નવેમ્બર મહીના માં ઇ-વે બીલ મામલે ગુજરાતે ગુમાવ્યું પ્રથમ સ્થાન, પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર
નવેમ્બર મહીના માં ઇ-વે બીલ મામલે ગુજરાતે ગુમાવ્યું પ્રથમ સ્થાન, પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર
રિપોર્ટ અનુસાર ગુજરાતમાં નવેમ્બર મહિનામાં 26.8 લાખ ઈ-વે બિલ બન્યા જ્યારે ગુજરાતની સરખામણીમાં મહારાષ્ટ્રમાં 26.13 લાખ જેટલા ઈ-વે બિલ બન્યા છે. આ વર્ષના એપ્રિલથી ઇ-વે બીલ બનાવવાનું ફરજીયાત બનાવાયું છે. જે પછી ગુજરાત સતત પ્રથમ સ્થાને રહ્યું હતું. પરંતુ ગયા નવેમ્બર મહિનામાં ગુજરાતને પાછળ છોડીને મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. જો કે નિષ્ણાંતોના મત મુજબ નવેમ્બર મહિનામાં દિવાળીની રજાઓના કારણે ગુજરાત પાછળ રહી ગયુ હોવાનું માની રહ્યાં છે. એક તરફ દિવાળીની રજાઓ અને બીજી તરફ મંદીના કારણે ઈ-વે બિલમાં ઘટાડો થયો હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. નવેમ્બર મહિનામાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાન પર પહોંચી ગયું હતું. એક રિપોર્ટ અનુસાર ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં 41.36 લાખ ઈ-વે બિલ બન્યા હતા. જેની સરખામણીમાં નવેમ્બર મહિનામાં માત્ર 26.8 લાખ જેટલા જ ઈ-વે બિલ બન્યા છે: બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે