CGCTC ઘ્વારા વન ડે પીકનીક યોજાઈ

Reading Time: < 1 minute
તા. 19.07.2025: સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટ, વડોદરા ઘ્વારા નેશનલ ટેક્ષ કોન્ફરન્સ ” અર્થમંથન ” ની સફળતા માં કોન્ફરન્સ કમિટીના સભ્યો એ સક્રિય યોગદાન આપવા બદલ. ચેમ્બર ઘ્વારા આનંદ પ્રમોદ માટે કમિટી સભ્યોને મહાકાળી મંદિર દર્શન, પાવાગઢ અને વનાચલ રિસોર્ટ, જાંબુઘોડા ખાતે વન ડે પીકનીક યોજાઈ. જેમાં સૌ સભ્યોએ માતાજી ના દર્શન કરી શુભ આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને રિસોર્ટ માં એડવેન્ચર એક્ટિવિટી, સ્વિમિંગ પુલ, વિવિધ રમતો, કુદરતી સૌંદય, સ્વાદિષ્ટ ભોજન ની મજા માણી.. સમગ્ર પીકનીક નુ સંચાલન પ્રમુખ દીપકભાઈ અમીન ને કરેલ.
આ પ્રસંગે પ્રમુખશ્રી દીપકભાઈ અમીન, પ્રેસિડેન્ટ ઈમીરેટસ ભાસ્કરભાઈ પટેલ, ઉપ પ્રમુખ પ્રજ્ઞેશ ભગત, મંત્રી ધર્મેશ ગાંધી, ખજાનચી મનીષ શાહ, કોન્ફરન્સ કમિટી ચેરમેન વિજય શાહ, કોન્ફરન્સ કમિટી મંત્રી ફૈઝાન ડભોઇ વાલા, અમિત સોની અને કોન્ફરન્સ કમિટીના સભ્યો મોટી સંખ્યામાં પીકનીક કાર્યક્રમ જોડાઈ ને આહલાદક આનંદ માણ્યો. અમિત સોની, ટેક્સ ટુડે

