ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે એડવોકેટ કે જે રિટર્ન ભરવામાં મદદ કરે છે અને જે કૌભાંડના લાભાર્થી નથી તેની ધરપકડ કરી શકાય નહીં: પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ

Spread the love
Reading Time: < 1 minute

કોઈ જાતના સાયોગિક પુરાવા વગર કંપનીના ઉચ્ચ અધિકારીની પણ ધરપકડ ટાળવી જોઈએ

તા. 22.02.2023: જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી અનેક કૌભાંડના સમાચારો અવારનવાર વાંચવા-સાંભળવા મળતા હોય છે. આ કૌભાંડોમાં ક્યારેક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે વકીલની ધરપકડ થઈ હોય તેવા સમાચાર પણ મળતા હોય છે. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ દ્વારા આ બાબત ઉપર એક મહત્વનો ચુકાદો આપતા જણાવવામાં આવ્યું હતું કે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે એડવોકેટ કે જેઓ કરદાતાના રિટર્ન ભરવા અંગેની અથવાતો અન્ય રીતે ધંધાને મદદરૂપ બનવા અંગેની કામગીરી  કરતાં હોય ત્યાર તેઓની સંડોવણીના ચોક્કસ પુરાવા સિવાય તેઓની ધરપકડ કરવી જોઈએ નહીં. કોર્ટ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું હતું કે કોઈ ધંધાકીય એકમના ઉચ્ચ અધિકારીની ધરપકડ કરવામાં આવે ત્યારે ધંધાની સામાન્ય ગતિવિધીઓને અસર થતી હોય છે. આવા સંજોગોમાં કોઈ એકમના ઉચ્ચ અધિકારીની ધરપકડ પણ ખૂબ તકેદારી રાખી પુરાવાઓને આધીન જ કરવી જોઈએ. કોર્ટ દ્વારા એમ પણ જણાવ્યુ  હતું કે જી.એસ.ટી. હેઠળ 5 કરોડ ઉપરની કરચોરી હોય તો પણ મહત્તમ 5 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. આ કેસોને ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ 41A હેઠળ પડે. આવા કેસોમાં અપવાદરૂપ કિસ્સાઓ માંજ કરદાતાની ધરપકડ કરવી જોઈએ. માત્ર કરદાતા ઉપર દબાણ લાવવાના હેતુથી ધરપકડ કરવામાં આવે તે યોગ્ય નથી.

અખિલ ક્રીષ્ણ મગગુ વી. ડે. ડાયરેક્ટર,DGGI (રિટ પિટિશન નંબર 24195/2019) ના કેસમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ દ્વારા આ મહત્વનો ચુકાદો આપતા સમયે સુપ્રીમ કોર્ટના સિદ્ધરામ સતલિંગપપ્પા મહત્રેના કેસને ધ્યાને લેવામાં આવ્યો હતો. કંપનીના ઉચ્ચ અધિકારી, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એડવોકેટની જ્યારે ધરપકડ કરવામાં આવી હોય તેવા કેસોમાં આ કેસ ઉપયોગી બની શકે છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે

error: Content is protected !!