બજેટ 2024: સામાન્ય જનતાને અસરકર્તા અસમાન્ય જોગવાઈ
By Bhavya Popat
તા. 23.07.2024: નાણાંમંત્રી નિર્મલા સિથારમણ મોદી સરકાર 3.0 નું પ્રથમ બજેટ આજે રજૂ કર્યું હતું. આ બજેટ આપવા સાથે નાણાંમંત્રી તરીકે સતત સાતમુ બજેટ (ઈંટરિમ બજેટ સહિત) આપવાના રેકોર્ડ બનાવ્યો છે. આ બજેટમાં નાણાંમંત્રી દ્વારા સરકારની આવક અને જાવક અંગે વિગતવાર ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું. આ લેખમાં નાણાંમંત્રીની ઇન્કમ ટેક્સ કાયદા તથા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાયદા અંગેની સામાન્ય જનતાને લાગુ પડતી અસમાન્ય જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બજેટમાં રોજગાર, MSME ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ મહત્વની બજેટની જાહેરાતો:
- નોકરિયાત વ્યક્તિ માટે સ્ટાન્ડર્ડ ડિડકશન 50000 થી વધારી 75000 કરવામાં આવ્યું.
- ફેમિલી પેન્શનમાં મળતી કપાત 15000/- થી વધારી 25000/- કરવામાં આવી.
- નવી ટેક્સ રીજિમમાં ટેક્સ રેઇટમાં કરવામાં આવ્યો સુધારો. 3 થી 7 લાખ સુધી 5%, 7 લાખ ઉપરથી 10 લાખ સુધી 10%, 10 લાખ ઉપર પણ 12 લાખ સુધી 15% ઇન્કમ ટેક્સ લાગશે 11 લાખ ઉપર પણ 15 લાખ સુધી 20% અને 15 લાખ ઉપર 30% નો દર લાગુ પડશે.
- જૂની ઇન્કમ ટેક્સ રિજીમમાં કોઈ ફેરફાર નહીં.
- ઇન્કમ ટેક્સ કાયદા 1961 ને સંપૂર્ણ પણે અભ્યાસ કરી નવો કાયદો લાવવામાં આવશે. આગામી 6 મહિનામાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
- ઇ કોમર્સ ઓપરેટરના TDS માં ઘટાડો કરી 1% ના સ્થાને 0.1% કરવામાં આવ્યો.
- TDS ના ભરવાના ગુનાહને “ડી ક્રીમિનલાઇઝ” કરવામાં આવ્યો.
- ફેર આકારણીની જોગવાઈ વધુ સરળ બનાવવામાં આવી. 50 લાખથી વધુની આવક હોયની કરચોરીની શક્યતા હોય તો પણ માત્ર પાંચ વર્ષ સુધીમાંજ હાથ ધરવામાં આવશે ફેર આકારણી.
- નિયત ફાઇનાન્સિયલ એસેટ ઉપરના શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન 20% કરવા ભલામણ.
- ફાઇનાન્સિયલ અને નોન ફાઇનાન્સિયલ કેપિટલ એસેટ ઉપરના લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઉપર 12.5 % ટેક્સ લાગુ પડશે.
- નિયત ફાઇનાન્સિયલ એસેટ ઉપર લગતા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઉપરના ટેક્સમાં મુક્તિમાં 1 લાખથી વધારો કરી 1.25 લાખ કરવામાં આવ્યા.
- પ્રથમ અપીલના કિસ્સામાં અપીલ અધિકારીનો વધારો કરી અપીલ જલ્દી નિપટાવવામાં આવે તેવા પ્રયાસો.
- ઇન્કમ ટેક્સ હેઠળ જૂની ડિમાન્ડ અંગે વિવાદ સે વિશ્વાસ સ્કીમ લાવવામાં આવી.
- સરકાર દ્વારા ફાઇલ કરવામાં આવતી અપીલની નાણાકીય મર્યાદામાં કરવામાં આવ્યો વધારો. ઇન્કમ ટેક્સ ટ્રિબ્યુનલ માટે 60, હાઇકોર્ટ માટે 2 કરોડ અને સુપ્રીમ કોર્ટ માટે 5 કરોડ કરવામાં આવી. આ મર્યાદા સેંટરલ એકસાઈઝ, સર્વિસ ટેક્સ તથા જી.એસ.ટી. માં પણ લાગુ કરવામાં આવી.
- ફોરેન કંપનીના ટેક્સ રેઇટમાં કરવામાં આવ્યો ઘટાડો. હવે 35% ના દરે લાગશે ઇન્કમ ટેક્સ.
- એન્જલ ઇન્વેસ્ટર ઉપર લગતા ઇન્કમ ટેક્સ કરવામાં આવ્યો દૂર.
- 20 લાખ સુધીની ફોરેન ફાઇનાન્સિયલ મુવેબલ એસેટ ના બતાવવા ઉપર પેનલ્ટી દૂર કરવા ભલામણ.
જી.એસ.ટી. કાયદા હેઠળ મહત્વની બજેટ જાહેરાતો:
- મોબાઈલ ફોન અને તેના એક્સેસરી ઉપર “કસ્ટમ્સ ડ્યૂટી” માં કરવામાં આવ્યો ઘટાડો.
- કેન્સર આધારિત દવાઓ ઉપર કસ્ટમ ડ્યૂટી કરવામાં આવી દૂર.
- બજેટ સ્પીચમાં નાણાંમંત્રી દ્વારા જી.એસ.ટી. ઉપર કોઈ ખાસ ઉલ્લેખ નહીં.
એકંદરે બજેટ સ્પીચ ખૂબ સામાન્ય રહેવા પામી છે. સામાન્ય જનતાને ફાયદો કરે તેવી ખાસ જોગવાઇઓ આ બજેટ સ્પીચમાં હતી નહીં. નાણાંમંત્રીએ પોતાના અગાઉના બજેટની માફક જ આ બજેટને લોક લુભાવન બજેટ બનાવવાના બદલે પોતાની લાંબા ગાળાની નીતિઓને જાળવી રાખતું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.
(આ લેખ બજેટ સ્પીચ ઉપરથી તૈયાર કરવામાં આવ્યો છે. ફાઇનાન્સ બિલ અને ફાઇનન્સ મેમો આવતા આ અંગે અપડેટેડ વિગતો ધરાવતો લેખ પ્રસિદ્ધ કરવામાં આવશે.)