ખેડા જિલ્લા સીએ એસોસિએશન ઘ્વારા ઓડિટ કેસો ની સમય મર્યાદા વધારવા માંગ.

તા. ૨૧.૦૯.૨૦૨૫: નડીઆદ સીએ એસોસિએશન ઘ્વારા ખેડા સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ ને હાલ માં ઈન્કમ ટેક્ષ પોર્ટલ ની વારંવાર ખામી ને કારણે અને હમણાં જ નોન ઓડિટ કેસો રીર્ટન ની મુદત પુરી થયેલ હોઈ અને વારંવાર ઓડિટ ની યુટીલિટી માં બદલાવ માં ફેરફાર ને કારણે આ વર્ષે તા 30-09-2025 સુધીમાં ઓડિટ ની પ્રક્રિયા પૂર્ણ કરવી ઘણી કઠિન હોઈ સીએ એસોસિએશન ઘ્વારા આવેદનપત્ર આપી ઓડિટ કેસો ની સમય મર્યાદા માં વધારવા ની માંગ કરવામાં આવી છે. વધુમા સાંસદશ્રી એ રજુઆત ધ્યાને લઇ તુરત જ નાણાંમંત્રીશ્રી ને સમય મર્યાદા વધારવા નો પત્ર લખી રજુઆત કરવા બદલ સીએ એસોસિએશન, ટેક્ષ વ્યવસાયિઓ અને વેપારી મંડળ સાંસદશ્રી નો આભાર વ્યક્ત કરે છે.
આ પ્રસંગે સીએ એસોસિએશન ના સભ્યો સીએ રવિ શાહ, વિશાલ શાહ, પિયુષ પંચાલ, કેતુલ સોની, મોહિત શાહ, હિરેન પટેલ, નીલ મિસ્ત્રી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહેલ..