સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)
ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડ્વોકેટ લલિત ગણાત્રા, જેતપુર
તારીખ: 08 એપ્રિલ 2019
1. અમારા અસીલ ના કેસ માં તેઓ ફેક્ટરી ધરાવતા હતા. જેમાં નોંધણી રદ કરાવવા સમયે સ્ટોક માં ફક્ત 50 લાખ ની આર.ડી. પાસેથી ખરીદેલ મશીનરી હતી. ત્રણ હપ્તા ના કસૂરદાર હોવાના કારણે અમારો નોંધણી નંબર રદ કરી નાખવામાં આવ્યો. હવે અમારા અસીલ ધંધો કરવા માંગતા નથી. છ મહિના થઈ ગયા હોવાથી અપીલ કરવી પણ શક્ય નથી. હવે મશીનરી વેચવા તથા અમારા ખરીદનાર (મશીનરીના) ને ક્રેડિટ મળે તે માટે કોઈ વિકલ્પ ખરી?
અલ્કેશ મહેન્દ્રકુમાર શાહ, સુરેન્દ્રનગર
જવાબ: તમારો નોંધણી દાખલો રદ થઈ ગયો હોય, ખરીદનાર ને મશીનરી ની ક્રેડિટ ખરીદનાર ને મળી શકે નહીં.
2. અમારા અસીલ ટ્રાન્સપોર્ટ નો ધંધો કરે છે. તેઓ જી.એસ.ટી. નંબર ધરાવે છે. તેઓ અનરજિસ્ટરડ વ્યક્તિ ને કોઈ પણ રકમ ની સેવા આપે તો તે નોટિફિકેશન 32/2017 મુજબ, તા: 13.10.17 ની એન્ટ્રી 21 A મુજબ તેઓએ કોઈ પ્રકાર નો વેરો ભરવાનો ના થાય ને?
અલ્કેશ મહેન્દ્રકુમાર શાહ, સુરેન્દ્રનગર
જવાબ: હા, નોટિફિકેશન 32/2017(રેટ) એન્ટ્રી 21A મુજબ બિન અન રજીસટર્ડ વ્યક્તિ ને કોઈ પણ રકમ ની સેવા ટ્રાન્સપૉર્ટર (GTA) આપે તો તેના ઉપર કોઈ વેરો ભરવાનો થાય નહીં.
3. મારા અસીલ જી.એસ.ટી. નંબર ધરાવે છે. મારા અસીલ બિન નોંધાયેલ વ્યક્તિ પાસે થી ખરીદી કરે તો શું તેમણે ખરીદી ઉપર જી.એસ.ટી. ભરવાનો થાય? બિન નોંધાયેલ વ્યક્તિ ની ખરીદી 3B માં ક્યાં દર્શાવવી જોઈએ?
જવાબ: જી.એસ.ટી. કાયદા ની કલમ 9(4) હેઠળ આવો વેરો ભરવાનો થતો હતો. કલમ 09(4) ને તારીખ 30.09.2019 સુધી મુલતવી રાખવામા આવેલ હોય તમારા અસિલે બિન નોંધાયેલ વ્યક્તિ પાસે થી ખરીદી ઉપર કોઈ જી.એસ.ટી. ભરવાનો નહીં થાય. આવી ખરીદી Exempted Inward Supply ગણાશે કેમ કે આની પર રીવર્સ ચાર્જમાં વેરો ભરવો નહી તેવું માફીનું નોટીફીકેશન આપેલ છે.
4. મારા અસીલ મીઠાઇ નું ઉત્પાદન કરેલ છે. કમ્પોજીશન માં કેટલા ટકા વેરો ભરવાનો થાય. મીઠાઇ ઉત્પાદન માં વપરાતી ઘણી ચીજ વસ્તુ બિન નોંધાયેલ વ્યક્તિ પાસે થી ખરીદી થતી હોય છે. તો શું તેના ઉપર જી.એસ.ટી. ભરવાનો થાય? પ્રધ્યુંમ જરીવાલા, સુરત
જવાબ: આપના અસીલ મીઠાઇ નું ઉત્પાદન કરતાં હોય કંપોજીશન પેટે કુલ સપ્લાય ઉપર 1% વેરો ભરવાનો થાય. કલમ 9(4) ની જોગવાઇઓ 30.09.2019 સુધી મુલતવી રાખવામા આવેલ હોય માટે બિન નોંધાયેલ વ્યક્તિ પાસે થી ખરીદી ઉપર કોઈ જી.એસ.ટી. ભરવાનો થાય નહીં.
5. ખમણ, ઇદડાં, ફાફડા વગેરે જેવા ફરસાણ ઉત્પાદન કરી વેચનારને કમ્પોજીશન માં કેટલા ટકા ના દરે વેરો ભરવાનો થાય? પ્રધ્યુંમ જરીવાલા, સુરત
જવાબ: ખમણ, ઇદડાં, ફાફડા વગેરે જેવા ફરસાણ ઉત્પાદન કરી વેચનાર ને કમ્પોજીશન માં કુલ સપ્લાય ના 1% લેખે વેરો ભરવાનો થાય. રેસ્ટોરન્ટ તરીકે સેવા આપતા હોય તો રેસ્ટોરન્ટ તરીકે કંપોજીશન પરવાનગી મેળવી અને 5% ના દરે કમ્પોજીશન નો વેરો ભરવા પાત્ર થાય.
6. અમારા અસીલ, એકપોર્ટર છે. અમો LUT ઉપર એક્સપોર્ટ કરીએ છીએ. 2017-18 માં અમારું એક્સપોર્ટ નું ટર્નઓવર 50 લાખ આસપાસ હતું. LUT અંગે ની શરતો ટૂંક માં જણાવશો. અમારા વ્યવહાર માં હોય નિયમો ની ભૂલ થતી હોય તો જણાવશો. અલ્કેશ મહેન્દ્રકુમાર શાહ, સુરેન્દ્રનગર
જવાબ: રુલ 96A મુજબ એક્ષપોર્ટ નું બીલ બન્યા પછી જો ત્રણ મહીનામાં આ ગુડસ્ એક્ષપોર્ટ ના થાય તો તેના પછી ના 15 દીવસમાં ટેક્ષ ની રકમ ભરી દેવાની રહેશે.
સર્વીસ ના LUT સામે કરેલ એક્ષપોર્ટ ના સપ્લાય માં જો પેમેન્ટ 1 વર્ષમાં ફોરેન અક્ષચેન્જ કે જ્યાં પરમીશન આપી છે ત્યાં ભારતીય રુપીયા માં ના આવે તો ત્યાર બાદ ના 15 દીવસમાં આનો ટેક્ષ ભરી દેવાનો રહેશે.. ઉપરના નીયમ મુજબ જો એક્ષપોર્ટ થયું ના હતું ને પેમેન્ટ 15 દીવસમાં કરવાનું હતું તે ના કર્યું તો LUT પરત ખેચી લેવામાં આવશે અને આવા ટેક્ષ ની સેકસન 79 મુજબ રીકવરી કરવામાં આવશે
7. અમારા અસિલે વેટ કાયદા હેઠળ મરજિયાત રીતે નોંધણી દાખલો મેળવેલ હતો. આ નોંધણી મેળવવા માટે 25000/- ની ડિપોસિત ભરેલ હતી. આ ક્રેડિટ જી.એસ.ટી. કાયદા હેઠળ અમોએ B/F કરેલ છે. હવે જી.એસ.ટી. કાયદા માં અમારું ટર્નઓવર શૂન્ય છે. તો આ B/F કરેલ રકમ નું રિફંડ મળે? મળે તો કઈ રીતે? અલ્કેશ મહેન્દ્રકુમાર શાહ, સુરેન્દ્રનગર
જવાબ: જી.એસ.ટી. કાયદા હેઠળ રિફંડ કલમ 54 હેઠળ મળે. કલમ 54 હેઠળ આવા રિફંડ મેળવવા ની કોઈ જોગવાઈ નથી. પરંતુ અમારા મતે વેટ કાયદા હેઠળ એસેસમેન્ટ દ્વારા આ રિફંડ મળી શકે. આ માટે, એસેસમેન્ટ ટાસ્ક જનરેટ કરવા ઘટક કચેરી એ અરજી કરી શકીએ. સાથે હવે ના 3B આ ક્રેડિટ રિવર્સ કરી આ અંગે એક સોગંદનમું ઘટક કચેરીએ આકારણી સમયે આપવું જોઈએ.
8. મારા અસીલ JCB ધરાવે છે. તેઓ JCB ભાડે આપવા નો ધંધો કરે છે. શું ખરીદ કરેલ JCB ની ક્રેડિટ તેઓને મળે? પ્રીત ગાંગદેવ, લો સ્ટુડન્ટ, ઉના
જવાબ: હા, અમારા મતે J.C.B. નો ઉપયોગ “ફરધરન્સ ઓફ બીજનેસ” માં કરતાં હોય મતે આ ખરીદી ની ક્રેડિટ મળે.
9. અમે JCB જેવા હેવી ઇક્વિપમેંટ ભાડે આપવાનો ધંધો કરીએ છીએ. આમો જી.એસ.ટી. હેઠળ ગુજરાત માં નોંધાયેલ છીએ. અમો અમારા મશીન ને ભાડા માટે, અલગ અલગ સાઇટ ઉપર મોકલીએ છીએ. આ સાઇટ ગુજરાત બહાર પણ હોય છે. મારા પ્રશ્નો નીચે મુજબ છે.
a. ઇ વે બિલ બનાવવા માટે વેલ્યૂ માં મારે કઈ રકમ મૂકવી જોઈએ? ઈન્સ્યોર્ડ વેલ્યૂ, કે બુક વેલ્યૂ કે માર્કેટ વેલ્યૂ કે અન્ય કોઈ વેલ્યૂ?
જવાબ: અમારા મત મુજબ ઇ વે બિલ માં બુક વેલ્યૂ લેવી જોઈએ.
b. શું અમો મશીન મહારાષ્ટ્ર ભાડા માટે મોકલીએ તો ત્યાં જી.એસ.ટી. નંબર લેવો પડે?
શૈલેષ તન્ના, વેપારી, જામનગર
જવાબ: ના,IGST કાયદા ની કલમ 12 મુજબ IGST ચાર્જ કરી આપ વેચાણ દર્શાવી શકો છો. મહારાષ્ટ્ર માં જી.એસ.ટી. નંબર લેવાની જરૂર ના રહે.
10. મારા એક અસીલ માં જુલાઇ 2018 ના મહિના માં 3B માં CGST ની જગ્યાએ IGST માં રકમ દર્શાવાઇ ગઈ છે. આ મહિના માં SGST ની રકમ NIL દર્શાવે ગઈ છે. તો મારે આવા કિસ્સા માં શું કરવું જોઈએ?
a. માર્ચ મહિના ના 3B માં સાચી રકમ CGST તથા SGST માં દર્શાવી ને IGST ની રકમ ક્રેડિટ તરીકે બાદ લઈ લેવામાં આવે. 2A મિસ મેચ ના પ્રશ્નો તો અવશેજ. (અસીલ ને IGST ને પાત્ર કોઈ વેચાણ નથી)
જવાબ: CGST અને SGST ની રકમ માર્ચ 19 ના 3બી માં ભરી દેવાની જ્યારે IGST નું બીજી કોઈ પાર્ટી ને વેચાણ થાય ત્યારે આ રકમ જેટલુ ઓછું બતાવવાનું રહેશે. આ બાબત નો સર્કયુલર 26/2017 મુજબ જ ચાલવું પડશે. આઉટપુટ ને પાછી ઈનપુટ ક્લેઈમ કરવી સાચો રસ્તો નથી. IGST નું વેચાણ ના હોય તો વેચાણ કરી ને આ પ્રશ્ન નું સોલ્યુશન કરવું હીતાવહ રહેશે
b. DRC 03 માં CGST તથા SGST દર્શાવી ને IGST ની ક્રેડિટ ક્લેમ કરી લવ.
જવાબ: આ બાબતમાં DRC03 નો ઉપયોગ કરવાની જરુર રહેતી નથી. DRC થી ભરેલ કોઈ પણ રકમ નું સામે વાળા ને ક્રેડીટ મળવામાં મુશ્કેલી પડવાની છે તે નક્કી છે.
c. અન્ય કોઈ વિકલ્પ
11. જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ વ્યક્તિ દ્વારા બિન નોંધાયેલ વ્યક્તિ ને કમિશન ચૂકવવા માં આવે તો RCM ભરવાનો થાય? નિલેષ દડિયા,
જવાબ: જી.એસ.ટી. કાયદા ની કલમ 9(4) હેઠળ નો બિન નોંધાયેલ વ્યક્તિ નો RCM હાલ પૂરતો સ્થગિત કરવામાં આવેલ હોય, 30.09.2019 સુધી આ RCM ભરવાનો થાય નહીં.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.