આજે છે GST કાઉન્સિલ ની મહત્વ ની બેઠક: સૌના મનમાં એકજ પ્રશ્ન શુ થશે GST ની લિમિટ 75 લાખ કે 40 લાખ??
ઉના, તા: 10.01.19: GST કાઉન્સિલ ની 32 મી મિટિંગ આજરોજ દિલ્હી ખાતે મળનાર છે. આ મિટિંગ બજેટ પહેલાની આખરી મિટિંગ હોઈ, મિટિંગ માં ખૂબ મહત્વ ના નિર્ણય લેવામાં આવશે તેવી અપેક્ષા સેવાઇ રહી છે. ખાસ કરીને પ્રધાનમંત્રી ની જાહેરાત હતી કે GST નોંધણી માટે ની મર્યાદા 20 લાખ થી વધારી 75 લાખ કરી દેવામાં આવશે, આ અંગે ના નિર્ણય પર સૌ ની મીટ મંડાયેલ હશે. આ ઉપરાંત કામપોઝિશન વાળા વેપારીઓ માટે વાર્ષિક રિટર્ન, સેવા આપતા નાના કરદાતાઓ માટે કામપોઝિશન સ્કીમ, GST સરાલિકરણ, સિમેન્ટ તથા હાઉસિંગ જેવી વસ્તુ પર વેરાનો દર ઘટાડો ઉપરાંત કેરેલા રાજ્ય ના પુર ને પહોંચી વળવા કેલેમિટી સેસ આજના સૌથી ઉપયોગી નિર્ણય માના રહેશે. ટેક્સ ટુડે ના રિપોર્ટર લલિત ગણાત્રા જણાવે છે કે 75 લાખ જેટલી મોટી લિમિટ માટે રાજ્ય સરકારો સહમત ના થાય પરતું 40 લાખ ની લિમિટ જે શુશીલ કુમાર મોદી દ્વારા સૂચવવા માં આવેલ છે તે લિમિટ તમામ રાજ્યો ગ્રાહ્ય રાખી શકે છે. બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે