નેશનલ એક્શન કમિટી ઓફ GST પ્રોફેશનલ્સ દ્વારા દિલ્હી ખાતે વિવિધ નેતાઓની મુલાકાત
ઉના, તા: 7.02.19:
નેશનલ એક્શન કમિટી ઓફ GST પ્રોફેશનલ્સ (NAC) દ્વારા દિલ્હી મુકામે ત્રણ દિવસીય મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગ માં NAC ના અંદાજે 17 જેટલા રાજ્યો તથા કેન્દ્રીય શાસિત પ્રદેશના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. દિલ્હી ખાતે અલગ અલગ મંત્રીઓ, સાંસદો, અધિકારીઓ ની મુલાકાત NAC ના વિવિધ હોદેદારો દ્વારા લેવામાં આવી હતી. આ મુલાકાતો માં સ્પીકર સુશ્રી સુમિત્રા બેન મહાજન, રાજ્ય કક્ષા ના નાણાં મંત્રી શિવ પ્રસાદ શુક્લા, રાજ્ય કક્ષા ના સામાજિક ન્યાય મંત્રી કિશનપાલ ગુર્જર, સુરેન્દ્રનગર ના સાંસદ શ્રી દેવજીભાઈ ફતેહપુરા, બેંગ્લોર ના સાંસદ શ્રી ચીનપ્પા વગેરે અનેક મહાનુભાવો ની મુલાકાત કરવામાં આવી હતી. અલગ અલગ રાજ્ય ના સંયોજક દ્વારા પોતાના વિસ્તાર ના MP નો સંપર્ક કરવા કોશિશ કરવામાં આવી હતી. આ મુલાકાતો માં NAC દ્વારા રાજુવાત કરવામાં આવેલ છે કે સેલ્સ ટેક્સ, ત્યારબાદ વેટ માં વર્ષો થી પ્રેક્ટિસ કરતા ટેક્સ એડવોકેટ્સ તથા ટેક્સ પ્રેક્ટિશનરો ને જી.એસ.ટી. હેઠળ કરવામાં આવતા સર્ટિફિકેશન (જેને ઘણા ઓડિટ ગણે છે) ની સત્તા આપવામાં આવે. NAC દ્વારા અન્ય કોઈ પણ વ્યવસાયી નો હક ઓછો કરવા ક્યારેય કોઈ પ્રયાસ કે રાજુવાત કરવામાં આવી નથી. આ ઉપરાંત જી.એસ.ટી. ને વધુ સરળ કરવા તથા ટેક્નિકલ મુશ્કેલીઓ દૂર કરવા પણ રાજુવાત કરવામાં આવેલ છે. ત્રણ દિવસીય કાર્યક્રમ ના અંત માં દિલ્હી સેલ્સ ટેક્સ બાર એસોસીએશન ખાતે NAC ના હોદેદારો તથા કો ઓર્ડીનેટર ની ભવિષ્ય ની રણનીતિ બનાવવા એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસીય મિટિંગો માટે ખાસ NAC ના રાષ્ટ્રીય ડેપ્યુટી ચેરમેન દિપક બાપટ, રાષ્ટ્રીય સંયોજક અક્ષત વ્યાસ, નિગમ શાહ ઉપરાંત ગુજરાત રાજ્ય સંયોજક ભાષ્કર પટેલ, જતીન ભટ્ટ, મધ્ય પ્રદેશ રાજ્ય ના સાયોજકો અમિત દવે, શ્રી લાખોટીયા, એ. કે. ગોર, દિલ્હી ના સંયોજક સુરેન્દ્ર શર્મા, સિક્કિમ રાજ્ય સંયોજક હેમંત રાય, દમણ તથા દીવ ના સંયોજક ભવ્ય પોપટ દિલ્હી ખાતે હતા. આ ઉપરાંત મહારાષ્ટ્રના પ્રકાશ જોગલેકર, પંજાબ ના આગેવાનો, આસામ, કર્ણાટક, જમ્મુ એન્ડ કાશ્મીર વી અનેક રાજ્યો ના પ્રતિનિધિ જોડાયા હતા. NAC વતી મહાનુભાવો ને રાજુવાત કરવામાં મધ્ય પ્રદેશ ના અમિત દવે તથા ગુજરાત ના વારીશ ઈશાની એ આગેવાની લીધી હતી. આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા તેજસ શાહ, હર્નિશ મોઢ, ભરત સ્વામી, રાજેન શાહ, અજય મહેતા, કિરીટ પટેલ, કિરીટ છાબડા, જયેશ કાનાણી કર્ણીક કોઠારી, અમિત પરમાર વી. એ જહેમત ઉઠાવી હતી.
બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે