જી.એસ.ટી. માં તારીખ 22-09-2025 થી થનાર સુધારા અંગે માર્ગદર્શન

0
Spread the love
Reading Time: 3 minutes

-By CA Ravi Shah

તા. ૨૨.૦૯.૨૦૨૫: 56મી જી.એસ.ટી. કાઉન્સીલ ની પ્રપોઝલ મુજબ તારીખ 22-09-2025 ના રોજ થી જી.એસ.ટી. ના હાલના દર ના માળખામાં ફેરફાર થયેલ છે જે અંગે રેટ નોટીફીકેશન 9/2025 અને 10/2025 સેન્ટ્રલ ટેક્ષ રેટ 17-09-2025 થી નોટીફાઈડ થયેલ છે. જેના અનુસંધાનમાં નીચે મુજબ ના મુદ્દા અગત્યના છે.

  1. રેટ નોટીફીકેશન 9/2025 માં જો ટેક્ષ દર માં ઘટાડો થયેલ હોય તો નવા દર નોટીફીકેશન સાથે ચકાસવા. જો હાલમાં કરપાત્ર માલ ને માફી માલ તરીકે નોટીફીકેશન 10/2025 માં નોટીફાઈ કરેલ હોય તો તે પણ ચકાસવુ.
  2. જી.એસ.ટી દરમાં થયેલ ઘટાડો – જે કિસ્સામાં રેટ માં ઘટાડો થયેલ છે તે કિસ્સામાં આઈ.ટી.સી. ના સંદર્ભમાં વેપારી પાસે રહેલ સ્ટોક ના કિસ્સામાં આઈ.ટી.સી. એક્યુમ્યુલેટ થશે અને વેપારીએ ભલે ખરીદી જુના વધારાના દરે કરેલ હોય તો પણ નવા રેટ થી જી.એસ.ટી. 22-09-2025 થી લગાવવાનો રહેશે. (અહિં સરકારશ્રી ના FAQ માં જણાવ્યા મુજબ એકઠી રહેલ આઈ.ટી.સી. રીફન્ડ ને પાત્ર રહેશે નહિ) પરંતુ અમારુ માનવુ છે કે, અલગ અલગ જજમેન્ટ નો આધાર લઈ રીફન્ડ લઈ શકાશે. અહિં કોઈપણ પ્રકારની આઈ.ટી.સી. રિવર્સ કરવાની થતી નથી.
  3. ટેક્ષેબલ થી માફી – જે કિસ્સામાં ટેક્ષેબલ માલ માફી થયેલ હોય તેમાં 22-09-2025 પછી ટેક્ષ લેવા પાત્ર રહેશે નહિ અને વેપારી પાસે પડેલ સ્ટોક (કાચો માલ, વર્ક ઈન પ્રોગ્રેસ, ફીનીસ્ડ ગુડ્સ) તથા કેપીટલ ગુડ્સ ની ઈનપુટ ટેક્ષ ક્રેડીટ તારીખ 22-09-2025 થી 30 દિવસમાં આઈ.ટી.સી. 03 ફોર્મ ભરી રીવર્સ કરવાની રહેશે. ઉપરોક્ત કિસ્સામાં હાલમાં વેપારીએ તારીખ 21-09-2025 ના રોજ રહેલ સ્ટોક નુ એક લિસ્ટ બનાવવાનુ રહેશે. કેપીટલ ગુડ્સ ના કિસ્સામાં રૂલ 44 મુજબ બાકી ની યુઝફુલ લાઈફ ની ગણતરી કરવાની રહેશે અને તેને ITC-03 ફોર્મ થી રીવર્સ કરવાની થશે. FAQ મુજબ ITC-03 ફોર્મ 30 દિવસમાં ભરવાનુ રહેશે અને રૂ. 2 લાખ થી વધુ ના કિસ્સામાં પ્રેક્ટીસીંગ સી.એ./ સી.એમ.એ. પાસેથી સર્ટીફીકેટ લેવાનુ રહેશે.
  4. પ્રાઈઝ રિવિઝન – એન્ટી પ્રોફીટરીંગ (કલમ 171) ના કિસ્સામાં સન સેટ ક્લોઝ હોઈ જે તે વેપારીને નૈતિક રીતે રેટ ઘટાડાનો લાભ કન્ઝ્યુમરને આપવા પ્રેસ કોન્ફરન્સમાં જણાવેલ છે. જે કિસ્સામાં ટેક્ષનો દર ઘટ્યો છે ત્યાં જો ઈનવર્ડ સપ્લાયના કિસ્સામાં ટેક્ષ ના દરમાં ફેરફાર થતો હોય તો તે ધ્યાનમાં રાખી નવી કિંમત નક્કી કરવી. જે કિસ્સામાં ટેક્ષેબલમાંથી ટેક્ષફ્રી થયેલ છે ત્યાં ઈનપુટ ટેક્ષ ક્રેડીટ બ્લોક થશે તેથી તે ધ્યાનમાં રાખી નવી કિંમત નક્કી કરવાની થશે. સરકાર પાછલી તારીખ થી સેક્શન ને લાઈવ કરી શકે છે વધુમાં હાલના કન્ઝ્યુમર ચુકાદા મુજબ ભાવનો વ્યાજબી પણે ઘટાડો ચોક્કસ પણે કરવો તેવુ અમારુ માનવુ છે.
  5. MRP રિવિઝન બાબત – તારીખ 18-09-2025 ના રોજ મીનીસ્ટ્રી ઓફ કન્ઝુમર અફેર્સ, ફુડ એન્ડ પબ્લીક ડસ્ટ્રીબ્યુશન ના રૂલ 33 (લીગલ મેટ્રોલોજી રૂલ્સ) જાહેરનામાં મુજબ સરકાર શ્રી એ જી.એસ.ટી રેટ રિવિઝન ને કારણે રૂલ 18(3) માં નીચે મુજબની છુટછાટ આપેલ છે.
    1. સરકાર શ્રી એ સ્પષ્ટતા કરેલ છે કે મેન્યુફેક્ચર્ર્સ, પેકર્સ, ઈમ્પોર્ટર્સ તથા તેમના રીપ્રઝન્ટેટીવ ના કિસ્સામાં તારીખ 22-09-2025 ના રોજ રહેલ વણવેચાયેલ મેન્યુફેક્ચર પેકેજ્ડ માં રિવાઈઝ સ્ટીકર લગાવવુ ફરજીયાત નથી.
    2. જે કિસ્સામાં મેન્યુફેક્ચર્ર્સ, પેકર્સ, ઈમ્પોર્ટર્સ તથા તેમના રીપ્રઝન્ટેટીવ એ રિવાઈઝ સ્ટીકર લગાવવુ હોય તો જુની કિંમત દેખાય તેવી રીતે સ્ટીકર લગાવી શકશે જે મરજીયાત રહેશે.
    3. વધુમાં રૂલ 33 (લીગલ મેટ્રોલોજી પેકેજ કોમોડીટીઝ રૂલ 2011) સરકાર શ્રી એ રૂલ 18(3) મુજબ રિવાઈઝ પ્રાઈઝ બે સમાચાર પત્ર માં જાહેરાત આપવાની ફરજ ને માફી આપેલ છે.
    4. એટલેકે, મેન્યુફેક્ચર્ર્સ, પેકર્સ, ઈમ્પોર્ટર્સ ના ઓ એ તેમના હોલસેલર/ રીટેઈલર ને રિવાઈઝ પ્રાઈઝની કોપી આપી લીગલ મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ ને એન્ડોર્સ કરાવવાની રહેશે.
    5. વધુમાં એમ પણ સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે પેકીંગ મટીરીયલ જે મેન્યુફેક્ચરર પાસે રહેલ હશે તે તારીખ 31-3-2026 સુધી માં વાપરી શકશે પરંતુ રિવાઈઝ રીટેલ સેલ પ્રાઈઝનું સ્ટીકર લગાવવાનુ ફરજીયાત રહેશે.
  6. માલનુ સપ્લાય રેટ બદલાયા પહેલા અથવા પછી કરેલ હોય પરંતુ તેનુ બીલ કે પેમેન્ટ પહેલા/પછી હોય તો કયો રેટ લાગુ પડશે તેની માહિતી

Disclaimer:

Please note that our views are not binding on the tax authority, or any court, and so, no assurance is given that a position contrary to that expressed herein will not be asserted by a tax or regulatory authority and ultimately sustained by an appellate authority or a Court of law. The above view is expressed on the basis of information and personal judgment. It may be possible that views expressed may not tenable in law and there may be mistakes or omission (published on 20-09-2025).

(લેખક નડિયાદ ખાતે ડાયરેક્ટ તથા ઇનડાયરેકટ ટેકસની પ્રેક્ટીસ કરે છે અને ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટસના ભૂતપૂર્વ પ્રમુખ છે)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!