CA અથવા એડવોકેટ ની ધરપકડ ઠોસ પુરાવા વગર કરી શકાય નહીં: પંજાબ અને હરિયાણા હાઇ કોર્ટ
તા. 20.11.2019: જી.એસ.ટી. ની અમલવારી પછી કરચોરી ના ઘણા કૌભાંડો સામે આવ્યા છે. બોગસ બિલિંગ દ્વારા આચરતા કૌભાંડો આ કરચોરી માં સિરમોર રહ્યા છે. ઘણા કિસ્સાઓ માં એવું બન્યું છે કે જી.એસ.ટી. સત્તાધિકારીઓ દ્વારા કરદાતાઑ ને બદલે કરદાતા ના રિટર્ન ની કામગીરી વ્યાવસાયિક તરીકે બજાવતા એડવોકેટ, CA કે જી.એસ.ટી. પ્રેકટીશનર ની ધરપકડ કર્યા ના કે તેની ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે. આવા એક કેસ માં માનનીય પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ દ્વારા એક ચુકાદા વડે વ્યવસાયિકો માટે મોટી રાહત આપેલ છે. અખિલ ક્રિશ્ના મગ્ગુ અને અન્ય વી. હાઇકોર્ટ દ્વારા ડે. ડાયરેક્ટર GST ઇંટેલિજન્સ ના કેસ માં એવું ઠરાવવા માં આવ્યું છે કે કરચોરી માં સંડોવણી ના ઠોસ પુરાવા વગર કોઈ વ્યાવસાયિક એડવોકેટ કે CA ની ધરપકડ કરી શકાય નહીં. આ કેસ ના ઓર્ડર ના પેરા 10.01 માં માનનીય ન્યાયમૂર્તિ દ્વારા જણાવાયું છે કે CA અથવા એડવોકેટ, કે જેમણે રિટર્ન ભર્યા છે અથવા ધંધા ને અનુષંગીક સેવા પૂરી પાડી છે, તેઓ ને આ કૌભાંડ દ્વારા કોઈ લાભ થયો હોય તે અંગે ના ઠોસ પુરાવા ના હોય તો તેઓ તેમાં સંડોવાયેલા ગણી શકાય નહીં. માત્ર રિટર્ન ભરવા, ઓટીપી પોતાના ઇ મેઈલ ઉપર મેળવવા ના કારણે તેમની સંડોવણી માની શકાય નહીં. આ કેસ વ્યવસાયિકો માટે ખૂબ રાહત સમાન સાબિત થશે તે વાત ચોક્કસ છે. ટેક્સ ટુડે વ્યવસાયિકો ને અપીલ કરે છે કે પોતાના અસીલો પાસે થી નીચે મુજબ ની લેટર ઓફ ઓથોરીટી મેળવી લેવી તેઓના હિતમાં છે. લેટર ઓફ ઓથોરિટી નો એક નમૂનો સાથે બિડાણ રૂપે પણ જોડેલ છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે.
લેટર ઓફ ઓથોરીટી
GSTIN: _____________________________________________________________
કરદાતા નું નામ:______________________________________________________
ટ્રેડ નેમ:_____________________________________________________________
ફોન નંબર: ___________________________________________________________
આથી હું નીચે સહી કરનાર _________________________________________________________, તે જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ કરદાતા છું. મારી જી.એસ.ટી. ની વિગતો ઉપર મુજબ છે. તમો ___________________________________________________ (વકીલ, C A અથવા GSTP નું નામ) અમારા વતી જી.એસ.ટી. ની કામગીરી બજાવો છો. ટેકનિકલ અજ્ઞાનતા ના કારણે હું ઇ મેઈલ ID ધરાવતો નથી. મારા જી.એસ.ટી. ના રિટર્ન ભરવા, નોટિસો મેળવવા, જવાબ આપવા વી. જેવા તમામ જરૂરી કામો હાથ ધરવા માટે અમે તમને અધિકૃત કરીએ છીએ. તમો તમારા ઇ મેઈલ ઉપર અમારી જી.એસ.ટી. કામગીરી ને લગતા ઇ મેઈલ મંગાવો તે અંગે અમો તમને અધિકૃત કરીએ છીએ. આ ઇ મેઈલ ઉપર થી મેળવેલ OTP દ્વારા કરવામાં આવેલ જી.એસ.ટી. અંગે ની સંપૂર્ણ કામગીરી અમે કરેલી ગણાશે અને અમને બંધનકર્તા ગણાશે. અમારા એકાઉન્ટન્ટ તમને _________________________________________________ ઇ મેઈલ id ઉપરથી ઇ મેઈલ કરશે. આ ઇ મેઈલ ઉપર થી આવેલા ખરીદ વેચાણ ના આંકડા અમોએ અધિકૃત રીતે મોકલ્યા છે તેમ ગણશો.
તા.
સ્થળ: કરદાતા ની સહી.