ઇન્કમ ટેક્સ રિટર્ન પોર્ટલ પર ત્વરિત શરૂ કરવા ભાવનગર ઇન્કમ ટેક્સ બાર એસો. ની રજુઆત

Reading Time: < 1 minute
ઇન્કમ ટેક્સના રિટર્ન ITR 2, 3, 5, 6, 7 જલ્દી શરૂ થાય તે અંગે નાણામંત્રીને રજૂઆત:
તા. 28.06.2025: નાણાકીય વર્ષ 2025-26 ના ઇન્કમ ટેક્સ રિટર્ન હાલ કરદાતાઓને ભરવાના થાય છે. આ રિટર્ન સામાન્ય રીતે 01 એપ્રિલથી શરૂ થઈ જવા જોઈએ. પરંતુ ITR 1 અને ITR 4 સિવાયના અન્ય ફોર્મ્સ હજુ આજે પણ શરૂ કરવામાં આવેલ નથી. અનેક કરદાતાઓ આ રિટર્ન ભરવા રાહ જોઈ રહ્યા છે. આ બાબતે ભાવનગર ઇન્કમ ટેક્સ બાર એસોસીએશન દ્વારા નાણાંમંત્રીને રજૂઆત કરી આ રિટર્ન ત્વરિત ચાલુ કરવાં રજૂઆત કરવામાં આવી છે. બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે