ઓક્ટોમ્બર-2025 ના ટેક્ષ પીરીયડથી IMS માં લાગુ પડતા ફેરફાર ની સરળ ભાષામાં સમજુતી

તારીખ : 15/10/2025
– By Prashant Makwana
- પ્રસ્તાવના
સપ્ટેમ્બર 2025 ના ટેક્ષ પીરીયડ સુધી ક્રેડીટ નોટ અને બીજા અમુક રેકોર્ડ ને IMS માં પેન્ડીંગ રાખી શકતા ન હતા. જયારે ભૂલથી ક્રેડીટ નોટ અપલોડ થય ગય હોય તેવા કેસ માં જો રીસીપ્યંટ વેપારી તેને એક્સેપટ કરે તો તેની ITC ઘટી જાય અને રીસીપ્યંટ વેપારી જો ટે ક્રેડીટ નોટ રીજેક્ટ કરે તો સપ્લાયર ની આઉટપુટ લાયાબીલીટી વધી જાય. જેથી કરી ને વેપારી ને મુશ્કેલી નો સામનો કરવો પડતો હતો. આ સમસ્યા ના સમાધાન માટે ઓક્ટોમ્બર-2025 ના ટેક્ષ પીરીયડ થી ક્રેડીટ નોટ જેવા અમુક રેકોર્ડ્ ને પેન્ડીંગ રાખી સકાય તેના માટે એક એડવાઈઝરી જાહેર કરવામાં આવેલ છે તેની સરળ ભાષામાં સમજુતી આ આર્ટીકલ માં આપવામાં આવી છે.
પેન્ડીંગ એકસન
- ઓક્ટોમ્બર-2025 ના ટેક્ષ પીરીયડ થી નીચેના રેકોર્ડ ને એક ટેક્ષ પીરીયડ માટે પેન્ડીંગ રાખી શકાશે
- એક ટેક્ષ પીરીયડ એટલે કે મંથલી ટેક્ષ પેયર માટે એક મહિનો અને ક્વાર્ટલી ટેક્ષ પેયર માટે એક ક્વાટર એટલે કે 3 મહિના
- ક્રેડીટ નોટ અથવા ક્રેડીટ નોટ નું અપવર્ડ અમેન્ડમેન્ટ
- ઓરીજનલ ક્રેડીટ નોટ રીજેક્ટ કરેલ હોય અને તેનું ડાઉનવર્ડ અમેન્ડમેન્ટ કરવામાં આવે.
- જયારે ઓરીજનલ ઇન્વોઇસ એક્સેપટ કરેલ હોય અને GSTR-3B ફાઈલ થય ગયું હોય અને ઇન્વોઇસ અથવા ડેબીટ નોટ નું ડાઉનવર્ડ અમેન્ડમેન્ટ થાય તો
- ઓરીજનલ રેકોર્ડ એક્સેપટ થય ગયા હોય અને GSTR-3B ફાઈલ થય ગયું હોય ત્યારે ઈ-કોમર્સ ના ડોક્યુમેન્ટ નું ડાઉનવર્ડ અમેન્ડમેન્ટ કરવામાં આવે.
ITC IMS મારફતે ઘટાડવી
ઓક્ટોમ્બર-2025 ના ટેક્ષ પીરીયડ થી IMS માં જે ઇન્વોઇસ વાઈસ ITC બતાવે છે તેના કરતા ઓછી ક્લેમ કરવી હોય તો પણ કરી શકીશું.
- IMS માં ઓપ્સન આવશે જેમાં ઇન્વોઇસ ની ITC છે તે બધી જ ક્લેમ કરવી છે કે ઓછી કરવી છે.
- રીમાર્કસ
- જે રેકોર્ડ ને આપણે રીજેક્ટ અથવા પેન્ડીંગ રાખી છી તેમાં રીમાર્કસ લખવાનો ઓપ્સન આવશે જેમાં આપણે લખી શકીએ શા માટે પેન્ડીંગ અથવા રીજેક્ટ કરેલ છે
- જે રીમાર્કસ રીસીવરે લખેલ હશે તે GSTR-2B માં પણ બતાવશે અને સપ્લાયર ના ઓઉટવર્ડ ડેસબોર્ડ માં પણ બતાવશે.
ઓક્ટોમ્બર ૨૦૨૫ ના ટેક્ષ પીરીયડ થી ક્રેડીટ નોટ ને એક ટેક્ષ પીરીયડ માટે પેન્ડીંગ રાખી ને ભૂલથી અપલોડ થયલે ક્રેડીટ નોટ ની ITC ત્વરિત રીવર્સ કરવા માંથી બચી શકીશું.
(લેખક થાનગઢ ખાતે પ્રેક્ટીસ કરે છે અને ટેક્સ ટુડેના નિયમિત લેખક છે)