Advocates are officers of Courts, પણ સરકારી ખાતા શુ આ વાત માનશે??

Spread the love
Reading Time: < 1 minute

તા. 26.06.2019, ઉના: જી.એસ.ટી. હેઠળ કરદાતા ચોરી કરે અને એમના રિટર્ન ભરતા વકીલ ને સમન્સ આપી ક્યારેક કડક શબ્દો ના પત્ર દ્વારા કરચોરી કરનારા કરદાતા બાબતે પૂછપરછ કરવા બોલાવવા ના કિસ્સા જોવા મળી રહ્યા છે. એડવીકેટ્સ એકટ હેઠળ પોતાના અસીલ ના કિસ્સા માં પુરાવા આપવા મળેલ મુક્તિ છતાં એડવોકેટ ને સમન્સ આપવાના કિસ્સા માટે ભૂતકાળ માં ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એશો. નેશનલ એક્શન કમિટી ઓફ જી.એસ.ટી. પ્રોફેશનલ્સ, ટેક્સ એડવોકેટ એશો ગુજરાત, રાજકોટ કમર્શિયલ ટેક્સ બાર એશો વગેરે એ ગુજરાત ના મુખ્ય પ્રધાન, જી.એસ.ટી. કમિશ્નર વગેરે ને રજૂઆતો કારેલ છે.

તા. 25 જૂન ના રોજ ફરી રાજકોટ ના એડવોકેટ ને સમન્સ દ્વારા હાજર થવા તથા તેમના અસીલ બાબતે વિગતો આપવા ફરમાવવામાં આવ્યું હતું. એ એડવોકેટ ના સમર્થન માં ગુજરાતભર માંથી એડવોકેટ્સ હાજર રહી એકતા પ્રકટ કરી સમન્સ ની કાર્યવાહી નો વિરોધ કર્યો હતો. મળતી વિગતો મુજબ સમન્સ ની કાર્યવાહી હાલ પૂર્ણ થયેલ છે. ભવિષ્યમાં જ્યાં સુધી પૂરતા પુરાવા ના હોઈ ત્યાં સુધી એડવોકેટ ને સમન્સ નહીં આપવામાં આવે તેવી ખાત્રી આપવામાં આવેલ છે.

Advocates are officers of court. આ કોર્ટ માં ન્યાયિક પ્રક્રિયા આદરતી તમામ સરકારી ઓફિસ નો પણ સમાવેશ થાય. પણ એક એડવોકેટ તરીકે હંમેશા એ બાબત નો રંજ રહેતો હોય છે કે પોતાની સેવા વડે માત્ર અસીલ નેજ નહીં પણ “ટેક્સ એડમિનિસ્ટ્રેશન” માં પણ એડવોકેટ, CA કે જી.એસ.ટી. પ્રેક્ટીશનર મહત્વ નો ફાળો આપતો હોઈ છે છતાં તેમની વ્યવસાયિક ઉપેક્ષા થતી હોય છે😐. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે

 

error: Content is protected !!
18108