ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપરથી જૂના ઇન્કમ ટેક્સ રિટર્ન થઈ ગયા છે ગાયબ!!

Reading Time: < 1 minute
આકારણી વર્ષ 2022-23 પહેલાના રિટર્ન પોર્ટલ ઉપરથી કરી દેવામાં આવ્યા છે દૂર
તા. 24.09.2025: ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર આકારણી વર્ષ 2022-23 એટ્લે કે નાણાકીય વર્ષ 2021-22 પહેલાના ઇન્કમ ટેક્સ રિટર્ન અંગેનો ડેટા-વિગતો દૂર કરી આપવામાં આવી છે. પોતાના જૂના રિટર્ન કરદાતા ડાઉનલોડ કરવા માંગતા હોય કે જૂના આકારણી આદેશ ડાઉનલોડ કરવા માંગતા હોય તો આ વિગતો હાલ પોર્ટલ પર મળી રહી નથી. આ બાબતે કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સમાં અચરજ ની લાગણી પ્રવર્તી રહી છે. આ ડેટા હટાવવા અંગે કોઈ જાહેરાત થઈ હોય તેવું જણાય આવેલ નથી. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.