ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાત નો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
Reading Time: < 1 minute
તા. ૧૦.૧૧.૨૦૨૫: ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાત ઘ્વારા તા 08-11-2025 ના રોજ ગવાલિયા બેન્કવેટ, પ્રહલાદ નગર અમદાવાદ મુકામે દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. પ્રમુખશ્રી અનિલભાઈ ટીમ્બડીયા સૌ સભ્યો અને પરિવારજનનો ને નવા વર્ષ ની શુભેચ્છાઓ પાઠવેલ. પાસ્ટ પ્રેસિડેન્ટશ્રીઓ પણ સૌ ને શુભેચ્છાઓ પાઠવી. દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમ અંતર્ગત સૌ પરિવારજનોએ એકબીજા ને નવા વર્ષના નૂતનવર્ષાભિનંદન પાઠવ્યા. આ પ્રસંગે પ્રમુખ અનિલભાઈ ટીમ્બડીયા, મંત્રી દીપ પરીખ, ખજાનચી અમિત સોની, પાસ્ટ પ્રેસિડેન્ટશ્રીઓ, કારોબારી સભ્યો, પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમમાં સફળ બનાવેલ. અમિત સોની, ટેક્સ ટુડે

