આધાર કાર્ડની જરૂરિયાતને લઇ કેન્દ્ર સરકાર નો મહત્વનો નિર્ણય!!! આધાર એ અધિકાર નહીં કે બોજ!!!
તા-24 ડિસેમ્બર 2018 ઉના: ચીફ જસ્ટિસ દીપક મિશ્રા તેમની નિવૃત્તિ પહેલાં ઘણા મહત્વ ના મુદ્દાઓ પર ચુકાદો આપ્યા હતા. જેમાં આધાર કાર્ડ ના ફરજિયાત પણા અંગે એક ખૂબ મહત્વ નો ચુકાદો આપેલ હતો. આધાર કાર્ડ હવે થી ક્યાં આવશ્યક રહેશે અને ક્યાં આવશ્યક રહેશે નહી તેની વધુ માં માહિતી આ લેખ માં સરળ ભાષા માં આપેલ છે.
આધાર કાર્ડ ની આવશ્યક્તા ક્યાં રહેશે ?????
- આવકવેરા ભરવા માટે અને પેન કાર્ડ માટે આધાર કાર્ડ આવશ્યક રહેશે. 31. 03.19 સુધી માં પેન કાર્ડ સાથે આધાર લિન્ક કરાવવું રહેશે.
- ઓળખપત્ર તરીકે આધાર કાર્ડ માન્ય રહેશે
- સરકારની લાભકારક યોજનાઓ અને સબસિડીનો લાભ લેવા માટે આધારકાર્ડ આવશ્યક
આધાર કાર્ડ ની આવશ્યક્તા ક્યાં રહેશે નહી ????
- બેન્કમાં ખાતું ખોલાવા માટે આધાર કાર્ડ આવશ્યક નથી
- નવો મોબાઈલ નંબર લેવા માટે આધારકાર્ડ આવશ્યક નથી
- ૬ થી ૧૪ વર્ષના બાળકોના એડમિશન માટે આધારકાર્ડ આવશ્યક નથી
આમ, બેન્ક ખાતું ખોલાવવા, નવું સિમ કાર્ડ લેવા તમે આધાર કાર્ડે નો ઉપયોગ મરજિયાત રીતે કરી શકો છો. પણ આધાર કાર્ડ આ માટે ફરજિયાત રહેશે નહીં. આધાર કાર્ડે સિવાય પણ ઈલેકશન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, સરકારી નોકરિયાત ના કિસ્સા માં તેમનું આઈ. ડી. કાર્ડ વગેરે નો ઉપયોગ કરી બેન્ક ખાતું ખોલી શકાશે તથા સિમ કાર્ડ લઈ શકાશે. જો કોઈ બેન્ક કે ટેલિકોમ કંપની આ બાબતે ગ્રાહક ને દબાણ કરશે તો જે તે બૅન્કિંગ કંપની કે ટેલિકોમ કંપની ને 1 કરોડ સુધી નો દંડ તથા જવાબદાર કર્મચારી ને 3 થી 10 વર્ષ સુધીની જેલ ની સજા ની જોગવાઇઓ પણ કરવામાં આવેલ છે. આ સંદર્ભે કેન્દ્રિય કેબિનેટ દ્વારા જે તે કાયદા માં સુધારા ને મંજૂરી આપી દીધેલ છે.
આધાર કાર્ડ ની માહિતી લીક થવા વિષે મીડિયા માં અહેવાલો આવેલા. આ બાબત ને ખૂબ ગંભીરતા થી લઈ સરકારે આધાર કાર્ડે ની માહિતી નો દુરુપયોગ કરનારી સંસ્થા-કંપની ને 50 લાખ રૂપિયા સુધીનો દંડ અને જવાબદાર કર્મચારી ને 10 વર્ષ સુધીની સજા ની જોગવાઈ પણ સલગ્ન કાયદા ઑ માં કરેલ છે. સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશને ધ્યાનમાં રાખી ને આ નિર્ણય લેવામાં આવેલ છે. બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે.