ઇ વે બિલ સિસ્ટમ માં 25.03.2019 થી કરવામાં આવેલ સુધારા
ઉના, તા: 25.03.2019
ઇ વે બિલ સિસ્ટમ માં 25 માર્ચ 2019 થી મહત્વ ના સુધારા કરવામાં આવ્યા છે. જે સુધારા ને સરળ ભાષા માં રજૂ કરેલ છે.
1. હવે માલ વહન નું અંતર આપ મેળે સિસ્ટમ ગણી લેશે.
હવે થી ઇ વે બિલ માં માલ વેચનાર તથા મેળવનાર ની ધંધા ની જગ્યા ના અંતર ની ગણતરી સિસ્ટમ માં ઓટોમેટિક થઈ જશે. આ ગણતરી પિન કોડ આધારિત રહેશે. માલ વેચનાર તથા ખરીદનાર ની જગ્યા ના પિનકોડ ના આધારે ઇ વે બિલ નું અંતર સિસ્ટમ માં આપ મેળે ગણી લેવા માં આવશે.
જો કે આ ઓટોમેટિક ગણતરી માં દર્શાવેલ કિલોમીટર ને 10% સુધી બદલી શકશે. ઉદાહરણ તરીકે ઉના થી જુનાગઢ નું અંતર ઓટોમેટિક 200 કી.મી. દર્શવાયું હોય તો (+ કે – 10%) 20 કી.મી. ઓછું કે વધારે દર્શાવી શકશે.
એકજ પિનકોડ માં થતી ડિલિવરી ના સંદર્ભે વધુ માં વધુ 100 કી.મી. નું અંતર મેન્યુલી દર્શાવી શકશે.
ખોટા પિનકોડ ના કિસ્સા માં સિસ્ટમ INVALID PIN code અંગે એલર્ટ આપશે. આવા સંજોગો માં અંતર મેન્યુલી નાખી શકશે. પણ આવા ઇનવેલીડ પિનકોડ વાળા ઇ વે બિલ અંગે ડિપાર્ટમેંટ ના ઓફિસર ને એલર્ટ કરવામાં આવશે.
આ ઉપરાંત આવનારા સમય માં જ્યારે ઇ વે બિલ સિસ્ટમ અપગ્રેડ થશે તેમાં નીચેના ફેરફાર આવરી લેવાશે તેવું જાણવામાં આવ્યું છે
1. એક જ બિલ ઉપર એક થી વધારે ઇ વે બિલ જનરેટ થઈ શકશે નહીં.
2. માલ વહન માં હોય ત્યારે તેનો સમય વધારવા અંગે ની સગવળ આપવામાં આવશે.
3. કંપોજીશન ડીલર ના કિસ્સાઓ માં આંતર રાજ્ય વ્યવહારો અંગે ના ઇ વે બિલ ના જનરેટ થાય તે અંગે નો સુધારો તથા આવા ડીલર ના કિસ્સા માં ટેકસ ઇંવોઇસ દર્શાવવા માં નહીં આવે તથા CGST કે SGST જેવા ટેક્સ દર્શાવવા નો ઓપ્શન પણ આવા ડીલર ના નહીં મળે.
ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.