ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટિશનર્સ અને સેંટરલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટના સંયુક્ત ઉપક્રમે વડોદરા ખાતે બે દિવસીય નેશનલ ટેક્સ કોન્ફરન્સ “અર્થમંથન” નું સફળ આયોજન

0
Spread the love
Reading Time: 2 minutes

સમગ્ર દેશમાંથી ટેક્સ પ્રોફેશનલ બે દિવસ બનશે વડોદરાના મહેમાન:
તા. ૨૯.૦૬.૨૦૨૫: ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્ષ પ્રેક્ટિશ્નર ( વેસ્ટ ઝોન ) અને સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટ ના સંયુક્ત ઉપક્રમે બે દીવસીય “અર્થમંથન” નેશનલ ટેક્ષ કોન્ફરન્સ કબીર રિસોર્ટ, વડોદરા મુકામે યોજાઈ. આ કોન્ફરન્સ ના ચીફ ગેસ્ટ અને ઉદ્ઘાટક નામદાર ગુજરાત હાઇકોર્ટ જજ શ્રી ભાર્ગવ ડી કારીઆ સાહેબ ગેસ્ટ ઓફ ઓનર ર્ડો. દિનેશ સિન્હા ( Judicial Member of ITAT), Rajkot), Aiftp National President એડવોકેટ સમીર જાની, Aiftp ( wz) President સચિન ગાંધી, Cgctc પ્રમુખશ્રી દીપકભાઈ અમીન, મંત્રી ધર્મેશ ગાંધી, પ્રેસિડેન્ટ એમિ્રેટ્સ ભાસ્કર પટેલ, કોન્ફરન્સ ચેરમેન વિજયભાઈ શાહ,કોન્ફરન્સ મંત્રી ફૈઝાન ડભોવાલા અને અન્ય મહાનુભાવો ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ઉદ્ઘાટિત કરવામાં આવેલ.
નામદાર ગુજરાત હાઈકોર્ટ જજ શ્રી ભાર્ગવ ડી કારીઆ સાહેબ એ પ્રાસંગિક ઉદ્દબોધન કરી, સમૃદ્ધમંથન ને અર્થમંથન સાથે જોડી કરદાતા ને કાયદા ની જોગવાઈ સાથે અવગત કરેલ.આ કોન્ફરન્સ ખુબ સફળદાયી બને તેવી શુભેચ્છાઓ પાઠવેલ.
આ કોન્ફરન્સ ના પ્રથમ ટેક્નિકલ સેશન ના વક્તા સીએ અભય દેસાઈ એ જીએસટી કાયદા અન્વયે કલમ 50 વ્યાજ અંગે એડવાઇઝરી ની સરળ અને ઉમદા વ્યક્ત્વ આપેલ.
બીજા ટેક્નિકલ સેશન વક્તા સિનિયર એડવોકેટ તુષાર હેમાની એ ઈન્કમ ટેક્ષ અને જીએસટી બંને ની સામ્યતા અંગે ઉમદા વક્તવ્ય આપેલ.
ત્રીજા ટેક્નિકલ સેશન ના વક્તા એડવોકેટ મુકુલ ગુપ્તા ( ગાઝિયાબાદ ) ઘ્વારા જીએસટી અપીલ ની સમય મર્યાદા અંગે ઉમદા વક્તવ્ય આપેલ..આ નેશનલ ટેક્સ કોન્ફરન્સના બીજા દિવસે અમૃતસરના CA આંચલ કપૂર દ્વારા એક જ કરદાતાને આપવામાં આવેલ “મલ્ટિપલ નોટિસ” ના વિષય અંગે વક્તવ્ય આપવામાં આવેલ હતું. આ સેશનમાં ચેરમેન તરીકે ઓલ ઈન્ડિયા ફેડરેશનના પૂર્વ પ્રમુખ એડવોકેટ ડી. કે. ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ઓલ ઈન્ડિયા ફેડરેશનના પૂર્વ પ્રમુખ સિનિયર એડવોકેટ પ્રેમલતા બંસલજી ચેરમેન તરીકે હતા જેમાં વક્તા તરીકે “CA ગુરુ” તરીકે સમગ્ર દેશમાં જાણીતા ડો. ગિરીશ આહુજાએ નવા લાગુ થનાર ઇન્કમ ટેક્સ બિલ અંગે ઉપયોગી વક્ત્વય આપ્યું હતું,. નેશનલ ટેક્સ કોન્ફરન્સમાં છેલ્લા ટેકનિકલ શેશન “બ્રેઇન ટ્રસ્ટ” નું હતું જેમાં ડેલિગેટ્સના પ્રશ્નોના જવાબ તજજ્ઞો દ્વારા આપવામાં આવ્યા હતા. ઇન્કમ ટેક્સના વિવિધ પ્રશ્નોના જવાબ CA પલક પાવાગઢી તથા એડવોકેટ વિવેક ચાવડા દ્વારા આપવામાં આવ્યા હતા. જી.એસ.ટી. ઉપરના વિવિધ પ્રશ્નોના જવાબ એડવોકેટ સમીર સિદ્ધપુરીયા તથા એડવોકેટ પાર્થ બધેકા દ્વારા આપવામાં આવ્યા હતા. વડોદરાના ટેક્સ એડવોકેટ, સેંટરલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટના સ્થાપક સભ્ય અને પ્રેસીડંટ એમીરેટ્સ અને ઓલ ઈન્ડિયા ફેડરેશનના ટ્રેઝરર ભાષકરભાઇ પટેલનું વિશિષ્ટ સન્માન આ નેશનલ ટેક્સ કોન્ફરન્સમાં કરવામાં આવ્યું હતું.  આ નેશનલ ટેક્સ કોન્ફરન્સમાં માસ્ટર ઓફ સેરેમની તરીકે જાન્વી શાહ તથા ભવ્ય પોપટ દ્વારા સેવા આપવામાં આવી હતી. આ નેશનલ ટેક્સ કોન્ફરન્સને સફળ બનાવવા કોન્ફરન્સ ચેરમેન વિજયભાઈ શાહ, સેક્રેટરી ફૈઝાન ડભોઇવાલા તથા તેમની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

અંતમાં કોન્ફરન્સ મંત્રી ફૈઝાન ડભોઇવાલા સૌ નો આભાર માની આભાર વિધિ પૂર્ણ કરેલ. આ કોન્ફરન્સ મા ભારત અને ગુજરાત ના ૪૦૦ જેટલા ટેક્ષ વ્યવસાયિઓ મોટી સંખ્યામાં જોડાઇ કાર્યક્રમ ને સફળ બનાવેલ.. અમિત સોની, ટેક્સ ટુડે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!