જી.એસ.ટી. હેઠળ અધિકારીઓ માટે નોટિસ આપવા સંદર્ભે મહત્વનો સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો
નવું સર્ક્યુલર: CBIC દ્વારા GST હેઠળ અધિકારીઓને નક્કી અધિકારક્ષેત્ર ફાળવાયા
29 ઑક્ટોબર 2025:
કેન્દ્રિય પરોક્ષ કર અને કસ્ટમ્સ બોર્ડ (CBIC) કે જે સેંટરલ જી.એસ.ટી. કાયદાનું નિયમન કરે છે તેમના દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) માટે નવા સુધારા હેઠળ “યોગ્ય અધિકારી” (Proper Officer) નક્કી કરવા અંગે મહત્વનો સર્ક્યુલર, સર્ક્યુલર નંબર 254/11/2025-GST બહાર પાડવામાં આવ્યો છે.
આ સર્ક્યુલર દ્વારા જી.એસ.ટી. કાયદાની કલમ 74A, 75(2) અને 122 તથા નિયમ 142(1A) હેઠળની કામગીરી માટે યોગ્ય અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
સર્ક્યુલરનો મુખ્ય હેતુ
આ સર્ક્યુલરનો હેતુ એ છે કે 2024-25થી લાગુ થનારી સેક્શન 74A હેઠળ જે કેસોમાં બાકી ટેક્સ ચુકવાયો નથી, ઓછો ચુકવાયો છે અથવા ખોટી રીતે રિફન્ડ લેવામાં આવ્યા છે, તેવા કેસોમાં કયા અધિકારીને કાર્યવાહી કરવાની સત્તા રહેશે તે સ્પષ્ટ કરવાનો હેતુ છે.
તેમજ સેક્શન 122 હેઠળના દંડના કેસો અને સેક્શન 75(2) હેઠળના તેવા કેસો કે (જ્યાં ફ્રોડ અથવા ખોટી માહિતી સાબિત ન થાય) માટે પણ અધિકારીઓના સ્તર પ્રમાણે અધિકારક્ષેત્ર નક્કી કરવામાં આવ્યા છે.
યોગ્ય અધિકારીઓ તરીકે નિમણૂક થયેલા અધિકારીઓ
-
સંયુક્ત આયુક્ત (Additional/Joint Commissioner)
-
ઉપ/સહ આયુક્ત (Deputy/Assistant Commissioner)
-
સુપરિન્ટેન્ડન્ટ (Superintendent)
સેક્શન 74A હેઠળ નક્કી કરાયેલા મોનીટરી લિમિટ્સ
| અધિકારી | સેન્ટ્રલ ટેક્સ મર્યાદા | IGST મર્યાદા | કુલ (સેન્ટ્રલ + IGST) |
|---|---|---|---|
| સુપરિન્ટેન્ડન્ટ | ₹10 લાખ સુધી | ₹20 લાખ સુધી | ₹20 લાખ સુધી |
| ડે. કમિશ્નર/આસિસ્ટન્ટ કમિશ્નર | ₹10 લાખથી ₹1 કરોડ | ₹20 લાખથી ₹2 કરોડ | ₹20 લાખથી ₹2 કરોડ |
| એડિશનલ/જોઇન્ટ કમિશ્નર | ₹1 કરોડથી વધુ | ₹2 કરોડથી વધુ | ₹2 કરોડથી વધુ |
જો કેસમાં સેન્ટ્રલ અને IGST બંને કર સામેલ હોય, તો કુલ રકમના આધારે અધિકારી નક્કી થશે.
સેક્શન 75(2) હેઠળની વ્યવસ્થા
જો અપીલ અધિકારીએ અથવા અદાલતે નિર્ણય આપ્યો હોય કે ફ્રોડ અથવા ખોટી રજૂઆત સાબિત થઈ શકી નથી, તો તે કેસ સેક્શન 73 હેઠળ કેસ ચાલશે. આવા કેસમાં એજ અધિકારી ટેક્સ પુનઃનિર્ધારિત કરશે, જેમણે મૂળ નોટિસ જારી કરી હતી.
💼 સેક્શન 122 (દંડના કેસો) માટેની મર્યાદા
| અધિકારી | સેન્ટ્રલ ટેક્સ દંડ મર્યાદા | IGST દંડ મર્યાદા | કુલ (સેન્ટ્રલ + IGST) |
|---|---|---|---|
| સુપરિન્ટેન્ડન્ટ | ₹10 લાખ સુધી | ₹20 લાખ સુધી | ₹20 લાખ સુધી |
| ડે. કમિશ્નર/આસી. કમિશ્નર | ₹10 લાખથી ₹1 કરોડ | ₹20 લાખથી ₹2 કરોડ | ₹20 લાખથી ₹2 કરોડ |
| એડિશનલ/જોઇન્ટ કમિશ્નર | ₹1 કરોડથી વધુ | ₹2 કરોડથી વધુ | ₹2 કરોડથી વધુ |
અન્ય મહત્વની સ્પષ્ટતાઓ
-
જો એક કરતાં વધુ સમયગાળાના કેસોમાં કરની રકમ વધુ હોય, તો સૌથી ઊંચી રકમ મુજબ અધિકારી નક્કી થશે.
-
જો પછીના સમયગાળાની રકમ પહેલાં કરતાં વધારે થાય, તો કેસ ઉચ્ચ અધિકારી પાસે ટ્રાન્સફર થશે.
-
દંડની રકમ ટેક્સની ગણતરીમાં સામેલ નહીં થાય. આમ, આ મર્યાદા માટે ટેક્સની રકમને જ ધ્યાને લેવાનું રહેશે.
-
ઓડિટ કમિશ્નરેટ દ્વારા જારી નોટિસના કેસોમાં ત્યારબાદની કાર્યવાહી સ્થાનિક કમિશ્નરેટના અધિકારી કરશે.
CBICનો સૂચન
CBICએ બધા કમિશ્નરેટને આ સર્ક્યુલરની વિગતો જાહેર કરવા અને ટેક્સદાતાઓને માહિતી આપવા સૂચના આપી છે. કોઈ મુશ્કેલી આવે તો તે બાબત બોર્ડને જાણ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.
સારાંશમાં
આ સર્ક્યુલર દ્વારા GST હેઠળ નવી સેક્શન 74A, ધારા 75(2) અને ધારા 122 માટે અધિકારીઓના ગ્રેડ પ્રમાણે નક્કી મોનીટરી લિમિટ્સ જાહેર કરી છે, જેથી શો-કૉઝ નોટિસ અને ઓર્ડર જાહેર કરવાની પ્રક્રિયા વધુ સ્પષ્ટ અને વ્યવસ્થિત બને.
