AAR 4: શું અન્ય રાજયમાં વર્ક કોન્ટ્રાક્ટ એક્ઝિક્યૂટ કરવાં તે રાજયમાં જી.એસ.ટી. નંબર લેવો ફરજિયાત છે?

Spread the love
Reading Time: 2 minutes

અરજકર્તા: T & D Electricals, AAR No. 18/2020 KARNATAKA

ઓર્ડર તારીખ: 31.03.2020, 

પ્રશ્ન:

  1. શું કર્ણાટક રાજયમાં વર્ક કોન્ટ્રાક્ટ કરવાં માટે રાજસ્થાનમાં જી.એસ.ટી. નંબર તથા મુખ્ય ધંધાનું સ્થળ ધરાવતાં વ્યક્તિએ કર્નાટક રાજયમાં જી.એસ.ટી. નંબર ફરજિયાત લેવો પડે?
  2. જો કર્ણાટકમાં નોંધણી દાખલો ફરજિયાત ના લેવાનો થાય તો રાજસ્થાનમાં થી કર્ણાટક ની સાઇટ માટે કરેલ માલ ની ખરીદી માટે વેચનારે CGST-SGST લગાડવા નો રહે કે IGST?
  3. જો કર્ણાટક રાજયમાંથી કર્ણાટકની સાઇટ માટે ખરીદી કરવામાં આવે ત્યારે વેચનારએ IGST લગાડવાનો રહે કે CGST-SGST?
  4. રાજસ્થાન થી કર્નાટક તથા કર્ણાટક થી કર્ણાટક માલ ની ડિલિવરી સંદર્ભે ક્યાં ડૉક્યુમેન્ટ ટ્રાન્સપોર્ટ દરમ્યાન સાથે રાખવાના રહે?

અરજદાર ના વ્યવહાર ની વિગતો: 

  • અરજદાર એ રાજસ્થાનમાં ધંધાનું મુખ્ય સ્થળ ધરાવે છે.
  • તેઓને કર્ણાટકમાં વર્ક કોન્ટ્રાક્ટ હાથ ધારવાનો છે.
  • તેઓની કર્ણાટકમાં કોઈ મુખ્ય સ્થળ ધરાવતાં નથી.
  • તેઓની કર્ણાટક સાઇટ માટે તેઓ કર્ણાટક તથા રાજસ્થાન બંને જગ્યાએ થી ખરીદી કરે છે.

AAR નું તારણ:

  • અરજદાર માટે રાજસ્થાન સિવાય કોઈ સ્થાયી ધંધાનું સ્થળના હોય તેઓએ કર્ણાટકમાં નોંધણી દાખલો લેવો ફરજિયાત નથી.
  • અરજદાર રાજસ્થાનમાંથી કર્ણાટક સાઇટ માટે ખરીદી કરે ત્યારે IGST કાયદાની કલમ 10(1)(b) મુજબ “બિલ ટુ શીપ ટુ” વ્યવહાર ગણાય અને વેચનારે CGST-SGST લગાડવાનો રહે.
  • અરજદાર કર્ણાટકમાંથી કર્ણાટક સાઇટ માટે ખરીદી કરે ત્યારે IGST કાયદાની કલમ 10(1)(b) મુજબ “બિલ ટુ શીપ ટુ” વ્યવહાર ગણાય અને વેચનારે IGST લગાડવાનો રહે.
  • ઉપરના વ્યવહારમાં ટ્રાન્સપોર્ટેશન દરમ્યાન ક્યાં ડૉક્યુમેન્ટ સાથે રાખવા તે બાબત AAR હેઠળ નિર્ણય ને પાત્ર ના હોય, જવાબ આપેલ નથી.

ખાસ નોંધ: તમામ વાંચકોએ એ બાબત જાણવી જરૂરી છે કે AAR નો આદેશ જે તે અરજકર્તા તથા તેના પ્રોપર ઓફિસર ઉપરજ બાધ્ય ગણાય. તમામ કરદાતાઓ ને આનો સીધો લાભ મળે નહીં. પરંતુ ટેક્સ પ્લાનિંગ કરવાં માટે આ AAR ના ચૂકડાઓ ખૂબ મહત્વના રહેતા હોય છે.

આ AAR તથા AAAR અંગેના લેખ નું સંકલન CA મોનીષ શાહ, Adv. લલિત ગણાત્રા, CA દિવ્યેશ સોઢા તથા Adv. ભવ્ય પોપટ દ્વારા કરવામાં આવેલ છે. આ AAR અંગે આ અમારો અભિપ્રાય માત્ર છે.

error: Content is protected !!