સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટસ દ્વારા દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમનું થયું આયોજન

0
Spread the love
Reading Time: 2 minutes

તા. ૧૭.૧૧.૨૦૨૫: સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ (CGCTC)ની 2025-26ની ટીમ દ્વારા દિવાળી સ્નેહ મિલન કાય્રેક્રમનું  કલ્યાણ પાર્ટી પ્લોટ ખાતે ઉત્સાહભર્યા અને ભવ્ય આયોજન સાથે યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થયાના અવસરે કરવામાં આવી, જેમાં તમામ સભ્યો અને પરિવારજનો એ એકસાથે “વંદે માતરમ”ના સમૂહગાનમાં ભાગ લઈ દેશભક્તિનો સુંદર માહોલ સર્જ્યો. ચેમ્બરના પ્રમુખ શ્રી દિપકભાઈ અમીનના નેતૃત્વ હેઠળ અને પ્રગ્રામ ચેરમેન શ્રી પ્રગ્નેશભાઈ ભગત, કો ચેરમેન ઉપેન્દ્રસિંહ ચાવડા, એડવાઈસર શ્રી ધર્મેશભાઈ ગાંધી, શ્રી મનિષભાઈ શાહ તથા સમગ્ર ટીમ 2025-26ના ઉત્તમ સંકલનથી કાર્યક્રમ ખૂબજ સફળ રહ્યો. ચેમ્બરના દુબઈ RRC સ્ટડી ટૂરને સફળ બનાવવા બદલ A True Value Holidays ના MD શ્રી આકાશભાઈ ટેલરનું સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં લોકગાયક કવિરાજ શ્રી પીયુદાન ગઢવીનું સન્માન કરવામાં આવ્યું અને તેમનો લોકડાયરો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. ચેમ્બરની ગૌરવની ક્ષણ રૂપે શ્રી રાજેશ શર્મા, જેમની તાજેતરમાં ITATના સભ્ય તરીકે નિમણુંક થઈ છે, તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. અમિત સોની, ટેક્સ ટુડે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!