GST વાર્ષિક રિટર્ન ની વિગતો ગુજરાતી માં…..
-By લલિત ગણાત્રા, પ્રતિક મિશ્રણી & ભવ્ય પોપટ, ટેક્સ ટુડે
આજે આ લેખ માં જી.એસ.ટી. કાયદા હેઠળ ના વાર્ષિક રિટર્ન વિષે સરળ ભાષા માં સમજ આપેલ છે. સૌપ્રથમ જાણીએ વાર્ષિક રિટર્ન વિષે મહત્વ ની જાણકારી: વાર્ષિક રિટર્ન નું ફોર્મ: GSTR 9 કંપોજીશન માટે 9A
GSTR 9 ભરવાની છેલ્લી તારીખ: 30.06.2019
હવે GSTR 9 ની સરળ ભાષા માં માહિતી ફોર્મ ના કોષ્ટક પ્રમાણે જોઈએ. આ માહિતી ગુજરાતી માં સમજાય એ પ્રમાણે આપવાનો પ્રયાસ કર્યો છે.
આ લેખ માં હજુ સુધારા વધારા શક્ય છે. સુધારા યોગ્ય જાણતા આ લેખ માં સાંકળી લેવામાં આવશે.
તા.ક : જે કોલમમાં ઓટો પોપ્યુલેટ વિગતો સુધારી શકાય એમ છે, તેમાં ૨૦% થી ઓછો અથવા વધારે સુધારો કરવા થી લાલ માર્ક આવી જશે, જેથી એ અધિકારી ના ધ્યાન માં આવી શકે
મિત્રો, ઉપરોક્ત ફોર્મ માં આપ જોઈ શકશો કે ફોર્મ ના ઘણા (મોટા ભાગ ના) કૉલમ સુધારી શકાય તેવા રાખવામા આવેલ છે. પરંતુ ફોર્મ ના કોષ્ટક, ફોર્મ સાથે ની માર્ગદર્શિકા તથા FAQs માં થી પ્રતીત થાય છે કે વર્ષ દરમ્યાન ભરેલ 3B તથા GSTR 1 ઉપરથી જ માહિતી ભરવાની રહેશે. જો આમ કરવાનો જ હેતુ હોય તો GSTR 9 ઓટોમેટિક જ ભરાઈ જવું જોઈતું હતું. આ ફોર્મ ને ખરા અર્થ માં સેલ્ફ એસેસમેન્ટ ફોર્મ સ્વરૂપે ભરાવા નો આગ્રહ રાખવો જરૂરી જણાય છે. આમ, ના કરવાના કારણે અનેક મુશ્કલીઓ કરદાતા એ ભોગવવા ની રહેશે તેવું જણાય રહ્યું છે. આશા રાખીએ કે આ અંગે સરકાર દ્વારા યોગ્ય સમયે યોગ્ય સુધારા કરવામાં આવે.
GSTR 9 ના કોષ્ટક વીશે ગુજરાતી માં માહિતી બિડાણ સ્વરૂપે આપેલ છે. ગુજરાતી માં વાર્ષિક રિટર્ન ની કૉલમ વિષે સમજવા બાજુ માં આપેલ વાર્ષિક રિટર્ન ક્લિક કરો વાર્ષિક રિટર્ન