ઓલ ગુજરાત ફેડરેશન દ્વારા પાલનપુર ખાતે ઈન્ક્મ ટેક્ષઅને જીએસટી વિષય પર સેમિનાર યોજાયો
27.07.2024: ગુજરાતની નામાંકિત સંસ્થા ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટ એસોસિએશન ના સંયુક્ત ઉપક્રમે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ, પાલનપુર – બનાસકાંઠા સીપીઈ સ્ટડી ચેપ્ટર ઓફ ડબલ્યુઆઈઆરસી ઓફ આઇસીએઆઈ , ટેક્ષ પ્રેક્ટિશનર એસોસિએશન પાટણ, લાયન્સ ક્લબ ઓફ પાલનપુર અને રોટરી ક્લબ પાલનપુર સીટી ઘ્વારા ઈન્ક્મટેક્સ કાયદા અન્વયે સેમિનાર યોજાયો. આ સેમિનાર એજીએફ ટીસી પ્રમુખ વિશ્વેશ શાહ, આઈપીપી સીએ રવી શાહ, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ આશુતોષ ઠક્કર, મંત્રી મૃદાંગ વકીલ, મોફિસિયલ પ્રોગામ કમિટી ચેરમેન પ્રફુલભાઇ શાહ,વક્તાશ્રી સીએ હરિત ધારીવાલ અને વક્તાશ્રી સીએ પુનિત પ્રજાપતિ અન્ય સહયોગી સંસ્થાના પ્રતિનિધિઓ ના વરદ હસ્તે ઉદઘાટિત કરેલ.
ઇન્કમટેક્સ વિષય પર વક્તાશ્રી સીએ હરિત ધારીવાલ અને જીએસટી કાયદા પર વક્તાશ્રી સીએ પુનિત પ્રજાપતિએ ઉમદા અને રસપ્રદ વક્તવ્ય આપી સૌ ઉપસ્થિત ટેક્ષ વ્યવસાયિઓ અને વેપારીઓ ને મંત્ર મૃગ્ધ કરી દીધેલ. વધુમા આ પ્રસંગે સંસ્થામાં વિશેષ યોગદાન આપવા બદલ પાસ્ટ પ્રેસિડેન્ટશ્રી બકુલભાઈ શાહ નુ પ્રશિસ્ત પત્ર આપી સન્માનિત કરાયા..
આ સેમિનાર મા પાસ્ટ પ્રેસિડેન્ટ ધ્રુવેન શાહ,હિરેનભાઈ વકીલ,કાર્તિકેય શાહ, બકુલભાઈ શાહ, કારોબારી સભ્યોમાં મૌલીક પટેલ, અમિત સોની, રાજેન્દ્ર કાબરા,રમેશ કચરાની, મહેન્દ્ર સ્વામી, ધ્રુવેન મહેતા તથા ટેક્ષ વ્યવસાયિઓ અને સહયોગી સંસ્થાના સભ્યો મોટી સંખ્યામાં જોડાઈ સેમિનાર ને સફળ બનાવેલ. હર્ષદભાઈ ઓઝા તથા અમિતભાઈ સોની, ટેક્સ ટુડે