એક જ ઇન્વૉઇસ માટે ડુપ્લિકેટ ઇ-વે બિલ બનવાથી, શું દંડ અને વ્યાજ સહિતની કરની માગણીઓને વ્યાજબી ગણાય?

Spread the love
Reading Time: 4 minutes

 

 

 

દર્શિત શાહ (Tax Consultant)

વેપારીએ એક માલ માટે બે વખત બનેલા ઇ-વે બીલ માટે બે વખત ટેક્સ ભરવાની નોટીસ

તા.૨૦.૦૮.૨૦૨૫: જીએસટી કાયદામાં સમગ્ર ભારતમાં માલ ની હેરફેર પારદર્શક રહે અને સુનીચ્છિત અનુપાલન થાય તે માટે CGST નિયમો, 2017 ના નિયમ 138 મુજબ અમુક મુક્તિ સિવાયના કિસ્સામાં માલ ની હેરફેર માટે ઇ-વે બિલ બનાવવું અનિવાર્ય છે. જે GST પોર્ટલ પર જનરેટ થાય છે અને જે inter-State and intra-State માલ ની હેરફેર માટે અનિવાર્ય છે. ઇ-વે બીલ એ માલ-સામાનની રીયલ ટાઈમ ટ્રેકિંગ સક્ષમ કરે છે. CGST એક્ટ, 2017 ની કલમ 68 સરકાર ને સત્તા આપે છે કે નિર્દિષ્ટ થ્રેશોલ્ડ (હાલમાં ₹50,000) કરતાં વધુ મૂલ્યના માલ-સામાનની હેરફેરના વ્યવહારોમાં કોઈપણ વ્યક્તિએ નિયત દસ્તાવેજો ને ઉપકરણો મુખ્યત્વે ઈ-વે બિલ, ઇન્વૉઇસ, સપ્લાયનું બિલ અથવા ડિલિવરી ચલન સાથે રાખવું આવશ્યક છે.

ઘણા કિસ્સામાં વેપારી એક જ ઈન્વોઈસ માટે બે વખત ઈ-વે બિલ બનાવી દીધા હોય છે અને ઘણી વખત ટ્રાન્સપોર્ટર પણ એ જ ઈન્વોઈસ પર ફરી થી ઈ-વે બિલ બનાવ્યું હોય છે. વધુમાં એવા ઘણા કિસ્સા છે જેમાં ”bill to” ”ship to” ના વ્યવહારો એટલેકે જ્યાં વેચનાર વેપારીએ માલ ખરીદનાર વેપારી ના એડ્રેસ ના બદલે કોઈ ત્રીજા વેપારીના અડ્રેસ્સ પર મોકલવાનો હોય છે જે સામાન્ય રીતે ટ્રાન્સપોર્ટ ખર્ચ તથા સમય બચાવવા માટે વેપારીઓ કરતાં હોય છે. આવા કિસ્સાઓ માં ઘણી વખત વેપારીઓ બે વખત ઈ-વે બિલ ભૂલ થી બનાવેલા હોય છે. તાજેતરમાં જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા કરદાતાઓને મોટા પ્રમાણમાં ઇ-વે બિલની નોટીસ પાઠવવામાં આ‌વી રહી છે. જે કરદાતાઓ દ્વારા બે ઇ-વે બિલ બનાવ્યા હોય તેવા કિસ્સાઓમાં CGST એક્ટ, 2017 ની કલમ 74 હેઠળ DRC-૦૧ ફોર્મ અને ડુપ્લીકેટ ઇ-વે બિલનું લિસ્ટ બનાવીને તેમને વ્યાજ અને પેનલ્ટી સાથેની નોટીસ પાઠવવામાં આ‌વી છે.

હવે સમજીયે CGST એક્ટ, 2017 ની કલમ 74 શું કહે છે,
74. Determination of tax not paid or short paid or erroneously refunded or

Input tax credit wrongly availed or utilised by reason of fraud or any willful-

misstatement or suppression of facts:

એટલેકે જે કિસ્સામાં વેપારી દ્વારા છેતરપિંડી, જાણી જોઈને ખોટું સ્ટેટમેન્ટ આપવું, અથવા તો હકીકત છુપાડી હોય તેવા કિસ્સામાં અધિકારીને CGST એક્ટ, 2017 ની કલમ 74 અંતર્ગત નોટિસ પાઠવવાની સત્તા છે.પરંતુ જીએસટી અધિકારીઓ દ્વારા સત્તા નો દૂરઉપયોગ કરી કશું વિચાર્યા વગર કલમ 74 અંતર્ગત નોટિસ બજાવવામાં આવી રહી છે. મોટાભાગ ની નોટિસોમાં કોઇ પણ પ્રકારની શોધખોળ અને કારણો લખેલા નથી. હકીકતમાં અધિકારીઓ જોડે કોઈ એવા પુરાવા હોવા જરૂરી છે જેના થી એ સાબિત થાય કે વેપારીએ કરચોરી કરવાના ઈરાદા થી બે વખત ઇ-વે બિલ બનાવ્યા છે.

વધુમાં ભૂલથી બનેલું ઇ-વે બિલ પોર્ટલમાં નિર્ધારિત કરેલ સમય મર્યાદામાં કેન્સલ કરવાનું હોય છે, પણ પોર્ટલ પર નિર્ધારિત કરેલ સમયમર્યાદા ૨૪ કલાકની હોવાથી ઘણા વેપારીઓ ઇ-વે બિલ કેન્સલ કરવાનું ચુકી જતા હોય છે. વધુમાં ઘણી વખત ટ્રાન્સપોર્ટર પણ જાતે ઇ-વે બિલ નીકળી દેતા હોય છે જેનાથી વેપારી અજાણ હોય છે તેવા કિસ્સામાં બે વખત જીએસટી કર ભરવાનો ના થાય.હાલમાં વેપારી વર્ગ ને બજાવામાં આવેલી બલ્ક તથા સ્ટેરીઓ ટાઈપ નોટિસોમાં અધિકારીઓ દ્વારા  CGST એક્ટ, 2017 ની કલમ 74 ને ધ્યાને લઇ ને બજાવી છે પરુંતુ છેતરપિંડી, ઇરાદાપૂર્વક ખોટું નિવેદન અથવા તથ્યોને દબાવ્યા વિના CGST કાયદાની કલમ 74 નો ઉપયોગ કરવો એ કાયદેસર રીતે બિનટકાઉ છે. વિવિધ લોક અદાલતો ના ચુકાદાઓ એ આ વાત ને ટેકો આપ્યો છે.

અલ્હાબાદ હાઈકોર્ટે – ભારત મિન્ટ એન્ડ એલાઈડ કેમિકલ્સ ના કેસમાં જણાવ્યું હતું કલમ 74 અંતર્ગત આપવામાં આવેલી નોટિસમાં કોઈ પણ જગ્યા એ છેતરપિંડી કે ઇરાદાપૂર્વક ખોટું નિવેદન અથવા તથ્યોને દબાવ્યા નું સાબિત થતું નથી. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રારંભિક કાર્યવાહી કલમ 73 હેઠળ હતી, અને અનુગામી SCN કલમ 74 હેઠળ જે ટેક્સ ઓથોરિટી પાસે સ્પષ્ટ શરતોની ગેરહાજરીમાં કલમ 74 હેઠળ SCN કોર્ટે રદ કરવાનો હુકમ કર્યો.

માનનીય મદ્રાસ હાઈ-કોર્ટ દ્વારા મેસર્સ ગણેશ એન્જિનિયરિંગ વિરુદ્ધ આસિસ્ટન્ટ કમિશનર (
ST) ના કેસમાં આવેલ ચુકાદો પણ ઘણો અગત્યનો છે. એવા ઘણા કિસ્સાઓ છે જેમાં શરૂઆતના સમય માં વેપારીઓ દ્વારા કે તેમના એકાઉન્ટન્ટ દ્વારા અજાણતા એક જ ઈન્વોઈસ પર બે વખત ઈ વે બિલ બનેલા છે ,જયારે માલ ની હેરફેર એક જ વખત થયેલ છે. માનનીય મદ્રાસ હાઈ-કોર્ટ દ્વારા મેસર્સ ગણેશ એન્જિનિયરિંગ વિરુદ્ધ આસિસ્ટન્ટ કમિશનર (ST) ના કેસમાં ૮ માર્ચ ૨૦૨૪ ના ચુકાદા માં માનનીય કોર્ટે એવો નિર્ણય આપ્યો કે જ્યાં ડુપ્લીકેટ ઈ-વે બિલ જનરેટ થયા હોય પણ કરચોરી નો સંકેત ના હોય તો આવી ભૂલ ને પ્રક્રિયાગત ભૂલ ગણાય, મદ્રાસ હાઈકોર્ટે ટેકનિકલ ભૂલ અને એ હકીકતને સ્વીકારી કે ડુપ્લીકેટ ઈ-વે બિલ બનેલ છે પણ કન્સાઈનમેન્ટ માત્ર એક જ વખત મોકલવામાં આવેલ છે.કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે જો સરકારને કોઈ મહેસૂલ નુકસાન ન થાય તો માત્ર ડુપ્લિકેટ ઈ-વે બિલ જનરેટ કરવાથી દંડની સજા ના થાય.
CGST એક્ટ, 2017 ની કલમ 74 – ફક્ત “(i) છેતરપિંડી અથવા (ii) કોઈપણ જાણીજોઈને- ખોટી નિવેદન અથવા (iii) હકીકતોના દમનને કારણે વપરાય. જયારે કલમ 73 – “છેતરપિંડી અથવા કોઈપણ જાણીજોઈને-અયોગ્ય નિવેદન અથવા તથ્યોના દમન સિવાયના કોઈપણ કારણોસર એટલે કે જો કર યોગ્ય રીતે ચૂકવવામાં આવ્યો નથી, ચૂકવવામાં આવેલ કર વાસ્તવિક જવાબદારીથી ઓછો છે જેવા કિસ્સાઓ માં વપરાય. બંને વચ્ચેનો નોંધપાત્ર તફાવત એ છે કે કલમ 74 માં ઉચ્ચ દંડ અને (ii) 74 હેઠળ સમય મર્યાદાની વિસ્તૃત અવધિ છે. અધિકારીઓ દ્વારા સામાન્ય સમજ કેળવ્યા વગર વેપારીની ભૂલને મોટી ગણીને તેના ઉપર વ્યાજ અને પેનલ્ટી સાથે નોટીસ આપવામાં આવે છે.

યાદ રાખો, મૌન એ સ્વીકૃતિ સમાન છે ! જરૂર જણાય તો નોટિસને પડકારો :

આવા કિસ્સાઓમાં, કરદાતાના મૂળભૂત અધિકારો અને જવાબદારી એ પ્રશ્ન કરવાનો છે કે “મને કલમ 74 હેઠળ નોટિસ શા માટે મળી રહી છે, જ્યારે છેતરપિંડીનો આવો કોઈ ઈરાદો નથી અથવા કોઈ જાણીજોઈને-અયોગ્ય નિવેદન અથવા હકીકતોનું દમન નથી કર્યું.

CBIC instruction No. 05/2023-GST dated 13-Dec-2023 નીચે મુજબ જણાવે છે:
From the perusal of wording of section 74(1) of CGST Act, it is evident that

section 74(1) can be invoked only in cases where there is a fraud or wilful mis- statement or suppression of facts to evade tax on the part of the said taxpayer. Section 74(1) cannot be invoked merely on account of non-payment of GST, without specific element of fraud or wilful mis-statement or suppression of facts to evade tax. Therefore, only in the cases where the investigation indicates that there is material evidence of fraud or wilful misstatement or suppression of fact to evade tax on the part of the taxpayer, provisions of section 74(1) of CGST Act may be invoked for issuance of show cause notice, and such evidence should also be made a part of the show cause notice.

એટલેકે કલમ 74 માત્ર GSTની ચુકવણી ન કરવાને કારણે ટ્રિગર થઈ શકતી નથી સિવાય કે છેતરપિંડી, ઇરાદાપૂર્વકની ખોટી રજૂઆત અથવા ટેક્સને છૂપાવવા માટે તથ્યો છુપાવવાના સ્પષ્ટ પુરાવા ન હોય. અધિકારીઓ દ્વારા બજાવેલી નોટિસોમાં કોઇ પણ પ્રકારની શોધખોળ અને પોતાના કારણો લખેલા નથી અને અન્ય વ્યક્તિઓની શોધખોળને ધ્યાનમાં લઇને નોટીસ ફટકારી દેવામાં આવી છે. આમ જે કિસ્સામાં વેપારી એ માત્ર ભૂલ થી બે વાર ઈ-વે બિલ બનાવી દીધું છે તે કિસ્સામાં કર, વ્યાજ અને દંડ ની માંગણી તદ્દન ખોટી છે. 
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તા. 11.08.2025 ના રોજ પ્રકાશિત થયેલ છે.)

(લેખક અમદાવાદ ખાતે પ્રેક્ટિસ કરે છે અને ધ ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસોસીએશનની કારોબારી સમિતિના સભ્ય છે)

error: Content is protected !!