“Cash Less” શક્ય નથી પણ “Less Cash” ચોક્કસ શક્ય છે… પણ આ બેન્ક ચાર્જિસ છે “એક વિલન”

Spread the love
Reading Time: 4 minutes

સરકાર ઈન્ડિયા ને ડિજિટલ સશક્ત સોસાયટી તથા જ્ઞાન નું અર્થતંત્ર બનાવવા માંગે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ની નેમ છે કે ઈન્ડિયા-ડિજિટલ ઈન્ડિયા બને.  ભારત ને Faceless, Paperless, Cashless બનાવવા ની તેમની ઈચ્છા તેઓ વારંવાર વ્યકત કરી ચૂક્યા છે. “ડીમોનેટાઇજેશન” “કેશલેશ” ભારત તરફ નું એક કદમ હતું. આ અંતર્ગત જ ભારત સરકાર દ્વારા 500 તથા 1000 ની નોટબંધ કરવામાં આવી હતી. નોટબંધી સફળ રહી કે નહીં તે અંગે ઘણા મતમાંતર હોય શકે છે. પણ આજે આ લેખ માં “કેશ લેસ” ભારત કરવાની સરકાર ની ઈચ્છા ને સ્થાને Less Cash ઈકોનોમી બનવામાં પણ પડી રહેલી તકલીફો નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  

        સરકાર ઈન્ડિયા ને કેશ લેસ બનાવવા ઇચ્છે છે, પણ ભારતીય સમાજ વ્યવસ્થા ની મુશ્કેલી, લોકો માં ની અજ્ઞાનતા વગેરે જોતાં એટલું સમજાય છે કે ઈન્ડિયા ને “કેશ લેસ” બનાવવું તો શક્ય નથી પણ “લેસ કેશ” જરૂર બનાવી શકાય. “કેશ લેસ” પદ્ધતિમાં પ્રાચીન સમય માં જેમ વસ્તુ વિનિમય પધ્ધતિ થી વ્યવહારો થતાં હતા એવી જ રીતે આ આધુનિક સમય માં ઈલેક્ટ્રોનિક પેમેન્ટ દ્વારા આ વ્યવહારો કરવામાં આવે છે. કેશ લેસ એટલે કેશ નો ઉપયોગ જ ન થાય તેવી સિસ્ટમ. “લેસ કેશ” એટ્લે શક્ય એટલું વધુ ડિજિટલ કરન્સી ઉપર નભતું અર્થતંત્ર. ભારત “લેસ કેસ” જરૂર બની શકે છે…પણ આમાં સૌથી વધુ જો કોઈ મોટો અવરોધ ઉત્પન્ન કરતું તત્વ હોય તો તે છે “બેન્ક ચાર્જિસ”!!!! અમારા રિપોર્ટ મુજબ ભારતની ખ્યાતનામ સરકારી તથા પ્રાઈવેટ બૅન્ક દ્વારા લગાવવા માં આવતા ચાર્જીસ કઈક આ પ્રમાણે હોય છે:

:ખ્યાતનામ પ્રાઈવેટ બૅન્ક દ્વારા લગાવવામાં આવતા ચાર્જીસ :-

મિનિમમ બેલેન્સ ના જાળવવા માં આવે તો લગતા ચાર્જ:

સેવિંગ ખાતા માં 5000 રાખવા જરૂરી છે. જ્યારે કરંટ માં 10000/- રાખવા જરૂરી છે. આ બેલેન્સ AMB થી ગણાય છે. હવે આ AMB (એવરેજ મંથલી બેલેન્સ) સમજવું એ સામાન્ય વ્યક્તિ ની સમજણ ની બહાર હોય છે. જો આ રકમ થી નીચે બેલન્સ જાઈ તો 150 થી લઈ ને 300 નો ચાર્જ લાગતો હોય છે. જ્યારે કરંટ એકાઉન્ટ માં બેલેન્સ નીચે જાઈ તો 500 રૂ નો ચાર્જ લાગતો હોય છે.    

રોકડ જમા કરવા બાબતે ચાર્જ

સેવિંગ ખાતા માં રોકડ જમા કરવામાં 4 વ્યવહારો સુધી કોઈ ચાર્જ નથી હોતા.

ત્યાર બાદ જો રોકડ જમા કરાવવા માં આવે તો 150 રૂ સુધી નો ચાર્જ લાગતો હોય છે.

કરંટ ખાતામાં મહિના ના 50 લાખ અથવા 50 વ્યવહારો સુધી કોઈ ચાર્જ નથી લેવામાં આવતો

ત્યાર બાદ 1000/- રૂ ઉપર 4 રૂ, ન્યૂનતમ 50 રૂ વ્યવહાર દીઠ લગાડવામાં આવે છે.

ચેક રિટર્ન ચાર્જીસ :

  1. પહેલીવાર ચેક રિટર્ન કરતાં લાગતો ચાર્જ – 350 RS. (કોઈ પણ રકમ ની મર્યાદા વગર. આનો અર્થ એ કે 150/- રૂ નો ચેક હોય તો પણ ચાર્જ 350/- નો લાગે. આને કહેવાય સોના કરતાં ઘડમણ મોંઘી!!!)
  2. એકજ ત્રિમાસ માં બીજીવાર ચેક રિટર્ન કરતાં લાગતો ચાર્જ – 750 RS.
  3. કોઈ ટેકનિકલ ખામી હોય તો પણ ચાર્જ 50 RS. લગાવવામાં આવે છે.

ATM થી ટ્રાન્જેકસન ના ચાર્જ :

  1. પહેલા 4 ટ્રાન્જેકસન ફ્રી અને પાંચમા ટ્રાન્જેકસન થી 150 RS. ચાર્જ લાગે છે.
  2. 2 લાખ થી વધારે ઉપડવામાં આવે તો 150 RS. ચાર્જ લાગાવવામાં આવે છે.

ખ્યાતનામ સરકારી બૅન્ક દ્વારા લગાવવામાં આવતા ચાર્જીસ :-

મિનિમમ બેલેન્સ ના જાળવવા માં આવે તો લગતા ચાર્જ:

સેવિંગ ખાતા માં 1000 રાખવા જરૂરી છે. જ્યારે કરંટ માં 10000/- રાખવા જરૂરી છે. આ બેલેન્સ AMB થી ગણાય છે. હવે આ AMB (એવરેજ મંથલી બેલેન્સ) સમજવું એ સામાન્ય વ્યક્તિ ની સમજણ ની બહાર હોય છે. જો આ રકમ થી નીચે બેલન્સ જાઈ તો 5 થી લઈ ને 10 નો ચાર્જ લાગતો હોય છે. જ્યારે કરંટ એકાઉન્ટ માં બેલેન્સ નીચે જાઈ તો 500 રૂ નો ચાર્જ લાગતો હોય છે.

રોકડ જમા કરાવવા બાબતે ચાર્જ

સેવિંગ ખાતા માં રોકડ જમા કરવામાં 3 વ્યવહારો સુધી કોઈ ચાર્જ નથી હોતા.

ત્યાર બાદ જો રોકડ જમા કરાવવા માં આવે તો 50 રૂ સુધી નો ચાર્જ લાગતો હોય છે.

કરંટ ખાતામાં મહિના ના 25000 રોજના સુધી કોઈ ચાર્જ નથી લેવામાં આવતો

ત્યાર બાદ 1000/- રૂ ઉપર .75 પૈસા રૂ, ન્યૂનતમ 50 રૂ વ્યવહાર દીઠ તથા વધુ માં વધુ 20000/- લગાડવામાં આવે છે.  

ચેક રિટર્ન ચાર્જીસ :

  1. બેલેન્સ ઓછું હોવાથી ચેક રિટર્ન થતાં લાગતો ચાર્જ – 500/- RS.
  2. કોઈ ટેકનિકલ ખામી હોય તો પણ ચાર્જ 150 RS. લગાવવામાં આવે છે.

ઉપરોક્ત તમામ ચાર્જ ઉપર 18% GST પણ લાગે છે. 

ATM થી ટ્રાન્જેકસન ના ચાર્જ :

  1. પહેલા 3 ટ્રાન્જેકસન ફ્રી અને ચોથા ટ્રાન્જેકસન થી 50 RS. ચાર્જ લાગે છે.

અન્ય ચાર્જ :-

  1. સેવિંગ ખાતા માં સ્લિપ દ્વારા નાણાં જમા કરાવવા જતાં ત્રણવાર ફ્રી અને ચોથીવાર જતાં 58 RS. નો ચાર્જ લગાવવામાં આવે છે.
  2. કરંટ ખાતા માં સ્લિપ દ્વારા નાણાં જમા કરાવવા જતાં એક દિવસ ના 25,000/- ફ્રી અને 25,000/- થી વધારે જમા કરાવવા જતાં 58 RS. કે જમા કરાવેલ  રકમ ના 1% બેમાંથી જે વધારે હોય તે લગાવવામાં આવે છે. (દા.ત. 1000 પર 1 રૂપિયો લગાવવા માં આવે છે)

MDR (મર્ચન્ટ ડિસકાઉન્ટ રેટ):

        નોટબંધી દરમ્યાન સરકાર તથા RBI દ્વારા ખાસ ડિજિટલ પેમેન્ટ વધારવા વેપારીઓ ને “સ્વાઈપ મશીન” લેવા ખાસ આગ્રહ કરવામાં આવ્યો હતો. અનેક સ્વાઈપ મશીનો આ સમય દરમ્યાન વેપારીઓ દ્વારા લેવામાં આવ્યા હતા. નોટબંધી દરમ્યાન સરકાર દ્વારા મર્ચન્ટ ડિસકાઉન્ટ રેટ શૂન્ય કરી નાખવામાં આવ્યો હતો. વેપારીઓ પણ હોશે હોશે સ્વાઈપ મશીન વાપરવા ગ્રાહકો ને આગ્રહ કરવામાં આવતો હતો. પરંતુ નોટબંધી પુર્ણ થયા બાદ મર્ચન્ટ ડિસકાઉન્ટ રેટ ફરી વેપારીઓ ઉપર લાગવાનો શરૂ થઈ ગયો. આ કારણે વેપારીઓ નો સ્વાઈપ મશીન ઉપયોગ કરવાનો ઉત્સાહ ઓછો થઈ ગયા ના અહેવાલો છે. આ મર્ચન્ટ ડિસકાઉન્ટ રેટ જો સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવે તો આ ડિજિટલ પેમેન્ટ માં ખાસ્સો એવો વધારો થઈ શકે તેમ છે.

વેપારીઓ ને પડતી અન્ય સમસ્યાઓ:

        ઉના જેવા ગામ માં જ્યાં મોટાભાગ ના વેપાર રોકડ માં થતાં હોય છે ત્યારે વેપારી જ્યારે એ રોકડ રકમ બેન્ક માં ભરવા જાય છે ત્યારે તેની પાસે થી રોકડ રકમ ભરવા બદલ ચાર્જ વસૂલવા માં આવે છે. એક વેપારી પોતાનું નામ ના દેવાની શરતે ત્યાં સુધી જણાવે છે કે બેન્ક માં રોકડ રકમ જમા કરાવવા બદલ બેન્ક માં જે ચાર્જ લેવામાં આવે છે તે ના તો ખાતા માં ડેબિટ થાય છે કે ના તો તે અંગે કોઈ ઉલ્લેખ “પે ઇન સ્લીપ” માં કરવામાં આવે છે. આ વેપારી જણાવે છે કે પોતે આ અનુભવ સહકારી બેન્કો તથા સરકારી બેન્કો બંને માં કરેલો છે. તો આ ચાર્જ શું ખરેખર બેન્ક પોતાની પોલિસી મુજબ ઉઘરાવે છે??? તેઓ ખાસ જણાવે છે કે ટોબેકો, પાન, બીડી જેવી નાની વસ્તુઓ નો વેપાર કરનાર વ્યક્તિ ને મોટા પાયે પરચુરણ (સિક્કા) આવતા હોય છે. આ પરચુરણ બેન્કો લેવાની ના જ પડી દે છે. આ પ્રકારે આ સિક્કા ઑ માં નોટબંધી વગર ની નોટબંધી ગ્રાહકો ભોગવી રહ્યા છે. હોય શકે કે બેન્ક મેનેજમેંટ ની પોતાની સમસ્યા ઑ આ સિક્કાઓ ની વ્યવસ્થા માં હોય શકે છે. પરંતુ RBI દ્વારા જે ચલણ માન્ય ગણવામાં આવે છે તેવા ચલણ નો અસ્વીકાર કરવો પણ કેવી રીતે ચાલે!!!! વેપારીઓ માં આ અંગે રોષ ની લાગણી પ્રવર્તે છે. પણ બેન્કો માં રોજ પોતાના વ્યવહારો માટે જવું પડતું હોવાથી બેન્ક સામે નો રોષ કોઈ જાહેર માં દર્શાવતા અચકાય છે.

ભારતીય બેન્કિંગ સિસ્ટમ વિશ્વ ની શશ્રેષ્ઠત્તમ સિસ્ટમ માં ની એક છે. જો આ બેન્ક ચાર્જીસ માં ફેર વિચારણા કરી ઓછા કરવામાં આવે તો લોકો ને બેન્ક પ્રત્યે ખેંચવા સરળ રહેશે અને ભારત Less Cash ની દિશા માં આગળ વધી શકશે.

આર્ટીકલ સંકલન: ડોલી ચૌહાણ, શીતલ ગૌસ્વામી તથા વિશાલ રાજવાણી ટેક્સ ટુડે

error: Content is protected !!
18108