GST રિટર્નમાં માનવ ભૂલ સુધારવા ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

0
Spread the love
Reading Time: 2 minutes

અમદાવાદ, 25 ઑગસ્ટ : ગુજરાત હાઈકોર્ટએ એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા જણાવ્યું હતું કે GST રિટર્નમાં થયેલી ક્લેરિકલ ભૂલ માટે વેપારીઓને અયોગ્ય રીતે દંડિત કરી શકાશે નહીં. સંઘવી મેટલ કોર્પોરેશન વિ. યુનિયન ઑફ ઇન્ડિયા કેસમાં કોર્ટે વેપારીને સુધારાનો હક આપતા સ્પષ્ટ કર્યું કે, જ્યાં સરકારને આવકનું કોઈ નુકસાન નથી, ત્યાં ભૂલ સુધારવાની છૂટ આપવી ફરજિયાત છે.

કેસની હકીકતો

  • સંઘવી મેટલ કોર્પોરેશન, લોહા-સ્ટીલના વેપારમાં સંકળાયેલી એક પ્રોપ્રાયટરી ફર્મ છે.
  • વર્ષ 2017-18માં કંપનીએ GSTR-1માં ભૂલથી પોતાની સિસટર કન્સર્નના ટર્નઓવરને જી.એસ.ટી. પોર્ટલ પર અપલોડ કરી આપેલ હતો.  
  • પરિણામે GSTR-1 અને GSTR-3B વચ્ચે તફાવતના જોવા મળ્યો હતો અને ટેક્સ વિભાગે ₹40 લાખથી વધુનો ડિમાન્ડ નોટિસ જારી કરી હતી.
  • કરદાતાએ આકારની દરમ્યાન દલીલ કરી કે આ માત્ર clerical mistake છે, પરંતુ આકારણી અધિકારી તથા પ્રથમ અપીલ ઓથોરિટીએ તેમની વાત માન્ય રાખી નહોતી.

હાઈકોર્ટનો મત: 

ન્યાયમૂર્તિ ભર્ગવ કારીયા અને ન્યાયમૂર્તિ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ થયેલી સુનાવણી દરમિયાન અલગ અલગ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો સંદર્ભ લેવાયો.

કોર્ટએ જણાવ્યું :

  • “માનવ ભૂલો સ્વાભાવિક છે.”
  • “સોફ્ટવેરની મર્યાદા ભૂલ સુધારવામાં અવરોધ બની શકે નહીં.”
  • “સાચી ટેક્સ વસૂલાત જ કાયદાનો હેતુ છે, અયોગ્ય દંડ નહીં.”

કોર્ટનો ચુકાદો

કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો કે –

  1. સંઘવી મેટલ કોર્પોરેશનને GSTR-1 સુધારવાની છૂટ આપવામાં આવે.
  2. સુધારો ઑનલાઇન કે મેન્યુઅલ રીતે કરી શકાય.
  3. અગાઉની અપીલ ઓથોરિટીના ઓર્ડરને રદ કરવામાં આવે.

વ્યાપક અસર

  • વ્યવસાયીઓને રાહત : હવે નાની-મોટી ક્લેરિકલ ભૂલ માટે વેપારીઓને ભારે દંડનો સામનો ન કરવો પડે.
  • ટેક્સ વિભાગ માટે માર્ગદર્શક : માનવ ભૂલો અને ઈરાદાપૂર્વકની ગેરરીતિ વચ્ચે તફાવત કરવાનો સંદેશ.
  • GST વ્યવસ્થા માટે સંતુલન : કાયદાનો હેતુ સાચી આવક વસૂલાત છે, ન કે વેપારીઓને ત્રાસ આપવો.

નિષ્કર્ષ

સંઘવી મેટલ કોર્પોરેશન કેસમાં ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો વ્યવસાયિક સમાજ માટે મહત્વપૂર્ણ રાહતસમાન ગણી શકાય. શરૂઆતના વર્ષોમાં GST પદ્ધતિમાં અનેક વેપારીઓ અજાણતા ભૂલો કરતા હતા, જેને કારણે મોટી દંડસજા થતી.

હાઈકોર્ટના આ નિર્ણયથી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે –
માનવ ભૂલને ગુનો ગણાવી શકાય નહીં અને વેપારીઓને સુધારાનો અધિકાર મળવો જ જોઈએ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!