Breaking News…….. જી.એસ.ટી. કાઉન્સીલ ની 33 મી મિટિંગ માં જાહેરાતો

Spread the love
Reading Time: < 1 minute

ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

  1. એફોર્ડેબ્લ હાઉસિંગ માટે નો જી.એસ.ટી. નો દર 1 % કરવામાં આવશે.

એફોર્ડેબ્લ હાઉસિંગ માટે ની સીમા બે રીતે નક્કી કરવામાં આવશે. બન્ને શરતો પુર્ણ કરવાની રહેશે.

 

રકમ ની સીમા 45 લાખ

કાર્પેટ એરિઆ ની દ્રષ્ટિએ..

મેટ્રોસિટી માં 60 મીટર કે તેથી નીચે ના કાર્પેટ એરિઆ

 

નોન મેટ્રો સિટી માં 90 મીટર કે તેથી નીચેના કાર્પેટ એરિયા

 

  1. આ સિવાય ના કન્સ્ટ્રક્શન હેઠળ ના હાઉસિંગ પ્રોજેકટ માટે નો જી.એસ.ટી. દર 5% કરવામાં આવશે.
  2. બન્ને કિસ્સાઓ માં ઈન્પુટ ક્રેડિટ મળી શકશે નહીં.
  3. આ દર 01 એપ્રીલ થી લાગુ કરવામાં આવશે.
  4. નાણાં મંત્રી દ્વારા સ્વીકારાયું છે કે આ જાહેરાત ના અમલ કરવામાં ઘણી બાબતો વધુ ચર્ચા માંગી લેશે જેમ કે …
    1. જોઇન્ટ ડેવલોપર એગ્રીમેન્ટ ના કિસ્સાઓ
    2. હાઉસિંગ સ્કીમ માં રહેલ થોડા પ્રમાણ ના કોમર્શિયલ પ્રોજેકટ ને આ લાભ કેવી રીતે આપવો.
    3. ચાલુ પ્રોજેકટ પર આ લાભ કેવી રીતે આપવો.

 

  1. આ અંગે લો કમિટી 5 માર્ચ સુધીમાં નોટિફિકેશન ડ્રાફ્ટ કરશે અને ત્યાર બાદ વિડીયો કોન્ફરન્સ દ્વારા આ અંગે કાઉન્સીલ ના તમામ સભ્યો સાથે ચર્ચા કરવામાં આવશે.
  2. 10 માર્ચ સુધીમાં નોટિફિકેશન પબ્લિક ડોમેઈન માં આવી જશે તેવી જાહેરાત.
  3. આ ઉપરાંત આજની મિટિંગ ના બીજા એજન્ડા માં જે લોટરી પર ના ટેક્સ અંગે નો મુદ્દો હતો. જેના ઉપર કોઈ નિર્ણય આજે લેવામાં આવ્યો નથી.

આ જાહેરાત ના મુદ્દા નાણાં મંત્રી શ્રી અરુણ જેટલી દ્વારા કરવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સ ઉપર થી લેવામાં આવ્યા છે.

error: Content is protected !!
18108