એજીએફટીસી ની કારોબારી સભા અને સ્નેહ મિલન સભા યોજાઈ

Spread the love
Reading Time: < 1 minute

તા. 12.11.2024: ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટ, અમદાવાદ ની તા 09-11-2024 ના રોજ હોટલ ગ્રાન્ડ પ્રગતિ ઈન ખાતે યોજાઈ. પ્રમુખશ્રી વિશ્વેશ શાહે સૌ ને આવકારેલ, નવા વર્ષ ની શુભેચ્છાઓ પાઠવેલ અને સંસ્થાની અત્યાર સુધી એકટીવીટી ની માહિતી આપેલ જે ઉપસ્થિત સૌ સભ્યો એ બિરદાવેલ. ઈમીરેટસ પ્રેસિડેન્ટ શ્રી ધીરેશભાઈ શાહે પણ નવા વર્ષ ની શુભેચ્છાઓ પાઠવેલ અને સંસ્થાઓ વધુ વેગવંતી બને તે માટે સૂચનો કરેલ. આ સભા માં નવા સભ્યોના સભ્યપદના ફોર્મ મંજુર કરેલ, આગામી કાર્યક્રમો આયોજન માટે ઉપસ્થિત સૌ એ સૂચનો આપેલ. સંસ્થાની ટુ ડે ટેક્ષ કોન્કલેવ માટે આયોજન અંગે ચર્ચા કરવામાં આવેલ. અંતમાં મંત્રી મૃદાંગ વકીલે સૌ નો આભાર વ્યક્ત કરેલ..
આ પ્રસંગે પ્રમુખશ્રી સીએ (ર્ડો ) વિશ્વેશ શાહ, આઈપીપી સીએ રવિ શાહ, સિનિયર વીપી આશુતોષ ઠક્કર, ઈમીરેટસ પ્રેસિડેન્ટ ધીરેશ શાહ, મંત્રી મૃદાંગ વકીલ, ટ્રેઝરર મૌલિન શાહ, પાસ્ટ પ્રેસિડેન્ટશ્રીઓ, કારોબારી સભ્યો, આમંત્રિત સભ્યો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહીને સભા ને સફળ બનાવેલ. અમિતભાઈ સોની, ટેક્સ ટુડે

 

error: Content is protected !!