એજીએફટીસી ના વર્ષ ૨૫-૨૬ ના હોદ્દેદારો નિમાયા

Reading Time: < 1 minute
ગુજરાત ના નામાંકિત એસોસિએશન ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટસ, અમદાવાદ ની તા ૪/૬/૨૦૨૫ ના રોજ પ્રથમ કારોબારી સભા મળી જેમાં સર્વાનુમતે વર્ષ ૨૦૨૫-૨૬ માટે સર્વાનુમતે હોદ્દેદારો નિમાયા. જેમાં પ્રમુખશ્રી – આશુતોષ ઠક્કર, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ – રમેશભાઈ ત્રિવેદી, ઈમીરેટસ પ્રેસિડેન્ટ – અશ્વિનભાઇ શાહ, મંત્રી – પાર્થ દોશી, અમદાવાદ ઝોન ઉપ પ્રમુખ- મૃદાંગ વકીલ, સાઉથ ઝોન ઉપપ્રમુખ – મિતીશ મોદી, સેન્ટ્રલ ઝોન – સુનિલ શાહ, નોર્થ ઝોન – મહેન્દ્ર સ્વામી, સૌરાષ્ટ્ર ઝોન – સંજીવ બુચ, માનદ સહ મંત્રીઓ માં અમિત સોની, દીપેશ શાકવાલા, સુવ્રત શાહ, ખજાનચી – મૌલિન શાહ ની નિયુક્તિ કરવામાં આવી. અમિત સોની, ટેક્સ ટુડે