સેંટરલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટસની બે દિવસીય RRC નું દિવ ખાતે આયોજન
ફ્લેમિંગો રિસોર્ટ ખાતે RRC માં જી.એસ.ટી. આકારણી, ઇન્કમ ટેક્સ હેઠળની કલમ 43B(h), “ઓલ અબાઉટ હોટેલ્સ” વિષયો ઉપર આપવામાં આવ્યું માર્ગદર્શ્ન:
તા. 15.02.2024: વડોદરાના સેંટરલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટસની બે દિવસીય રેસિડનશીયલ રિફરેશ્નર કોર્સ (RRC) નું આયોજન દિવ નજીક ફ્લેમિંગો ક્લબ એન્ડ રિસોર્ટ ખાતે કરવામાં આવેલ હતું. આ RRC માં જી.એસ.ટી. આકારણીના વિષય ઉપરની માહિતી CA ચિંતનભાઈ પોપટ દ્વારા, ઇન્કમ ટેક્સ હેઠળની નવી દાખલ કરેલ કલમ 43B(h) હેઠળની માહિતી વડોદરાના એડવોકેટ ભવિનભાઇ પટેલ દ્વારા તથા “ઓલ અબાઉટ હોટેલ્સ” વિષય ઉપર વક્તવ્ય એડવોકેટ ભવ્ય ડી. પોપટ દ્વારા આપવામાં આવી હતી. RRC નું આયોજન પ્રમુખ વિજયભાઈ પટેલના માર્ગદર્શ્ન હેઠળ તથા ઉપપ્રમુખ નકુલેશભાઈ પટેલ, સેક્રેટરી કલ્પેશભાઇ જૈસ્વાલ, ખજાનચી સહદેવભાઈ કે પટેલ ના સહયોગથી સફળ રીતે કરવામાં આવ્યું હતું. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે