ઇન્કમટેક્ષ બાર એસોશિએશન પ્રમુખ પદે સીએ મૌલિક પટેલ સર્વાનુમતે વરણી

Spread the love
Reading Time: < 1 minute
તા. 19.05.2025: ગુજરાતની નામાંકિત સંસ્થા ઇન્કમટેક્ષ બાર એસોશિએશન, અમદાવાદ ની તા ૧૬/૦૫/૨૦૨૫ ના  રોજ ૭૮મી વાર્ષિક સામાન્નય સભા હોટેલ ધ સ્પ્રી બેંકવેટ હોલ, ધ એક્રોપોલીસ મોલ, અમદાવાદ મુકામે ખાતે મળી. જેમાં વર્ષ ૨૦૨૫-૨૬ માટે હોદેદારો અને કારોબારી સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ . જેમાં એમીરેટ્સ પ્રેસિડેન્ટ પદે – ધીરેશ ટી શાહ, પ્રમુખ- સીએ મૌલિક પટેલઉપપ્રમુખ  સીએ કેતન સત્યવાદી, માનદ મંત્રી – સીએ  શિવમ ભાવસાર, સહ માનદ મંત્રી – સીએ પ્રતિક કનેરિયા, ખજાનચી – સીએ ફેનિલ શાહ, આઈપીપી – સીએ શ્રીધર શાહ.
        મેનેજિગ કમિટી સભ્યો માં સીએ ભાવિન સોની, હિરેન પટેલ, નરેન્દ્ર કરકર, સીએ મધુર્ય ત્રિવેદી, સીએ નૈશલ શાહ, સીએ પાર્થ દોશી, સીએ રાધવ ઠક્કર, સીએ સુવ્રત શાહની નિમણૂંક કરવામાં આવેલ છે. આ સભા માં ગુજરાતભર માંથી ટેક્ષ વ્યવસાયીઓ મોટી સંખ્યા ઉપસ્થિત રહેલ અને નવ નિયુક્ત હોદેદારો ને શુભેચ્છાઓ પાઠવેલ. અમિતભાઈ સોની, ટેક્સ ટુડે.  
error: Content is protected !!