22 ડિસેમ્બર થી 31 માર્ચ 19 સુધી રિટર્ન ભરવા માટે કોઈ લેઇટ ફી નહીં પરંતુ જૂના ભર્યા તેનું શું????
ઉના: તા: 31.12.2018: 2018 સાલ ના છેલ્લા દિવસે સરકાર દ્વારા વેપારીઓ ને ખાસ ભેટ આપવામાં આવેલ છે. GST કાઉન્સીલ ની 31 મી બેઠક માં જાહેર કરવામાં આવ્યા મુજબ જુલાઇ 2017 થી સપ્ટેમ્બર 2017 સુધી ના રિટર્ન માટે ની લેઇટ ફી જાહેરનામુ બહાર પાડી જતી કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે આ લેઇટ ફી માત્ર 22 ડિસેમ્બર થી 31 માર્ચ વચ્ચે ભરવામાં આવતા GSTR 3B/GSTR 1/GSTR 4 માટે જ જતી કરવામાં આવેલ છે. 22 ડિસેમ્બર પહેલા જેઓએ લેઇટ ફી ભરેલ છે તેઓની લેઈટ ફી પરત કરવા વિષે આ જાહેરનામા કોઈ જાહેરાત કરવામાં આવેલ નથી. ટેક્સ ટુડે આ લેઈટ ફી વેઇવ કરવા બદલ ખાસ આભાર પ્રકટ કરે છે તથા 22 ડિસેમ્બર પહેલા જે વેપારીઓ એ લેઈટ ફી ભરવી પડી છે તે પરત કરવા ખાસ અપીલ કરે છે. બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે