એજીએફટીસી ની બીજી કારોબારી સભા યોજાઈ

તા. ૦૭.૦૯.૨૦૨૫: ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટ, અમદાવાદ ની બીજી કારોબારી સભા હોટલ પ્રગતિ ધી ગ્રાંડ ખાતે પ્રમુખશ્રી આશુતોષભાઈ ઠક્કર ના અધ્યક્ષ સ્થાને યોજાઈ. પ્રમુખશ્રી એ ચાલુ વર્ષ નો એક્ટિવિટી રિપોર્ટ આપ્યો. યોજાયેલ મોફ્યુસીલ પ્રોગ્રામ ની માહિતી આપી.. ભૂ. પૂર્વ પ્રમુખશ્રીઓ એ ફેડરેશન વધુ ગતિશીલ બને તેવા સૂચનો અને નવા કાર્યક્રમ ના આયોજન કરી સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવી. અંતમાં મંત્રીશ્રી એ સૌ નો આભાર વ્યક્ત કરેલ આ સભા માં પ્રમુખશ્રી આશુતોષ ઠક્કર, મંત્રી પાર્થ પટેલ, આઈપીપી સીએ ર્ડો વિશ્વેશ શાહ, સિનિયર વીપી રમેશભાઈ ત્રિવેદી, ભુતપુર્વ પ્રેસિડેન્ટ એમીરેટ્સ ધીરેશ ભાઈ શાહ, કારોબારી સભ્યો, ભૂ. પૂ. પ્રમુખશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. અમિત સોની, ટેક્સ ટુડે