નોર્થ ગુજરાત ટેક્ષ પ્રેક્ટીશ્નર્સ એસોસીએશનની વાર્ષિક સાધારણ સભા પાલનપુર ખાતે યોજાઇ
તારીખ ૦૮/૦૮/૨૦૨૪ ગુરૂવાર
(પ્રતિનિધિ દ્વારા)
આજ રોજ તારીખ ૦૮/૦૮/૨૦૨૪ને ગુરૂવારના આજરોજ નંદીની રેસ્ટોરેન્ટ એન્ડ બેન્કવેટ, ડી-માર્ટ પાસે, ગઠામણ ચોકડી, પાલનપુર– અમદાવાદ હાઈવે પાલનપુર – ૩૮૫૦૦૧ (બ.કાં.) ખાતે સવારે ૧૧.૧૧ કલાકે નોર્થ ગુજરાત ટેક્ષ પ્રેક્ટીશ્નર્સ એસોસીએશનની વાર્ષિક સાધારણ સભા મળી. આ વાર્ષિક સાધારણમાં ખૂબ જ મોટી સંખ્યામાં સભાસદો હાજર રહેલ, આમ નિર્ધારિત સમયે વાર્ષિક સાધારણ સભા શરૂ થતાં એજન્ડા પ્રમાણે મંત્રીશ્રી નરેશભાઈ પરમાર દ્રારા સૌ પ્રથમ ગત મિટિંગનાં ઠરાવ વંચાણે લેવામાં આવ્યા અને તમામ ઠરાવને બહાલી આપવામાં આવી ત્યાર બાદ એજન્ડા ક્રમ નંબર બે પ્રમાણે ટ્રેઝરરશ્રી દેવરામભાઈ વી.રાજગોર દ્રારા ગત વર્ષના હિસાબો વંચાણે લેવામાં આવ્યા, આ હિસાબમાં માત્ર આવક બાજુ એટલે કે માત્ર જમા રકમ જ હતી અને સામે એક પણ પૈસાનો ખર્ચ એસોસીએશનમાં ઉધારવામાં આવ્યો નથી તે બાબતની જાહેરાત થતાં સભા ખંડમાં હાજર સૌ કોઈ સભાસદોએ તાળીઓના ગડગડાટથી આ ઉમદા અભિગમને આવકાર્યો અને આ ઘટના પરંપરા બની વહેતી રહેશે એવી આશા વ્યક્ત કરી, આમ ધ્વનિ મત દ્રારા હિસાબોને બહાલી આપી હિસાબો ઓડિટ માટે મોકવવાનું ઠરવામાં આવ્યું, ત્યાર બાદ પ્રમુખશ્રી દિલીપભાઈ ઠક્કરએ વર્ષ દરમ્યાન કરેલ કામોનો વિગતે અહેવાલ આપ્યો અને છેલ્લે મંત્રીશ્રીએ સૌનો આભાર વક્ત કરી આ વાર્ષિક સાધારણ સભાને પૂર્ણ જાહેર કરેલ અને સૌ સભાસદોએ સ્વરૂચિ ભોજના લીધું. આમ, એકંદરે આ વાર્ષિક સાધારણ સભા ખૂબ સારી અને શાંતિમય વાતાવરણમાં પૂર્ણ થઈ.
-હર્ષદ ઓઝા (પ્રતિનિધિ, ટેક્ષ ટુડે)