COVID 19 ના કારણે ઇન્કમ ટેક્સ કાયદામાં રેસીડંશીયલ સ્ટેટ્સની ગણતરીમાં મહત્વ ની રાહત

Spread the love
Reading Time: 2 minutes

NRI કરદાતાઓ માટે આવ્યા સારા સમાચાર:

તા. 09.05.2020: ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ વ્યક્તિનું રેસીડંશીયલ સ્ટેટ્સ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. આ કાયદા હેઠળ વ્યક્તિનું વર્ગીકરણ રહીશ (રેસિડંટ), રહીશ અને અસામાન્ય રહીશ (રેસીડંટ બટ નોટ ઓર્ડિનરી રેસીડંટ) તથા બિન રહીશ (નોન રેસીડંટ) એમ ત્રણ વિભાગમાં થતું હોય છે. આ રેસીડંશીયલ સ્ટેટ્સ મુજબ તેના ઉપર ટેક્સ નું ભારણ આવતું હોય છે. રેસીડંશીયલ સ્ટેટ્સની ગણતરી કરવા વ્યક્તિ ભારતમાં કેટલા દિવસ રહી છે તે ધ્યાને લેવાનું થતું હોય છે. સામાન્ય રીતે NRI, ભારતીય મૂળ ની વ્યક્તિ, વિદેશ અવાર નવાર જનાર વ્યક્તિ પોતે માર્ચ માહિનામાં ભારતમાં પોતાના રહેવાના દિવસો અંગે પ્લાનિંગ કરતાં હોય છે.

COVID-19 ના કારણે આવા વ્યક્તિઓ પોતે ટેક્સ પ્લાનિંગના ભાગ રૂપે લોકડાઉન ના પગેલે ભારત બહાર જઈ શક્ય નથી. આવા કરદાતાઓ ને પડતી મુશ્કેલીઓ બાબતે અનેક રજૂઆતો સરકાર ને મળી હતી. આ રજૂઆતો ઉપર સકારાત્મક નિર્ણય લઈ ઇન્કમ ટેક્સ નું નિયમન કરતી સર્વોચ્ચ સંસ્થાત CBDT (સેન્ટરલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ) દ્વારા આ પ્રકારના કરદાતાઓ માટે નીચે મુજબની મહત્વની છૂટ આપવામાં આવેલ છે.

  1. જે કરદાતાઓ 22 માર્ચથી 31 માર્ચ સુધી ભારત બહાર જવા COVID-19 ના લોકડાઉન ના કારણે અસમર્થ હતા તેવા કરદાતાઓ માટે રેસીડંશીયલ સ્ટેટ્સની ગણતરી કરવા 22 માર્ચ થી 31 માર્ચના દિવસો ગણતરીમાં લેવાના રહેશે નહીં.
  2. જે કરદાતાઓ COVID-19 ના કારણે ભારતમાં 1 માર્ચ 2020 કે ત્યાર બાદ થી ક્વારંટાઇન હતા અથવા તો તેઓ કોઈ કારણસર ભારત બહાર જવા અસમર્થ હતા, અને જેઓને સ્થળાંતર માટે ખાસ વિમાન વડે 31 માર્ચ પહેલા ભારત બહાર લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે તેવા કરદાતાઓ માટે તેના ક્વારંટાઇન થયા ના દિવસથી તેઓ ને ખાસ વિમાન વડે મોકલવામાં આવ્યા તે દિવસ અથવા 31 માર્ચ 2020, તે દિવસો રેસીડંશીયલ સ્ટેટ્સની ગણતરીમાં લેવાના રહેશે નહીં.
  3. જે કરદાતા સ્થળાંતર માટે ખાસ વિમાન દ્વારા, 31 માર્ચ 2020 સુધીમાં ભારત બહાર મોકલવામાં આવ્યા છે, તેઓ માટે 22 માર્ચ 2020 થી તેમના ભારત છોડવાની તારીખ સુધીના દિવસો રેસીડંશીયલ સ્ટેટ્સની ગણતરી માટે ધ્યાને લેવાના રહેશે નહીં.

આ મહત્વ ની જાહેરાત દ્વારા અનેક કરદાતાઓને લાભ થશે. COVID-19 માં જ્યારે નાગરિકો તો વ્યક્તિગ્ત રીતે આર્થિક ક્ષેત્રે ઘણું નુકસાન ભોગવી રહ્યા છે પણ સરકાર પણ કરવેરામાં ખૂબ મોટું નુકસાન ભોગવી રહી છે. આ સમયે સરકાર કરવેરા કરતાં નાગરિકોની રાહતો ને મહત્વ આપી આ પ્રકારે ઝડપી નિર્ણયો લઈ રહી છે તે બાબતે ચોક્કસ વખાણ કરવા ઘટે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે.   

error: Content is protected !!