શૂક્ષ્મ અને નાના ધંધાર્થીઓને 45 દિવસમાં ચૂકવણું ના કરનાર કંપનીએ ખાસ રિટર્ન સ્વરૂપે આપવી પડશે આ વિગતો

MSME કાયદા હેઠળ 25 માર્ચના રોજ બહાર પાડવામાં આવ્યું જાહેરનામું:
તા. 27.03.2025: માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ કાયદાની કલમ 9 હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા એક જાહેરનામું 25 માર્ચ 2025 ના રોજ બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ કંપની કાયદા હેઠળ નોંધાયેલ એવી કંપની કે જે શૂક્ષ્મ (માઇક્રો) અને સ્મોલ (નાના) એકમો પાસેથી માલ કે સેવાની ખરીદી કરે છે તેઓએ આ પ્રકારના એકમોને 45 દિવસમાં ચુકવણી ના કરવામાં આવી હોય તો આ અંગે છ માસિક ધોરણે એક ખાસ રિટર્ન ભરવાની જવાબદારી રહેશે. કંપની મંત્રાલયને રજૂ કરવાના થતાં આ છ માસિક પત્રકમાં કંપની દ્વારા કેટલી રકમ આ પ્રકાર ના શૂક્ષ્મ અને નાના એકમોને ચૂકવવાની બાકી છે તે અને શ કારણે આ રકમ બાકી છે તે અંગેની વિગતો દર્શાવવાની રહેશે. ઉલ્લેખનિય છે કે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ કાયદા (MSME Act) હેઠળ શૂક્ષ્મ તથા નાના એકમોને 45 દિવસ સુધીમાં પેમેન્ટ ચૂકવી આપવું ફરજિયાત છે. આ રિટર્નનો હેતુ કંપનીઓને MSME કાયદાની જોગવાઈઓનું વધુ ચુસ્તતા પૂર્વક પાલન કરવવાનો છે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે