CA એશોશીએશન દ્વારા GSTR 9 તથા 9 C ભરવામાં પડતી મુશ્કેલીઓ ને લઈ ને ગુજરાત રાજ્ય ના જી.એસ.ટી. ના મુખ્ય કમિશ્નર ને કરી રજૂઆત:
ઉના, તા: 01.06.2019: CA એશોશીએશન અમદાવાદ દ્વારા કરદાતાઓ ને GST માં પડી રહેલી મુશ્કેલીઓ બાબતે ચીફ કમિશ્નર ઓફ જી.એસ.ટી. ગુજરાત રાજ્ય ને એક આવેદન પત્ર આપી રજૂઆત કરેલ છે. આ રજૂઆત માં GSTR 9 ભરવામાં પડતી મુશ્કેલીઓ, 2017-18 માં કમ્પોજીશન માં જવામાં પડેલ મુશ્કેલીઓ બાબતે થયેલ તકલીફો અને તે અંગે વાર્ષિક રિટર્ન ભરવામાં પડતી મુશ્કેલીઓ બાબતે રજૂઆત કરવામાં આવેલ છે. આ ઉપરાંત જી.એસ.ટી. હેઠળ ફાઇલ કરવાના ઓડિટ રિપોર્ટ માં રહેલી ત્રુટિઑ વિષે રજૂઆત કરવામાં આવેલ છે. કરદાતાઓ ને મોટા પ્રમાણ માં GSTR 1 તથા 3B માં રહેલ તફાવત વિષે તથા GSTR 3B તથા 2A માં રહેલ તફાવત અંગે જે “મિકેનિકલ” SMS મોકલાઈ રહ્યા છે તે અંગે પણ રજૂઆત કરવામાં આવેલ છે. આ ઉપરાંત અન્ય કેટલીક નાની પણ મહત્વની રજૂઆતો નો સમાવેશ પણ કરવામાં આવેલ છે. આ અંગે જણાવતા CA એશોશીએશન ના લીગલ રિપ્રેસ્ંટેશન કમિટી-ઈંડાયરેક્ટ ટેક્સ ના ચેરમેન CA મોનીષ શાહ ટેક્સ ટુડે ને જણાવે છે કે વાર્ષિક રિટર્ન ભરવા ની છેલ્લી તારીખ નજીક છે. હજુ આ ફોર્મ ભરવામાં અનેક દ્વિધા પ્રવર્તી રહી છે. આ અંગે અમારા એશોશીએશન દ્વારા આ ફોર્મ ભરવામાં પડી રહેલી તકલીફો ની રજૂઆત કરવા ઉપરાંત આ તકલીફો દૂર કરવા અંગે અમારા “સજેશન” પણ કમિશ્નરશ્રી ને આપેલ આવેદન માં દર્શાવ્યા છે. અમને આશા છે કે આ ફોર્મ ભરવા અંગે પડી રહેલી મુશ્કેલીઓ વિષે તુરંત ખુલાસા બહાર પાડવામાં આવશે. આ ઉપરાંત વાર્ષિક રિટર્ન તથા જી.એસ.ટી. ઓડિટ ની તારીખ માં વધારો કરવો પણ ખૂબ જરૂરી છે. ટેક્સ ટુડે પણ આ અંગે કરદાતાઓ ના હિત માં સરકાર ને અપીલ કરે છે કે જી.એસ.ટી. કાયદા ના પ્રથમ વર્ષ માટે વાર્ષિક રિટર્ન અંગે મુક્તિ આપવી જોઈએ. બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે