વેબ સાઇટ ની તકલીફ છતાં, સરકારની અસહકારની નીતિ થી કરદાતા અને વકીલો નારાજ

Spread the love
Reading Time: < 1 minute

     

        આજરોજ 15 સપ્ટેમ્બર 2025 ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ હતી. છેલ્લા ત્રણ દિવસથી ઇન્કમટેક્સની સત્તાવાર વેબસાઈટ ખૂબ ધીમી ગતિએ ચાલતી હતી, જેના કારણે લાખો કરદાતાઓને તેમના કાયદેસરના હક્ક પ્રમાણે સમયસર રિટર્ન ફાઇલ કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

        સરકારે આવી સ્થિતિ અંગે પૂર્વથી જ તકેદારી રાખવી જોઈએ હતી, પરંતુ તંત્રની બેદરકારીને કારણે કરદાતાઓને અનાવશ્યક તકલીફ ભોગવવી પડી છે. ખાસ કરીને છેલ્લા ત્રણ દિવસથી સર્વર વારંવાર બંધ થવો, પેજ લોડ ન થવું અને ફાઇલિંગ પ્રોસેસ અટકી જવું જેવી સમસ્યાઓને કારણે કરદાતાઓમાં ભારે અસંતોષ ફેલાયો છે.

        વિશેષ નોંધનીય છે કે, આવકવેરા વિભાગ તરફથી હાલ સુધીમાં કોઈ પણ પ્રકારની વધારાની મુદત (Extension) જાહેર કરવામાં આવી નથી, જેનાથી કરદાતાઓના હિતોને ગંભીર નુકસાન થયું છે.

        ટેક્સ ભરતો નથી,  ITR ફાઇલ થતાં નથી, ITR નું વેરિફિકિશન થતું નથી, AIS/TIS/26AS ડાઉનલોડ તો છેલ્લા ત્રણ દિવસ થી થતું નથી, ITR V ફોર્મ ડાઉનલોડ થતાં ન હોય અને છેલ્લી ઘડીએ ભૂલ ભરેલા પત્રક ઉપલોડ થવાની સંભાવના વધી જાય છે, સમય-સર મુદત વધારા ની જાહેરાત ન થતાં વકીલો ના whats app ગ્રુપ માં આકોશ જોવા મળ્યો, તેમજ વિવધિ પ્રકારની ઇમેજ – વિડીયો અને કાર્ટૂન ફોરવર્ડ કરી આક્રોશ માં હળવાશ શોધી, વિવિધ રમૂજનો મારો આખો દિવસ ચાલ્યો.

        હવે, પાછળ થી મુદત લંબાવાથી રીઢા કારદાતા ફાવી જાય, અને સીધા કારદાતા હેરાન થાય તેવો ઘાટ સર્જાયો છે.

– ટેક્ષ એડવોકેટ હર્ષદ ઓઝા, ઉત્તર ગુજરાત ઝોન

error: Content is protected !!