CA આણંદ અને વડોદરા બ્રાન્ચ દ્વારા આણંદ મુકામે “જ્ઞાન સંગમ” પરિસંવાદ યોજાયો..

તા. 22.05.2025: આણંદ અને વડોદરા સીએ બ્રાન્ચ દ્વારા તા ૨૨ અને ૨૩ મે–૨૦૨૫ ના રોજ “જ્ઞાન સંગમ” ૨૦૨૫ દ્વિદીવસીય પરિસંવાદ મધુભાન રિસોર્ટ, આણંદ ખાતે યોજાયો. આ પરિસંવાદ મા આવક વેરા, વસ્તુ અને સેવા કર, ઓડિટ ધોરણો તથા સુક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો નો મળતી સહાય (Subsidy) જેવા અનેક વિષયો પર દેશ ભર ના નિષ્ણાંત તજજ્ઞો દ્વારા વક્તવ્યો આપેલ.
આ પરિસંવાદ માં સીએ ઈન્સ્ટીટ્યૂટ (ICAI) ના કેન્દ્રિય કારોબારી સમિતિ ના સભ્ય CA પુરસોત્તમ ખંડેલવાલ, CA વિશાલ દોશી, CA મંગેશ કિનારે, CA પંકજ શાહ તથા સીએ ઇન્સ્ટિટ્યૂટ ના વેસ્ટર્ન રેજિયન ના કોષાધ્યક્ષ CA ફેનિલ શાહ તથા વેસ્ટર્ન રેજિયન ના સભ્ય CA રીકીન પટેલ એ સવિશેષ હાજરી આપી હતી.
સીએ ઈન્સ્ટીટ્યૂટ (ICAI) – ની આણંદ બ્રાન્ચ પ્રમુખ CA રોનક ગોયલ એ જણાવ્યું હતું કે આવા આયોજનો આપણા દેશ ના વિકાસ માટે અતિઆવશ્યક છે તેમજ મોટી સંખ્યા મા CA સભ્યો ની હાજરી બદલ ખુશી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમની સફળતા બદલ સેક્રેટરી CA જાગૃત શાહ દ્વારા સૌ કોઈ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અમિતભાઈ સોની, ટેક્સ ટુડે, નડિયાદ