સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટસના તા ૧૭.૧૨.૨૦૨૫
Tax Today Experts
CA Monish Shah, Ahmedabad
CA Divyesh Sodha, Porbandar
Adv. Lalit Ganatra, Jetpur
Adv. Bhavya Popat, Una
તા. ૧૭.૧૨.૨૦૨૫
જી.એસ.ટી.
૧. અમારા અસીલ જનરલ ઇન્સ્યોરન્સ એજન્ટ. તેઓની જનરલ ઇન્સ્યોરન્સ એજન્સીની રીસીપ્ટ ૫૦ લાખ જેવી છે. આ સિવાય તેમને ૧૯૪C કોનટ્રાકટ ઇન્કમ ૭ લાખ જેવી અને ૧૯૪ J હેઠળની પ્રોફેશનલ આવક ૧૦ લાખ જેવી છે. શું અમે જી.એસ.ટી. રજીસ્ટ્રેશન લેવા જવાબદાર બને? પી.ડી. વોરા એન્ડ કું, રાજકોટ
જવાબ: હા, તમારા અસીલ જી.એસ.ટી. નંબર લેવા જવાબદાર બને. RCM હેઠળ સેવા મેળવનારાએ ભરવા પત્ર નું ટર્નોવરનો સમાવેશ પણ “એગ્રીગેટ ટર્નોવર” માં થાય તેવો અમારો મત છે.
૨. અમારા અસીલ સોના ચાંદીના જ્વેલરીનો ધંધો કરે છે. તેઓ જુનું સોનું લઇ ગ્રાહકની ડીઝાઇન મુજબ મજુરીનું કામ કરે છે. તેઓ કમ્પોજીશનની પરવાનગી ધરાવતા કરદાતા છે. શું તેઓની જુના સોના ખરીદવા બદલ RCM ની જવાબદારી આવે? શું તેઓ મજુરી કામ માટે રકમ ચુકવે તો RCM ની જવાબદારી આવે? ધર્મેશ જરીવાલા, ટેક્સ કન્સલટન્ટ
જવાબ: ના, જી.એસ.ટી. કાયદાની કલમ ૯(૩) હેઠળ જુના સોનાની ખરીદી તથા URD મજુરને કરવામાં આવેલ ચુકવણી ઉપર RCM લાગુ પડે નહિ તેવો અમારો મત છે.
૩. અમારા વેપારી બીડી તમાકુ અને બીજી ટેક્સેબલ વસ્તુ નો વેપાર કરે છે તેઓનું માસિક વેચાણ 50,00,000 લાખ ઉપર છે જીએસટી નિયમ ૮૬B મુજબ મારે વેચાણ ઉપર ટેક્સ રકમ મુજબ 1% ટેક્સ જેમા 1%cgst + 1%sgst + ભરીયે છીએ. પરંતુ cess ભરવાની થાય? મારે નાણાકીય વર્ષ 2025-2026 માં income tax 1,00,000 ભરવા પાત્ર નથી. નીલેશભાઈ લાખાણી, એડવોકેટ, કોડીનાર
જવાબ: ના, સેસની રકમ માટે જી.એસ.ટી. નિયમોના નિયમ 86B લાગુ પડે નહિ તેવો અમારો મત છે.
“ડિસ્ક્લેમર” (ખાસ નોંધ)
૧. ટેક્સ ટુડેમાં પૂછવામાં આવતા દરેક પ્રશ્નોના જવાબ એક્સપર્ટસ પોતાના જે તે વિષય ઉપરના અભિપ્રાય સ્વરૂપે આપે છે. આ અભિપ્રાય ઉપર અમલ કરવો કે નાં કરવો તે વાંચનારની મુનસફી ઉપર આધાર રાખે છે. આ જવાબોને અનુસરીને કોઈ વાંચકને કોઈ સીધી કે આડકતરી રીતે નુકસાન થાય તો તેના માટે ટેક્સ ટુડે એક્સપર્ટસ કે ટેક્સ ટુડે કોઈ પણ રીતે જવાબદાર બનતા નથી.
૨. ટેક્સ ટુડેમાં પૂછવામાં આવતા પ્રશ્નો પૈકી વેરાના દર બાબતના પ્રશ્નો જે તે વસ્તુ કે સેવા બાબતેના દર અંગેના વ્યક્તિગત અભિપ્રાય છે તેમ સમજવું જરૂરી છે.
૩. આ કોલમમાં કોઈ પ્રશ્ન પૂછવા taxtodayuna@gmail.com પર ઈ મેઈલ કરવા વિનંતી.
