈ શકશે.

આમ, કાયદો બહુ જ સ્પષ્ટ છે અને કરદાતાઓને તેઓ ઉપર બેવડી બાજ નજર હોવાનો અહેસાસ કરાવે છે અને તે સાથે સાથે અધિકારીઓને કઈ કાર્યવાહી ન કરવી તે બાબતે લક્ષમન રેખા દેખાડે છે.  

  • CBICના પરિપત્રો અને SOPs – શું માર્ગદર્શન આપે છે?

સરકાર પણ કાયદા જેટલી જ સ્પષ્ટ છે અને પરિપત્ર નંબર Circular No. 01/01/2017-GST dated 20.06.2017 થી જાણાવે છે તે મુજબ જે અધિકારી પ્રાથમિકરૂપે કોઈ કાર્યવાહી શરૂ કરે છે (જેમ કે inspection, audit, adjudication), એજ અધિકારી આખી પ્રક્રિયા સંપૂર્ણ કરે. અને જે વિભાગે પ્રક્રિયા કરેલ હોય તે સિવાયનું એટલે કે બીજું વિભાગ જે તે પ્રક્રિયામાં ભાગ ન લે.

આવી જ રીતે Circular No. 03/03/2017-GST dated 05.07.2017 થી Show Cause Notice આપવા માટે નિયત શરતો ની સાથે સાથે સૂચિત કરાયેલ કે જો કોઈ કિસ્સામાં ITC મુદ્દો પહેલેથી મંજૂર છે, તો બીજું વિભાગ એ પર ફરીથી Show Cause Notice આપી શકે નહીં.

વધુમાં ખાતાકીય સૂચના આપી CBIC બોર્ડ દ્વારા Instruction No. 01/2022-GST (F. No. CBIC-20006/26/2021-GST), dated 05.01.2022 સૂચિત કરાયેલ છે કે Dual adjudication ટાળવા બાબતે સૂચિત કરી અધિકારીઓને કોઈ કરદાતા પર અગાઉ થઈ ગયેલ કાર્યવાહીઓ ચકાસવા અને પછી જો શક્ય હોય તો રિવિઝન, અપીલ જેવી પ્રક્રિયાઓ કરવા માટે સૂચના અપાયેલ છે.

  • ન્યાયિક ચુકાદાઓ:

Ramesh Electricals & Engineering Works vs State of UP – 2021 (51) G.S.T.L. 218 (All) ના પેરા 22 માં જાનાવાયેલ છે તે મુજબ એક વખત ITC મંજૂર થયું હોય, તો એ ઉપર ફરીથી નોટિસ આપવી એ પૃષ્ઠભૂમિ વિના દંડસજ્જ હથિયાર ગણાય.

Epsilon Enterprises vs Union of India – 2022 (64) G.S.T.L. 120 (Kar.) ના પેરા 27 માં જણાવ્યુ છે કે જ્યાં કેન્દ્રના અધિકારી પહેલેથી પરીક્ષણ કરી ચૂક્યા હોય, ત્યાં રાજ્ય અધિકારીઓ દ્વારા Parallel SCNs લાગુ પડે નહીં.

Kashmir Conductors vs UOI – 2021 (45) G.S.T.L. 297 (J&K) ના પેરા 14 માં જનાવાયેલ છે તે મુજબ Cross empowerment નો અર્થ “coordination” છે, “competition” નહિ.

વિવાદાસ્પદ પ્રક્રિયાઓ: હાલ એવા કિસ્સાઓ અનેક જોવા મળે છે જ્યાં ઉપર જણાવેલ કાયદા, નિયમો, સૂચનાઓ અને અદાલતોના ચુકાદાઓનો સરેઆમ ભંગ થાય છે જેના ઉદાહરણ જોઈએ તો દાખલા તરીકે કોઈ એક કરદાતાને ત્યાં રાજ્ય વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી અને જે તે રેડ દરમિયાન તે વેપારીનું તમામ હિસાબી સાહિત્ય અને તમામ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા. અનેક મહિનાઓની તપાસ બાદ અને અનેક સમન્સ બાદ તે વેપારીની અમુક ખરીદીઓ બોગસ છે અને તેથી તેની ITC મળી શકે તેમ નથી તે રીતનો હુકમ કરવામાં આવ્યો. આનો મતલબ એ થયો કે બાકીની ખરીદીઓ જેન્યૂન છે તેવું અધિકારીશ્રીએ પરોક્ષ રીતે જણાવ્યુ અને તે પછી રાજ્યના જ કોઈ બીજા વિભાગ દ્વારા અથવા કેન્દ્રના વિભાગના બીજા અધિકારીઓ દ્વારા ફરી તે વેપારીને નોટિસ આપવામાં આવી અને જે ખરીદીઓ સાપેક્ષ પહેલા અધિકારીશ્રીને શંકા ઉપસ્થિત થયેલ ન હતી તે ખરીદીઓ બોગસ છે તેવું જણાવી ફરી નોટિસ ઇસ્યુ કરવામાં આવી.

હા, એક વાત સાચી છે કે ઈશ્વર સિવાય કોઈ સંપૂર્ણ નથી અને સર્વગુણ સંમપન્ન પણ નથી અને માણસ માત્ર ભૂલને પાત્ર જ રહેવાનો અને જેમ કરદાતા ભૂલ કરે તેમ જ અધિકારીઓ પણ ભૂલ કરી શકે છે અને તેથી પ્રથમ અધિકારીશ્રીએ જે ખરીદી પરોક્ષ રીતે જેન્યૂન (બિન વિવાદાસ્પદ) ગણેલ છે તે ખરીદી બાબતે અમુક હકીકત તપાસ કરતાં કઈ ચૂક કરેલ હોય પરંતુ તેવા સંજોગોમાં બીજા અધિકારીશ્રી યોગે અનુમતિથી રિવિઝન કરી શકે છે અને તે માટે કાયદામાં નિયમો સૂચિત છે જ પરાંતતું તેવું નહીં કરીને કાયદામાં ક્યાય નથી તેવી પ્રણાલી અપનાવાઈ રહી છે અને એક જ વેપારીને ફરી ફરીને આકારણી કરાવવી પડે છે. આવું ફરીથી એજ મુદ્દા ઉપર re-adjudication કરવાની સત્તા કાયદામાં કોઈને આપવામાં આવી નથી છ્તા આવું થતું જ રહે છે અને અનેક વેપારીઓ આવી સમાનાર્થી પ્રક્રિયાઓનો ભોગ બની રહ્યા છે.

  • વિદેશી કરવ્યવસ્થાઓમાં શું થાય છે?

વિશ્વના અનેક દેશોએ એકત્રિત કર વ્યવસ્થાઓ (unified tax administrations)થી અપાર અનુભવ મેળવ્યો છે અને તેને હિસાબે તે દેશમાં વેપાર વૃધ્ધિઓ પણ નોંધાઈ છે. ઓસ્ટ્રેલીયામાં ATO (Australian Taxation Office) નું એકમાત્ર ફ્રેમવર્ક છે એટલે એક અધિકારી સંપૂર્ણ તપાસ કરે છે, અને બીજી એજન્સીઓ સાથે માહિતી શેર કરે છે. અહી એક જ મામલે બિનજરૂરી પુનઃનોટિસ મંજૂર નથી. કેનેડામાં CRA (Canadian Revenue Agency) Dual authorities છે, પણ centralized audit coordination platform છે, જ્યાં એક અધિકારી કાર્યરત હોય તો બીજું વિભાગ માત્ર ટેક્નિકલ સહાય કરે છે, અહી પણ એક અધિકારીના હુકમ બાદ બીજા અધિકારીઓએ ફરીથી માંગણું ઉપસ્થિત કરવાની સત્તા નથી. યુનાઈટેડ કિંગડમમાં HMRC સિસ્ટમ છે જ્યાં કરદાતાઓને પ્રાથમિક દ્રષ્ટિએ સાચા જ છે તેવું માનવામાં આવે છે અને અહી duplicate inquiry થાય ત્યારે tribunal દ્વારા તરત જ મનાઈ હુકમ મળી જાય છે અહી માનવું છે કે “Once decided, cannot be reopened”  પાકિસ્તાનમાં Federal Board of Revenue દ્વારા Federal Sales Tax અને Provincial Sales Tax (PST) બંને પ્રકારના વેરાઓ લેવાય છે અહી પરંતુ અહી 2021 માં કરદાતાઓની તકલીફોના નિવારણ માટે centralized tax enforcement તરફ કદમ માંડ્યા છે. અહી પણ સબસ્ટાન્સ ઓફ કોર્ટના ચુકાદાઓ અનુસાર એક ઓથોરિટી દ્વારા ITC (input adjustment) અંગે કોઈ નિર્ણય લેવાઈ ગયા બાદ બીજી ઓથોરિટી એ મુદ્દે ફરીથી કાર્યવાહી કરવી Double Jeopardy માનવામાં આવે છે. ભારતના જૂના મિત્ર એવા રશિયામાં Federal Tax Service દ્વારા ITC/Tax Refund તપાસ થાય છે. અહી એક વખત “field audit” પૂર્ણ થાય પછી, જો અપીલ ન થાય તો એને final માનવામાં આવે છે. અને પછી તેમાં બીજી કોઇ એજન્સી પ્રશ્ન ઉઠાવે તો તે નિયમિત રીતે દંડપાત્ર ગણાય છે. આજે વિશ્વમાં વ્યાપાર અને નિકાસમાં ડંકો વગાડનાર એવા ચાઈનામાં State Taxation Administration છે જે હેઠળ દરેક કેસ માટે એક વિશિષ્ટ ટિમ બનાવી દેવામાં આવે છે અને જેઓને તપાસની દરેક સત્તાઓ પ્રાપ્ત થાય છે પરંતુ અહી પણ જો કોઇ ટીમ દ્વારા કોઈ કિસ્સામાં ITC allow કરી દેવામાં આવે છે અને જે કરદાતાએ ઓડિટ પ્રક્રિયા પૂર્ણ કરેલ હોય તે કરદાતાને બીજી ઓથોરિટી કારણ દર્શક નોટિશ ઇસ્યુ નથી કરતી. GST India માટે પણ એવો જ દૃષ્ટિકોણ અપનાવવો હવે સમયની માંગ છે. ભારતના ક્રોસ એમ્પાવરમેન્ટ મોડલને હવે એ સ્તરે લઈ જવાની જરૂર છે જ્યાં અધિકારીઓના સમન્વયથી કરદાતાઓની શાંતિમાં બાધા ન આવે.

  • ડોકટરીન ઓફ ફાઇનાલિટી

કાયદાના અર્થઘટનનો આ એક મહત્વનો સિધ્ધાંત છે અને તે મુજબ, જો કોઈ વહીવટી અધિકારી કોઈ મુદ્દે કોઈ ચુકાદો આપે છે તો તેને અંતિમ માનવો જોઈએ.

GST ના સંદર્ભમાં જોઈએ તો જો કોઈ અધિકૃત અધિકારી (proper officer) કાયદેસર રીતે કાર્યવાહી કરીને હુકમ આપે છે – અને જેમાં પક્ષકારને પોતાની દલીલો, પુરાવા, અને બહેસ કરવાની પૂરતી તકો મળી હોય, અને પછી જે હુકમ પસાર થાય તે હુકમ “Final Order” તરીકે માનવામાં આવે છે. એ હુકમ પછી ફરીથી એજ મુદ્દે Show Cause Notice આપી શકાય નહીં હા, પછીથી ઉપસ્થિત મુદ્દાઓ સબબ Revision અથવા Appellate process હાથ ધરી શકાય છે.

મે. Kamlakshi Finance Corporation Ltd. vs. Union of India – 1991 (55) ELT 433 (SC) ના કેસમાં નામદાર સર્વોચ્ચ અદાલતે પેરેગ્રાફ 6 માં નોંધ્યું છે તેમ It is not open to the adjudicating authority to disregard the orders of the appellate authority. Such an act would be destructive of the rule of law and open floodgates of arbitrary exercise of power.” જે સ્પષ્ટ કરે છે કે એકવાર higher or competent authority એ કંઈ નક્કી કરી દીધું હોય, તો બીજી authority એ મુદ્દો ફરીથી નહીં ઉઠાવી શકે – વગર proper revision/Audit reopening કર્યાના.

તેવી જ રીતે Union of India vs. D.N. Aggarwal – AIR 1992 SC 96 ના કેસમાં પેરેગ્રાફ 9 માં જણાવ્યા મુજબ When a decision is rendered by a competent authority, it must be presumed to have been rendered after full application of mind unless expressly shown otherwise. Reopening of the same matter by another authority without legal basis would offend the finality of such decisions.” આમ અહી આ ફાઈનલિટીના સિદ્ધાંતને સબળ ટેકો મળે છે અને તેથી કહી શકાય કે જો ફરી ફરીને કોઈ authority એજ મુદ્દે action લે છે, તો તે કાયદાની રમત બની જાય છે.

CCE vs. Flock India Pvt. Ltd. – 2004 (170) E.L.T. 22 (SC) ના કેસમાં પેરેગ્રાફ 10-12 માં જણાવ્યુ છે તે મુજબ If an adjudication order has attained finality either due to not being challenged in appeal or being confirmed on appeal, the Department cannot issue a second SCN on the same issue to circumvent the order.” અહી ખાસ કરીને GST જેવા બિલ્ટ-ઈન રિવિઝન માળખાવાળા કાયદાઓને માર્ગદર્શક સિધ્ધાંત મળે છે.

  • કુદરતી ન્યાયનો સિધ્ધાંત

કુદરતી ન્યાયનો સિધ્ધાંત પણ કહે છે કે કોઈ પક્ષકાર પર એક જ મુદ્દે પુનઃ કાર્યવાહી કરવી તે કાયદા હેઠળ અપાયેલ revisional power ની અવહેલના છે. કોઈપણ અધિકારી જ્યારે પક્ષકાર સામે કાર્યવાહી કરે ત્યારે તેણે આડિટ, ઇન્સ્પેક્શન, કારણ દર્શક નોટિશ, વગેરે માટે યોગ્ય તકો આપવી જોઈએ. વધુમાં, જે મુદ્દે પહેલેથી પ્રતિસાદ અપાઈ ગયેલ હોય અને ચુકાદો આવી ગયો હોય, એજ મુદ્દે ફરીથી પ્રશ્ન ઉઠાવવો – એ ન્યાયસંગત નથી, ખાસ કરીને ત્યારે કે જ્યારે તે હુકમ હજુ રદ કરાયો ન હોય.

State of Orissa vs. Dr. Binapani Dei – AIR 1967 SC 1269 ના કેસમાં નામદાર સર્વોચ્ચ અદાલતે પેરેગ્રાફ 7 માં જણાવ્યુ છે તે મુજબ Even an administrative order which involves civil consequences must be made consistently with the rules of natural justice.” એટ્લે કે જે મુદ્દે જવાબ, પુરાવા, અને તપાસ થઈ ગઈ હોય, તે મુદ્દે ફરીથી એજ બાબત ઉપર Show Cause કરવી એ “civil consequences without procedure” કહેવાશે.

મે. Meenakshi Associates vs. Commissioner of GST – 2019 (30) G.S.T.L. 578 ના કેસમાં મદ્રાસ હાઈકોર્ટે પેરેગ્રાફ 16 માં નોંધ્યું છે તે મુજબ Reopening a matter without affording opportunity or without clearly invoking revisional or appellate provisions amounts to violation of natural justice.” એટ્લે કે જો બીજું વિભાગ વગર રિવિઝનની પ્રક્રિયા શરૂ કર્યા પછી ફરીથી SCN આપે – તો એ violation of natural justice ગણાય.

તેવી જ રીતે મે. Vianaar Homes Pvt. Ltd. vs Union of India – 2022 (63) G.S.T.L. 110 ના કેસમાં દિલ્હી હાઇકોર્ટે પેરેગ્રાફ 17 માં નોંધ્યું છે તે મુજબ The doctrine of election and principles of finality apply squarely in taxation matters. Once an officer has examined and adjudicated upon a particular input tax credit claim, re-adjudication on the same issue by another officer is impermissible.” આ ચુકાદો આપણાં મુદ્દાને સીધી રીતે જ ટેકો આપે છે – જ્યાં અદાલતે નોંધ્યું છે કે પ્રથમ અધિકારી દ્વારા ITC allow થયા પછી બીજું વિભાગ એ ITC પર ફરીથી નોટિસ આપી શકતું નથી.

જ્યારે કોઈ અધિકારી યોગ્ય રીતે હુકમ આપે છે – અને તે હુકમની સામે કરદાતા પાસે પોતાનું બચાવ રજૂ કરવાની તક રહી હોય – ત્યારે એવું હુકમ કાયદેસર રીતે અંતિમ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં બીજી ઓથોરિટી એજ વિષય પર ફરીથી Show Cause Notice આપે તો તે ભારતના ન્યાયતંત્ર દ્વારા સ્વીકૃત Doctrine of Finality અને Principles of Natural Justice નો સરેઆમ ભંગ છે. Supreme Court તથા વિવિધ હાઈકોર્ટ દ્વારા આપેલ અસંખ્ય ચુકાદાઓથી આ વાત પષ્ટ થઇ છે કે એકવાર વિવાદ પર નિર્ણય થઈ જાય પછી બીજું વિભાગ એની પુનરાવૃત્તિ નહીં કરી શકે – જયાં સુધી revisional અથવા appellate process ના માર્ગને અનુસરવામાં ના આવે.”

આ બંને સિદ્ધાંતો ભારતીય ન્યાયતંત્રના પાયો છે, અને અધિકારીઓ દ્વારા તેમની અવગણના કરવામાં આવે ત્યારે તે કાયદા વિરુદ્ધ અને ન્યાય વિરુદ્ધ બંને બની જાય છે.

  • Previous Experience:

ગુજરાતમાં GST ના અમલ પહેલા ગુજરાત મૂલ્ય વર્ધિત વેરા અધિનિયમ અમલમાં હતો અને વેટ કાયદાની સંપૂર્ણ દેખરેખ આપણાં તે સમયના મુખ્યમંત્રીશ્રી આપણાં ગુજરાતના પનોતા પુત્રશ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કરેલ હતી આ કાયદામાં આકારણી અને મુદ્દા આધારિત આકારણી એમ બે અલગ અલગ જોગવાઈ હતી અને જ્યારે આકારણી થતી ત્યારે વેપારીના આખા વર્ષના ચોપડાઓ અને તે સબબ સાદર કરાયેલ પત્રકોની ખરાઈ થતી પરંતુ જ્યારે મુદ્દા આધારિત આકારણી થતી ત્યારે કોઈપણ અધિકારી કોઈપણ માહિતીના આધારે માત્ર એકાદ મુદ્દો ચકાસવા માટે વેપારીઓને બોલાવતા પરંતુ પોતાની આવડત અને કાયદાની પરિધિમાં તેઓ તમામ ચોપડાઓ ચકાસતા જેથી વેપારીને બીજી વખત બીજા કોઈ મુદ્દા આધારિત આકારણી ન કરાવવી પડે અને તેવી જ રીતે બીજા કોઈ અધિકારીશ્રીનો બીજા મુદ્દાઓ આધારિત આકારણી કરવામાં સરકારી સમયનો વેડફાટ ન થાય. આવી જોગવાઈ GST ના કાયદામાં છે નહીં પરંતુ છ્તા GST ના અધિકારીશ્રીઓ વેપારીએ કરેલ 100 ખરીદી પૈકી 1 ખરીદી ચકાસવા માટે નોટિશ આપે છે અને તે સિવાય કઈ તપાસતા નથી અને પછી બીજા અધિકારી તે જ વેપારીને બાકી રહેલ 99 પૈકી બીજા 2 વેપારી પાસેથી માલ ખરીદ કરવા નોટિશ આપે છે. અહી જો પહેલા અધિકારી દરેક 100 વેપારીઓની તપાસ કરી લે તો વેપારીનું સત્ય છે તે જ બહાર આવવાનું છે અને બીજી, ત્રીજી વખત વેપારીએ અધિકારીઓએ પાસે બીજી ખરીદીની વિગતો માંગવા જવું ન પડે.   

  • કરદાતા અને અધિકારી બંનેનો સમય બચાવવા માટે સૂચન

કરદાતાઓ એ જો કોઈ ITC બાબત પર પહેલેથી નોટિસ મળેલ હોય, જવાબ આપ્યો હોય અને ઓર્ડર આવી ગયો હોય, તો પછી આવી બીજી નોટિસની કાયદેસરતા પર સવાલ ઉઠાવો જોઈએ અને જેમાં અલગ અલગ પરીપત્રો તથા ચુકાદાઓનો ઉલ્લેખ કરવો જોઈએ. અને છ્તા જો વારંવાર અધિકારીઓ એક જ કાર્યવાહીઓ કરતાં રહે તો વાડી અદાલતોનો ઉપયોગ કરીને રીટ દાખલ કરવી જોઈએ.

અધિકારીઓ એ સરકાર તથા ઉચ્ચ વહીવટી અધિકારીઓએ લેખિતમાં આપેલ સૂચનાઓ સાભાર પરીપત્રો અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝરનું પાલન કરવું જોઈએ અને જરૂર જણાય તો કાયદા અને પ્રણાલીમાં જે સત્તાઓ છે તેનો ઉપયોગ કરીને પુનઃ આકારણી નહીં પરંતુ રિવિઝન કાર્યવાહીઓ કરવી જોઈએ.

કલમ 6(2) GST ના soul of coordination ને આવરી લે છે. જો અમે એને સમજ્યા વિના અમલ કરીએ – તો એ “cross empowerment” નહીં, પણ “cross harassment” બની જાય છે. અધિકારીઓએ SOP અને circularsનું પાલન કરવું અને કરદાતાએ પણ પોતાના અધિકારોનું રક્ષણ કરવું – એ જ ન્યાય છે, એ જ વ્યવહારિકતા છે.

GST કાયદાનું માન્ય અમલ એ માત્ર કરદાતા માટે નહીં પરંતુ અધિકારીઓ માટે પણ સુરક્ષા છે. SOP, Circulars અને ન્યાયિક સિદ્ધાંતોનું પાલન કરવાથી જ સાથોસાથ સહયોગી કરવ્યવસ્થાનું સાચું પ્રતિબિંબ બની શકે.

(લેખક જાણીતા ટેક્સ એડવોકેટ અને અર્થશાસ્ત્રી છે. તેઓ જામનગર ચેમ્બર ઓફ કોમર્સના ભુતપૂર્વ સેક્રેટરી રહી ચૂક્યા છે. તેઓ ઓલ ઈન્ડિયા ફેડરેશનની નેશનલ એકસીક્યૂટીવ કમિટીના મેમ્બર છે)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!