ગુજરાત સ્ટેટ ટેક્સ બાર દ્વારા રીફ્રેશર કોર્સનું અમદાવાદ ખાતે થયું આયોજન
એસોસીએશનના ઉપ પ્રમુખ (આઉટસ્ટેશન) લલીતભાઈ ગણાત્રા દ્વારા EDP કમિટીના સહયોગથી તૈયાર કરેલ વેબસાઈટ રી લોન્ચ કરવામાં આવી
તા. ૦૧.૧૨.૨૦૨૫: ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસોસીએશન દ્વારા ૨૯ નવેમ્બર ૨૦૨૫ના રોજ અમદાવાદ મેનેજમેન્ટ હોલ, ખાતે જી.એસ.ટી. ના વિવિધ વિષયો ઉપર રીફ્રેશર કોર્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમીનારમાં સ્પીકર તરીકે વડોદરાના જાણીતા એડવોકેટ અભયભાઈ દેસાઈ દ્વારા GSTR ૯ અને ૯C વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દિલ્હીના જાણીતા એડવોકેટ જે.કે મિત્તલ દ્વારા જી.એસ.ટી. હેઠળ ઇન્સ્પેકશન-સર્ચ-સીઝર ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જી.એસ.ટી. લીટીગેશન ઉપર CA બ્રિજેશ ઠાકર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડેલીગેટ્સના વિવિધ પ્રશ્નો ઉપર બ્રેઈન ટ્રસ્ટના સેશનમાં એડવોકેટ હાર્દિક મોઢ, એડવોકેટ સોહામ મશરુવાલા, CA પ્રિયમ શાહ, એડવોકેટ જીગર શાહ દ્વારા જવાબ આપવામાં આવ્યા હતા. સેમીનારમાં ૨૦૦ થી વધુ સભ્યોએ ભાગ લીધો હતો. સેમીનારને સફળ બનાવવા પ્રમુખ નરેન્દ્રભાઈ કરકર, સેક્રેટરી પંકજભાઈ શાહ, રજનીકાંતભાઈ કાલરિયા કનવેનર બાલમુકુન્દભાઈ શાહ, પથિકભાઈ શાહ તથા એસોસીએશનના કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી.


