ગૌહાટી હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: ASMT-10 આપ્યા વિના Section 73 હેઠળ Show Cause Notice જારી કરવો બિનકાયદેસર
ગૌહાતી હાઇકોર્ટ દ્વારા પત્રક ચકાસણીની જરૂરિયાત હોવા અંગે આપવામાં આવેલ કરદાતાની તરફેણનો મહત્વનો ચુકાદો:
📄 કેસનો સારાંશ
M/s Pepsico India Holdings Pvt. Ltd. v. Union of India & Ors. ના કેસમાં ટેક્સ વિભાગે 2017–18 માટે આશરે ₹19.51 કરોડના ITCના ખોટા લાભનો આરોપ મૂકીને Section 73 હેઠળ Show Cause Notice (SCN) આપવામાં આવી હતી. આ બાબત GSTR-9Cના Table 14 ન ભરી હોવા પરથી આધારિત હતો. પેપ્સિકો ઇન્ડિયા કંપનીએ આ SCNને પડકારવામાં આવી હતી અને દલીલ કરવામાં આવી હતી કે GSTR-9C નું Table 14 ભરવું જે તે વર્ષ માટે વૈકલ્પિક (optional) હતું, જે બાબત સ્પષ્ટપણે અનેક CBIC Notifications (56/2019, 79/2020, 30/2021, 14/2022, 38/2023) દ્વારા બહાર પાડવામાં આવી હતી. જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા Section 61 અને Rule 99 હેઠળ ASMT-10 ફોર્મ આપવામાં આવ્યું ના હતું. રિટર્ન ચકાસણી કર્યા વગર જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા Section 73 હેઠળ શો કોઝ નોટિસ આપવામાં આવી હતી, જે કાયદેસર પ્રક્રિયાનો ભંગ છે તેવી દલીલ કરવામાં આવી હતી.
⚖️ કોર્ટના મુખ્ય નિરીક્ષણો
ગૌહાતી હાઇકોર્ટ દ્વારા પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે Section 61નું પાલન કર્યા વગર Section 73 લાગુ કરી શકાય નહીં. કોર્ટએ જણાવ્યું કે કલમ Section 73ની શો કોઝ નોટિસ આપતા પહેલા Section 61 હેઠળની scrutiny પ્રક્રિયા કરવી ફરજિયાત છે. અધિકારીએ પ્રથમ ASMT-10 ફોર્મ દ્વારા તફાવત દર્શાવી સ્પષ્ટતા માગવી જોઇએ. Pepsicoને ASMT-10 ન આપવાથી આ Show Cause Notice અધિકાર વિહોણી (without jurisdiction) ગણાવી રદ કરવામાં આવી. GSTR-9Cના Table 14 ન ભરવું ખામી ગણાવી શકાતું નથી. CBIC દ્વારા 2017–18થી 2022–23 સુધી Table 14 વૈકલ્પિક જાહેર કરવામાં આવ્યું હોવાથી, તેને આધાર બનાવીને ખોટા ITCનો આરોપ લગાવવો અયોગ્ય છે. આ સિદ્ધાંત સુપ્રીમ કોર્ટના Commissioner of Customs v. Indian Oil Corporation Ltd. (2004) કેસમાં પણ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. આ ચુકાદામાં ગૌહાતી હાઇકોર્ટ દ્વારા રાજસ્થાન હાઇકોર્ટના નિર્ણયને અનુસરવામાં આવ્યો છે. કોર્ટએ Joint Commissioner v. Goverdhandham Estate Pvt. Ltd. (2025) કેસમાં આપેલ નિર્ણયને અનુસર્યો, જેમાં પણ એવું ઠરાવવામાં આવ્યું હતું કે Section 73 પહેલાં Section 61ની પ્રક્રિયા પૂર્ણ થવી ફરજિયાત છે.
🏁 અંતિમ ચુકાદો
પેપ્સિકો ઇન્ડિયાની રીટ અરજી સ્વીકારાઈ. Section 73 હેઠળની Show Cause Notice રદ કરવામાં આવી. કોર્ટએ સ્પષ્ટ કહ્યું કે ASMT-10 આપ્યા વિના સીધી Section 73ની કાર્યવાહી કાયદેસર નથી.
કરદાતાઓ માટે ઉપયોગિતા:
ગૌહાતી હાઇકોર્ટનો આ ચુકાદો કરદાતાઓ માટે ટેકનિકલ ગ્રાઉંડ ઉપર નોટિસની કાયદેસરતા પડકારવા ઉપયોગી થઈ શકે છે.
