કવિ અને સાહિત્યકારોની નગરી પાલનપુર ખાતે “જ્ઞાનોદય” પાઠશાળા યોજાઇ…
જેને ખબર નથી કે સુરા શું ને જામ શું
એનું ભલા ગઝલની સભાઓમાં કામ શું ?
મળશે તો ક્યાંક મળશે ગઝલમાં એ મસ્તરામ
જે ‘શૂન્ય’ હોય એને વળી ઠામબામ શું ?
– “શૂન્ય” પાલનપુરી
કવિ અને સાહિત્યકારોની નગરી એવી પાલનપુર નગરી પાલનપુર કે જે વિશ્વમાં ફૂલો અને અત્તરની સુવાસ ફેલાવે છે, જ્યાં કવિ તખલ્લુસમાં પોતાના વતન ને જોડે છે. સમગ્ર બનાસકાંઠા, મહેસાણા અને પાટણના બુધ્ધિજીવી ગણાતાં વકીલો જ્ઞાનની તૃપ્તિ ની અભિલાષા સાથે ભેગાં થાય છે. અમો, ધન્ય થયાં આજે કે આવા આંતળિયાર વિસ્તારમાં પણ જ્ઞાન પીરસવા દૂર દૂર થી વિદ્વાનો પધાર્યા અમારે આંગણે…પાલનપુર
જ્યારે સમગ્ર ભારત વર્ષમાં જીએસટી ટુ પોઈન્ટ ઝીરો અમલમાં આવવા જઈ રહ્યું હોય તેની બિલકુલ એક દિવસ અગાઉ એટલે કે તારીખ 21.09.2025ના રવિવારના રોજ પાલનપુર ખાતે એક જ્ઞાનોદયનું આયોજન થયું, ધન્યવાદના હક્કદાર છે એ આયોજકો…
ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસોસિયેશન (GSTBA) અને બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ટેક્સ પ્રેક્ટિશનર્સ એસોસિયેશન (BDTPA) ના સંયુક્ત ઉપક્રમે આજ રોજ પાલનપુર શહેરમાં “રમેશ એમ. શાહ જ્ઞાનોદય પાઠશાળા” નામે એક ભવ્ય અને મહત્વપૂર્ણ શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ટેક્સ ક્ષેત્રે કાર્યરત વ્યાવસાયિકો માટે GST વિષયક તાજેતરનાં સુધારાઓ, ટેક્નિકલ ફોર્મ્સની સમજ તેમજ આધુનિક ટેક્નોલોજી (AI) નો ઉપયોગ કઈ રીતે વ્યાવસાયિક કાર્યોમાં કરી શકાય તે બાબતે માર્ગદર્શન આપવાનો રહ્યો હતો.
🗓️ કાર્યક્રમનો વિગતવાર પ્રવાસ આ પ્રમાણે રહ્યો સવારના 08:30 થી 09:30 રજિસ્ટ્રેશન, નાસ્તો અને ઉદ્દઘાટન સમારંભ, પ્રારંભિક તબક્કામાં વિવિધ જિલ્લા અને શહેરોમાંથી પધારેલ પ્રશિક્ષિત ટેક્સ પ્રોફેશનલ્સનું તાત્કાલિક ઉલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું. નાસ્તા અને ઉદ્દઘાટન પ્રવચનનું આયોજન પણ થયું.
👥 આયોજકો તથા સહયોગીઓ:
ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસોસિયેશન (GSTBA)
બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ટેક્સ પ્રેક્ટિશનર્સ એસોસિયેશન (BDTPA)
🔸 પ્રેસિડેન્ટ્સ:
- શ્રી નરેન્દ્ર કરકર (GSTBA)
- CA પરાગભાઈ બી. માલવી (BDTPA)
🔸 શૈક્ષણિક કાર્યક્રમ કન્વીનર્સ:
- નિતિન ઠક્કર
- ભવ્ય પોપટ
🔸 સચિવમંડળ:
- શ્રી પંકજ શાહ, શ્રી રાજનીકાંત કલારિયા (GSTBA)
- શ્રી નિકુંજ મોદી (BDTPA)
🔸 સેમિનાર ચેરમેન:
- શ્રી શાંતિલાલ ઠક્કર – 9825535957
- શ્રી સુભાષભાઈ શાહ – 9825697250
🔸 રજિસ્ટ્રેશન હેલ્પલાઇન:
- ભવિષ્ય શાહ (GSTBA) – 9913048814
- નિકુંજ મોદી (BDTPA) – 9974014061
🔹 સવારના 09:30 થી 11:00:
વિષય: “56મી GST કાઉન્સિલ બેઠક દ્વારા સૂચવાયેલા તાજેતરના સુધારાઓ”
વિદ્યવાર્તા: CA પુનિત પ્રજાપતિ – અમદાવાદ
તેઓએ સુધારાના હેતુ, લાગુ કરવાની રીત અને તેના ટેક્સપેયર્સ ઉપરના વ્યવહારિક અસરો વિષે વિસ્તૃત માહિતી આપી.
🔹 સવારના 11:00 થી બપોરે 12:30:
વિષય: “GST ફોર્મ 9 અને 9C સાથે રિટર્ન્સનું ઇન્ટરપ્લે”
વિદ્યવાર્તા: CA ધ્રુવંક પારીખ – વડોદરા
તેઓએ જુદી જુદી ટેકનિકલ બાબતો, સમન્વય અને પ્રેક્ટિકલ પરિબળોને સરળ ભાષામાં રજૂ કર્યા.
🔹 બપોરના 12:30 થી 1:30:
વિષય: “ટેક્સ પ્રોફેશનલ્સ માટે કૃત્રિમ બુદ્ધિ (AI) નો પ્રભાવકારક ઉપયોગ”
વિદ્યવાર્તા: CA તપસ રૂપારેલિયા – અમદાવાદ
આ સત્રમાં તેમણે બતાવ્યું કે ટેક્નોલોજી કેવી રીતે ટેક્સ ફાઇલિંગ, ડેટા એનાલિસિસ, ઓટોમેશન વગેરેમાં ઉપયોગી થઈ શકે છે. તેમના પ્રેઝન્ટેશનમાં live tools અને casestudies પણ સામેલ રહ્યા.
અને, આમ છેલ્લે બપોરે 01:30 લંચ સાથે કાર્યક્રમનો સન્માનપૂર્વક સમાપન કરવામાં આવ્યો.
સમગ્ર કાર્યક્રમમાં ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ટેક્સ પ્રોફેશનલ્સ, CA, advocates અને ટેક્સ કન્સલ્ટન્ટ્સ ઉપસ્થિત રહ્યા. કોઈ ફી નહોતી રાખવામાં આવી જ્ઞાન ના દરવાજા હમેશાં ખુલ્લાં હોય છે તે પુન: પુરવાર કર્યું પાલનપુરે, રજિસ્ટ્રેશન ફરજિયાત હીવાથી વ્યવસ્થાઓને સુચારૂ રીતે નિભાવવી શક્ય બની. આવવા શૈક્ષણિક કાર્યક્રમો ટેક્સ ક્ષેત્રના વ્યાવસાયિકો માટે નવી દિશાઓ ખુલ્લી કરે છે, અને નિયમિત સુધારાઓ સાથે અપડેટ રહેવા માટે ઉત્તમ માધ્યમ છે. “રમેશ એમ. શાહ જ્ઞાનોદય પાઠશાળા” એક એવું પ્લેટફોર્મ બની રહ્યું છે જ્યાં જ્ઞાન અને વ્યવસાયિક વિકાસ હાથમાં હાથ નાખી આગળ વધી રહ્યા છે.
- ✍️ ટેક્ષ~એડવોકેટ & નોટરી
હર્ષદ ઓઝા (ઉત્તર ગુજરાત ઝોન)